Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાળંગપુર ધામમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી:8 કિલો પ્યોર સોનામાંથી બનેલા સુવર્ણ વાઘા ધારણ કરશે શ્રીકષ્ટભંજનદેવ, 151 કિલોની કેક અને 1 લાખ બલૂન ડ્રોપિંગ સાથે જન્મોત્સવ મનાવાશે

    8 hours ago

    શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે 'શ્રી હનુમાન જયંતી' કૃતજ્ઞતા મહામહોત્સવનો અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે પ્રારંભ થયો છે. 1 અને 2 એપ્રિલ 2026 દરમિયાન આયોજિત આ દ્વિ-દિવસીય મહોત્સવ અંતર્ગત ગઈકાલે બુધવારે સવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનું ઐતિહાસિક અને દિવ્ય 'રાજોપચાર પૂજન' કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાત્રે કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા પાસે મહાઆરતી કરવામાં આવી હતી. કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા પાસે મહાઆરતી બાદ કાઉન્ટડાઉન પૂર્ણ થતાંની સાથે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. આજે 2જી એપ્રિલે હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાશે, જેમાં વહેલી સવારે મંગળા આરતી બાદથી આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સવારે 5 વાગ્યે મંગળા આરતી, 7 વાગ્યે શણગાર આરતી વહેલી સવારે 5 વાગ્યે મંગાળા આરતીથી જ દાદાના દિવ્ય દર્શન થશે. આતશબાજી સાથે દાદાનું સ્વાગત કરવામાં આવશે. 7 વાગ્યે શણગાર આરતી થશે જેમાં દાદા સુવર્ણ વાઘા-સોનાના વસ્ત્રો ધારણ કરશે. 7 વાગ્યે વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ શરૂ થશે જેમાં 1000થી વધુ ભક્તો આ સામૂહિક વૈદિક યજ્ઞમાં ભાગ લેશે. 8 કિલો પ્યોર સોનામાંથી બનેલા આલૌકિક સુવર્ણ વાઘા હનુમાન જયંતીના દિવસે સાળંગપુરધામ ખાતે શ્રીહનુમાનજી મહારાજને અર્પણ કરવામાં આવનારા આલૌકિક સુવર્ણ વાઘા 8 કિલો પ્યોર સોનામાંથી બનેલા છે. આ વાઘાને તૈયાર કરવામાં 100 જેટલા સોનીઓ અને 22 ડિઝાઇનર આર્ટિસ્ટની ટીમે સતત 1050 કલાક લાગ્યા હતા. પ્રાચીન અને અર્વાચીન શૈલીવાળા આ વાઘામાં રિયલ ડાયમંડ, રુબિ, એમરલ્ડ સ્ટોન અને સોરોસ્કી હીરા જડવામાં આવ્યા છે. સંતોના માર્ગદર્શન હેઠળ ઝીણવટપૂર્વક તૈયાર થયેલી આ ડિઝાઇનમાં 3ડી વર્ક, બિકાનેરી મીણો, પેન્ટિંગ મીણો અને ફિલિગ્રી વર્ક જેવી બારીક કલાકારીનો ઉપયોગ કરી તેને એક વર્ષના લાંબા સમયગાળા બાદ અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો. 151 કિલોની વિશાળ કેક કાપવામાં આવશે, એક લાખ ફુગ્ગા છોડાશે સાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર અત્યારે ભક્તિના રંગે રંગાયું છે. આ વર્ષે સાળંગપુર ધામમાં ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 151 કિલોની વિશાળ કેક કાપીને હનુમાનજીનો જન્મોત્સવ મનાવવામાં આવશે. જન્મોત્સવની ઉજવણીમાં આકાશમાંથી એક લાખ ફુગ્ગાઓ છોડવામાં આવશે. મહા અન્નકૂટ, મહા અન્નક્ષેત્ર સવારે 10 કલાકે, દર્શને આવનાર દરેક ભક્તો માટે મહા અન્નક્ષેત્રમાં પ્રસાદનો લાભ મળશે. 11 કલાકે શ્રી કષ્ટભંજન દેવને વિવિધ વાનગીઓનો અન્નકૂટ અર્પણ કરવામાં આવશે. મહા સંધ્યા આરતી સાંજે 7 કલાકે,શ્રીકષ્ટભંજનદેવની સંતો - ભક્તો એવં તાસા ગ્રુપ નાસિક ઢોલ તથા હજારો દિવડાઓથી અને ભવ્ય આતશબાજી દ્વારા સામુહિક આરતી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    PM Modi completes self-enumeration as digital census begins
    Next Article
    Hours before EC poll call, Rajkot launches women-only Pink Bus service, Congress sees red

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment