Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ:સુરતમાંથી 8 યુવતીઓ-14 યુવકો ઝડપાયા, ચોટીલામાં દર્શનાર્થી-સિક્યુરિટી ગાર્ડ વચ્ચે મારામારી, 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

    1 day ago

    અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજે અમરેલી ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું. આ ખાસ પ્રસંગે પોલીસજવાનોની પરેડ, મહિલા જવાનોની રાઇફલ ડ્રીલ સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દ્વારકામાં મંદિરના શિખર પર તિરંગા રંગની ધજા ચડાવાઈ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજે સમગ્ર રાજ્ય દેશભક્તિના રંગે રંગાયું. ત્યારે દ્વારકામાં જગત મંદિરના શિખર પર તિરંગા રંગની ધજા ચડાવાઈ. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આજે 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છેલ્લા 24 કલાકમાં રાજ્યના 135 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ મહીસાગરના બાલાસિનોર અને ખેડાના કઠલાલમાં 3-3 ઇંચ જેટસો વરસાદ ખાબક્યો. આજે તાપી,ડાંગ, નવસારી,વલસાડ સહિત 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ચોટીલા મંદિરમાં દર્શનાર્થી-સિક્યુરિટી ગાર્ડ વચ્ચે મારામારી ચોટીલા મંદિરમાં દર્શનાર્થી અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે છુટા હાથની મારામારી થઈ. બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ મામલો બિચકતા વાત મારમારી સુધી પહોંચી ગઈ હતી. પોલીસે વાઈરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મેકઅપ આર્ટિસ્ટ યુવતીની બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ સુરતમાં મેકઅપ આર્ટિસ્ટ યુવતીની હાઈપ્રોફાઈલ બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ જામી. ફાર્મ હાઉસમાં વિદેશી દારૂની બોટલો સાથે સેલિબ્રેશન ચાલી રહ્યું હતું ત્યાંજ પોલીસે ઘટના સ્થળે પહોંચી રંગમાં ભંગ પાડ્યો. પોલીસે 8 યુવતીઓ અને 14 યુવકોને ઝડપી પાડ્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ખડગેના અપમાનને લઈ અમદાવાદમાં NSUIનો વિરોધ ઉત્તરાખંડમાં મલ્લિકાર્જુન ખડગેની રેલી બાદ મંચનું ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ કરવા મુદ્દે અમદાવાદમાં NSUIએ વિરોધ નોંધાવ્યો. હેલ્મેટ ચાર રસ્તા ખાતે NSUIએ ઓવરબ્રિજ પરથી ભાજપના નેતાનું પૂતળું લટકાવ્યું. જેના કારણે ટ્રાફિકજામ સર્જાતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો શ્રમિકોને બેસાડીને જતી બોલેરો પિકઅપ વાન પલટી સુરતના પલસાણામાં 14 ઓગસ્ટની મોડીરાત્રે ક્ષમતા કરતાં વધુ શ્રમિકોને બેસાડીને જતી બોલેરો પિકઅપ વાન પલટી મારી જતાં અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 15 જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 4ની હાલત ગંભીર છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખેડૂતો માટેની મોબાઈલ એપ લોન્ચ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એડવિક એજ્યુવેન્ચર પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી ખેડૂતો માટેની ખાસ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. જે એપ્લિકેશન 15 દિવસ પહેલા હવામાનની જાણકારી, ખેતરના પાકની હેલ્થ અને 7 દિવસ પહેલા જીવાત કે રોગની જાણકારી આપશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરત અને બનાસકાંઠામાંથી શંકાસ્પદ ઘી જપ્ત સુરતના કામરેજ અને બનાસકાંઠાના ડીસામાંથી 35 લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ ઘી તથા ભેળસેળ માટે વપરાતા તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ડીસામાં બે પેઢીઓમાંથી 987 લીટર શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ઉત્પલ પટેલને દુબઈથી લાવવા કવાયત તેજ મહાઠગ ઉત્પલ પટેલને દુબઈથી ભારત પરત લાવવા માટે 'રેડ કોર્નર નોટિસ'ની કવાયત તેજ કરવામાં આવી છે. ઉત્પલ પટેલે ગિફ્ટ સિટીમાં ડેટા સ્ટોરેજના નામે મોટું કૌભાંડ આચર્યું હતું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    કન્નૌજમાં ટ્રેક્ટરના પૈડામાં ફસાઈને યુવકનું મોત:સ્વતંત્રતા દિવસ પર બાળકો માટે બુંદી લેવા જઈ રહ્યો હતો; ડ્રાઈવર ભાગી ગયો
    Next Article
    સોનગઢની યુનિક વિદ્યાભવનમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો:નિવૃત્ત આચાર્યએ ધ્વજવંદન કર્યું, વિદ્યાર્થીઓએ દેશભક્તિના કાર્યક્રમો રજૂ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment