Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂની સાથે અલગ અલગ નંબરની કુલ 8 નંબર પ્લેટો મળી:દારૂની હેરાફેરી માટે વારંવાર નંબર પ્લેટ બદલાતી હોવાની આશંકા: જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી દારૂ સહિત 14.73 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

    8 hours ago

    ​બે દિવસ પહેલા જૂનાગઢ જિલ્લાના ભેસાણ નજીકથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ સ્ટેટ મોનેટરિંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. જ્યારે હવે SMC ની કામગીરી બાદ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે પ્લાસવા ગામ તરફ જતા રસ્તે આવેલા ખોડિયાર મંદિર પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળે આજુબાજુના વિસ્તારમાં બિનવારસી હાલતમાં એક સફેદ રંગની ક્રેટા ફોરવ્હીલ કાર પડી હતી. પોલીસે કારની નજીક જઈને તપાસ કરતા ત્યાં કારમાં કે તેની આસપાસ કોઈ વ્યક્તિ હાજર મળી આવી ન હતી. ​પોલીસે બિનવારસી કારની સઘન તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કારમાંથી નાની અને મોટી મળીને અલગ અલગ માપની કુલ 2544 બોટલ દારૂ મળી આવ્યો હતો. આ જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત રૂ. 4,73,184 થાય છે. આ સિવાય પોલીસે રૂ. 10,00,000 ની કિંમતની સફેદ રંગની ક્રેટા કાર પણ કબ્જે કરી હતી. આમ, દારૂ અને વાહન મળીને પોલીસે કુલ રૂ. 14,73,184 નો મુદ્દામાલ જપ્ત કરીને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ​આ સમગ્ર દરોડા દરમિયાન સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે ઝડપાયેલી કાર પર અસલ નોંધણી નંબર GJ-04-EJ-3829 લગાવેલો હતો, પરંતુ કારની અંદર તપાસ કરતા દારૂની બોટલો સાથે અલગ અલગ નંબરની કુલ 8 ફેક નંબર પ્લેટો પણ મળી આવી હતી. એક જ વાહનમાંથી આટલી મોટી સંખ્યામાં નંબર પ્લેટો મળી આવતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. દારૂની હેરાફેરી કરતી વખતે પોલીસ કે કાયદા અમલીકરણ એજન્સીઓની નજરથી બચવા અને પોતાની ઓળખ છુપાવવા માટે વારંવાર નંબર પ્લેટો બદલવામાં આવતી હતી કે કેમ તે અંગે શંકા સેવાઈ રહી છે. ​પોલીસ હાલમાં આ 8 નંબર પ્લેટોનો ઉપયોગ ક્યાં, કેવી રીતે અને કયા હેતુ માટે કરવામાં આવતો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ સિવાય કારનો અજાણ્યો ચાલક કાર મૂકીને ક્યાં ભાગી ગયો, આ દારૂનો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સ્થાનિક કક્ષાએ કોને સપ્લાય કરવાનો હતો તે તમામ પાસાઓ પર સઘન પૂછપરછ અને તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિવર્સિટીમાં પોલીસ સાથે ઝપાઝપી,:પાટીલનું એક્સટેન્શન પર નિવેદન, PSIની 200 ભરતી, ડેડિયાપાડામાં 11 બાળકો ધુણ્યા
    Next Article
    સાપને મોંથી શ્વાસ આપી યુવકે જીવ બચાવ્યો:વીડિયો:કેમિકલ વાળું પાણી પી જવાથી સાપ બેભાન હતો; ધામણ સાપને CPRથી અનોખું રેસ્ક્યુ પણ રેસ્ક્યૂઅરને ચેપનો ખતરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment