Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઠગાઈનો ભોગ બનેલા વધુ 8 લોકો સામે આવ્યા:શેરબજારમાં રોકાણથી માસિક 20 ટકા વળતરની લાલચ આપી બાટલીમાં ઉતાર્યાં હતા, ફરિયાદકાના બન્ને આરોપી ભાઈ 5 દિવસ રિમાંડ પર

    20 hours ago

    ભાવનગર નજીકના ફરિયાદકા ગામના બે પિતરાઈ ભાઈઓ, યોગેશ વેલજીભાઈ ધામેચા અને સંજય ધામેચાએ શેરબજારમાં રોકાણના બહાને મોટી છેતરપિંડી આચરી છે. આરોપીઓએ રોકાણકારોને માસિક 20 ટકા વળતર આપવાની લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. જેમાં છ યુવકો સાથે 93.90 લાખની ઠગાઈ આચરી હતી. જે બાદ હવે વધુ આઠ લોકો ઠગાઈનો ભોગ બન્યાની LCBને રજૂઆત કરવા પહોંચ્યા હતા. વધુ 8 લોકોએ પોલીસને નિવેદન આપ્યા પોલીસ તપાસ દરમિયાન આ માયાજાળમાં ફસાયેલા વધુ આઠ રોકાણકારો સામે આવ્યા છે. આ નવા રોકાણકારોએ પોતાના રૂપિયા 25.90 લાખ ગુમાવ્યા હોવાના નિવેદનો પોલીસ સમક્ષ આપ્યા હતા. આપતા જ સમગ્ર છેતરપિંડીનો આંકડો વધીને રૂપિયા 1,29,04,500 પર પહોંચી ગયો છે. 6 યુવક પાસેથી 93.30 લાખ પડાવ્યા શરૂઆતમાં સિદસર, બોરતળાવ, ચિત્રા અને ફરિયાદકા વિસ્તારના યુવકો પાસેથી રૂ. 93.90 લાખ પડાવી લીધા બાદ, વળતર કે મુદ્દલ પાછું ન આપી ગુનાહિત છેતરપિંડી કરી હતી. આ અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ તપાસ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB)ને સોંપવામાં આવી હતી. આરોપીના ઘરેથી દસ્તાવેજો, 2 મોબાઈલ જપ્ત ક્રાઈમ બ્રાંચે આ ગુનામાં સંજય ધામેચા બાદ બીજા મુખ્ય આરોપી યોગેશ ધામેચા (ઉં.વ.30)ની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરીને ગુનાને લગતા મહત્વના દસ્તાવેજો, 2 ચોપડા અને 2 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. વધુ તપાસ અને પૂછપરછ માટે કોર્ટે બંને આરોપી ભાઈઓના 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં પૂરમાં સંપર્ક નહીં તૂટે, ડેમો પર વાયરલેસ સેટ લગાવાયા:1284 તળાવો, 840 ચેકડેમો પર દેખરેખ, નીચાણવાળા વિસ્તારમાંથી પાણી નિકાલ માટે 30 હાઈ કેપેસીટી ડીવોટરીંગ પંપ તૈયાર
    Next Article
    Call From Trump Allows Red-Carded Balogun To Play. Did FIFA Cross The Line?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment