Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના ફાર્મ હાઉસમાં હાઈપ્રોફાઈલ પાર્ટી, દારુ પીવા ‘ગેમ’:8 મહિલા સહિત 20થી વધુ ઝડપાયા; પો.સ્ટેશનથી 300 મીટર- વ્યસન મુક્તિ કેન્દ્રથી 50 મીટર દૂર દારુ પાર્ટી

    19 hours ago

    સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં 14 ઓગસ્ટની મોડીરાત્રે જન્મદિવસની ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન દારૂ અને બિયરની મહેફિલ માણી રહેલા 8 મહિલાઓ સહિત 20થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી છે, જે બાદ તમામ લોકોને મેડિકલ તપાસ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. ડુમ્મસમાં બાપુજીની વાડી સ્થિત ‘જશ્ન વિલા 12-એ’માં એક યુવતીનો બર્થ ડે સેલિબ્રેટ કરવા હાઈ-પ્રોફાઈલ દારૂની મહેફિલ જામી હતી. આ પાર્ટીમાં યુવક-યુવતીઓ મોંઘીદાટ લક્ઝરી ગાડીઓ લઇને પહોંચ્યા હતા. ફાર્મ હાઉસમાં વિદેશી દારૂની બોટલો સાથે સેલિબ્રેશન ચાલી રહ્યું હતું. ફાર્મ હાઉસની બહાર દારૂની ખાલી અને ભરેલી બોટલોને સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. દારૂ કોણ અને કેટલો પીશે તે નક્કી કરવા ‘ગેમ’ દારૂની મહેફિલમાં નશો પીરસવા માટે ‘લુડો’ જેવી ગેમ ગોઠવવામાં આવી હતી. કોણ કેટલો દારૂ પીશે તેનો નિર્ણય ડાઈસ (પાસો) ફેંકીને આવતા નંબરના આધારે કરવામાં આવતો હતો. પાસા પર આવતા અંક મુજબ કોણે ઓછો પેગ (શોર્ટ ડ્રિંક) પીવો અને કોણે વધારે દારૂ પીવો તે આ ગેમ દ્વારા નક્કી થતું હતું. ગેમ બોર્ડ પર 'શોર્ટ ડ્રિંક'થી લઈને 'લેડીઝ ડ્રિંક' જેવા નિયમો આ લુડો બોર્ડ પર એક-એક ડ્રિંક કઈ રીતે અને કોણે લેવાનું છે તેના નિયમો અગાઉથી જ લખેલા હતા. બોર્ડ પર 'શોર્ટ ડ્રિંક', 'બે શોર્ટ ડ્રિંક્સ', 'યંગસ્ટર્સ ડ્રિંક', 'એવરીવન ડ્રિંક' તેમજ ખાસ કરીને 'લેડીઝ ડ્રિંક' જેવા વિવિધ ટાસ્ક હતા. રમતમાં જે ખાનામાં પાસો પડે તે મુજબ યુવાનો અને યુવતીઓને દારૂ પીવડાવવામાં આવી રહ્યો હતો. પોલીસ સ્ટેશન અને વ્યસન મુક્તિ કેન્દ્ર નજીક ચાલતી દારૂની મહેફિલ પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર અને વ્યસન મુક્તિ કેન્દ્રથી 50 મીટરના અંતરે આવેલા ફાર્મ હાઉસમાં યુવાનો દ્વારા બર્થ-ડે પાર્ટીના નામે બિન્દાસ્તપણે દારૂની હાઈ-પ્રોફાઈલ મહેફિલ માણવામાં આવી રહી હતી. જોકે, આ અંગે ડુમસ પોલીસને ચોક્કસ બાતમી મળતાં જ પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે પાર્ટીમાં દારૂના નશામાં ચૂર તમામ યુવક-યુવતીઓને રંગેહાથ ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે. પાના પર દારૂ પીવડાવવા તૈયાર કરાયો હતો 'કાર્ડ રૂલેટ' ગેમ ચાર્ટ મહેફિલમાં દારૂ પીરસવા માટે પત્તાની કેટ આધારિત એક ખાસ ‘કાર્ડ રૂલેટ’ નામનો ડ્રિંકિંગ ગેમ ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં પત્તાના દરેક નંબર મુજબ દારૂ પીવાના અનોખા નિયમો દર્શાવ્યા હતા. આ ચાર્ટ અનુસાર એક્કો (A) આવે તો 'ખુદ સિવાય બાકીના તમામે દારૂ પીવો', રાણી (Q) આવે તો 'તમામ યુવતીઓએ દારૂ પીવો', બાદશાહ (K) આવે તો 'તમામ પુરુષોએ દારૂ પીવો' તેમજ ગુલામ (J) આવે તો 'ગ્રુપ શોટ' લેવા જેવા ટાસ્ક નક્કી હતા. આ ઉપરાંત 'પત્તાનો રંગ ઓળખો અથવા ડ્રિંક લો', 'કોઈને હસાવો અથવા દારૂ પીવો' અને 'આખો પેગ પૂરો કરો' જેવા નિયમો બનાવીને પત્તા ખેંચી-ખેંચીને એકબીજાને દારૂ પીવડાવવાની હાઈટેક રમત રમાડવામાં આવી રહી હતી.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલ-ડીઝલ અને ATF ની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો:પેટ્રોલ પર એક્સપોર્ટ ડ્યુટી ઝીરો થઈ, ડીઝલ પર ₹24 અને ATF પર ₹19.5 પ્રતિ લિટર લાગશે
    Next Article
    વેરાવળમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, કલેક્ટરે ધ્વજવંદન કર્યું:કથક નૃત્ય, દેશભક્તિ ગીતો, ‘ઓપરેશન સિંદૂર’ આધારિત કૃતિ સહિતની પ્રસ્તુતિઓએ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment