Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:સાબરકાંઠાની 8 તાલુકા પંચાયતની 166 બેઠકો ઉપર 7.87 ટકા મત નોટાને મળ્યા, પરિણામ ઉપર કોઈ અસર ન દેખાઈ

    9 hours ago

    સાબરકાંઠા જિલ્લાની આઠ તાલુકા પંચાયતોની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં મતદારોએ ઉમેદવારો પ્રત્યેની નારાજગી વ્યક્ત કરતા નોટાનો નોંધપાત્ર ઉપયોગ કર્યો છે. જિલ્લાની આઠ તાલુકા પંચાયતમાં કુલ 1,15,615 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાંથી આશ્ચર્યજનક રીતે 9,103 મતો નોટામાં પડયા છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો કુલ મતદાનના 7.87 ટકા મતદારોએ એકપણ ઉમેદવારને પસંદ કર્યા ન હતાં. જોકે, આટલી મોટી સંખ્યામાં નોટામાં મતદાન થયું હોવા છતાં, ચૂંટણીના અંતિમ પરિણામો પર તેની કોઈ મોટી અસર જોવા મળી નથી. જિલ્લાના આઠેય તાલુકાના વિજેતા ઉમેદવારો અને બીજા ક્રમે રહેલા ઉમેદવારો વચ્ચેનો હાર-જીતનો તફાવત નોટાને મળેલા મતો કરતા વધુ રહ્યો છે. નોટાએ આંકડાકીય રીતે પોતાની હાજરી પુરાવી છે, પરંતુ તે વિજેતા ઉમેદવારોના ભાવિ બદલવામાં નિષ્ફળ રહ્યો છે. આ પરિણામો સ્પષ્ટ કરે છે કે મતદારોમાં જાગૃતિ વધી છે, પરંતુ તે હજુ નિર્ણાયક ઉલટફેર કરવા સુધી પહોંચી નથી. તાલુકા પંતાયતની વિવિધ બેઠકો ઉપર 12થી લઇને 159 સુધી નોટામાં મતદારોએ મત આપ્યો છે. હિંમતનગર તાલુકા પંચાયતમાં 26 સીટની યોજાયેલ ચૂંટણીમાં 1442 વોટ નોટાને મળ્યા હતાં. જેમાં સૌથી વધુ નોટા મતો 22-રાજપુર(નવા) બેઠક ઉપર પડયા છે, જ્યાં કુલ 97 મતદારોએ નોટા પસંદ કર્યું છે. જયારે સૌથી ઓછા નોટા મતો 6-ગઢા બેઠક ઉપર પડયા છે, જ્યાં માત્ર 25 મતદારોએ નોટા પસંદ કર્યું છે. અહીં વકતાપુર અને નિકોડા બેઠક બિનહરીફ થઇ હતી. ઇડર તાલુકા પંચાયતમાં 28 સીટની યોજાયેલ ચૂંટણીમાં 1520 વોટ નોટાને મળ્યા હતાં. 12 - ગોલવાડામાં સૌથી વધુ 104 મતો નોટામા પડયા હતાં જયારે 2 - બડોલીમાં સૌથી ઓછા 28 મતો નોટામાં પડયા હતા. પ્રાંતિજ તાલુકા પંચાયતમાં 20 સીટની યોજાયેલ ચૂંટણીમાં 970 વોટ નોટાને મળ્યા હતા. સૌથી વધારે નોટા ધરાવતી બેઠક ઘડકણ 95 મતો તથા સૌથી ઓછા નોટા ધરાવતી બેઠક દલાનીમુવાડી અને દલપુર 24 મતો છે. પ્રાંતિજમાં પિલુદ્રા બેઠક બિન હરીફ થઇ હતી તલોદ તાલુકા પંચાયતમાં 20 સીટની યોજાયેલ ચૂંટણીમાં 1042 વોટ નોટાને મળ્યા હતાં. સૌથી વધારે નોટા 75 - મોહનપુર તથા સૌથી ઓછા નોટા 31 - મહીયલમાં પડયા હતાં.
    Click here to Read More
    Previous Article
    કરુણાંતિકા સર્જાઈ:સાસરેથી પિયર પિતાની સેવા કરવા આવેલ દીકરીનું મોત
    Next Article
    સિદ્ધિ:ભોપાલમાં જુ-જિત્સુ સ્પર્ધામાં માધવ યુનિ.ના ખેલાડીઓ ઝળક્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment