Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા ઘરે જવા તૈયાર ન થતાં કાઉન્સિલિંગ કરાયું:અમદાવાદની મહિલા 8 દિવસથી વડોદરામાં ભટકતી, 181 અભયમની મદદથી પરિવાર સાથે પુનઃમિલન

    1 day ago

    વડોદરા શહેરમાં છેલ્લા 8 દિવસથી બસ ડેપો પર ભટકતી 38 વર્ષીય મહિલાનું 181 અભયમ મહિલા હેલ્પલાઈનની સતર્કતા અને સંવેદનશીલ કામગીરીથી પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે. કાઉન્સેલિંગ કરીને મહિલાની ઓળખ મેળવ્યા બાદ અમદાવાદ પોલીસ અને પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને મહિલાને સુરક્ષિત રીતે તેમના પરિવારને સોંપવામાં આવી હતી. મહિલા 8 દિવસથી બસ ડેપોના બાંકડા પર રહેતી વડોદરા શહેરના એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઈન પર જાણ કરી હતી કે એક મહિલા છેલ્લા 8 દિવસથી બસ ડેપોના બાંકડા પર રહે છે અને ક્યાંય જતી નથી. જાણ મળતા જ અભયમની ટીમ તાત્કાલિક બાપોદ વિસ્તારમાં પહોંચી હતી. અભયમની ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરતાં તે નોકરીની શોધમાં હોવાનું જણાવ્યું હતું અને ઘરે જવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તપાસ દરમિયાન મહિલાના સામાનમાંથી આધારકાર્ડ મળી આવતાં તેમની ઓળખ અમદાવાદના રહેવાસી તરીકે થઈ હતી. અભયમની ટીમે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો ત્યારબાદ 181 અભયમની ટીમે 112 કંટ્રોલ રૂમ મારફતે અમદાવાદ કંટ્રોલ રૂમ તેમજ સંબંધિત કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. તપાસ દરમિયાન મહિલાની ગુમ થયાની કોઈ નોંધ પોલીસમાં નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. આધારકાર્ડ પર દર્શાવેલા સરનામે તપાસ કરતાં પરિવાર એક વર્ષ અગાઉ મકાન વેચીને અન્ય સ્થળે રહેવા ગયો હોવાનું સામે આવ્યું હતું. પુત્ર દ્વારા છેલ્લા બે દિવસથી માતાની શોધખોળ પાડોશીઓની મદદથી મહિલાના પતિનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પતિએ જણાવ્યું હતું કે, તેમનો પુત્ર છેલ્લા બે દિવસથી માતાની શોધખોળ કરી રહ્યો હતો. માહિતી મળતા જ પુત્ર તાત્કાલિક વડોદરા પહોંચ્યો હતો, જ્યારે પતિ પણ અમદાવાદથી વડોદરા માટે રવાના થયા હતા. પુત્ર પહોંચતા માતા-પુત્રનું પુનઃમિલન મહિલા કોઈ આશ્રયસ્થાનમાં રહેવા તૈયાર ન હોવાથી તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી નજીકના પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં પુત્ર પહોંચતા માતા-પુત્રનું પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું અને પતિ પણ પહોંચ્યા બાદ મહિલાને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવી હતી. 181 અભયમ ટીમની સંવેદનશીલ અને સમયસરની કામગીરીને કારણે એક પરિવાર ફરીથી એક થયો હતો.
    Click here to Read More
    Previous Article
    પુણામાં કળિયુગી સાવકા પિતાનું પાશવી કૃત્ય:14 વર્ષની દીકરી પર 8 મહિના સુધી દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવી, પોલીસે ગુનો નોંધ્યો
    Next Article
    Indian Tourists Alleges He Faced Racism At Japanese Convenience Store

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment