Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિમેન્ટ કોંક્રિટ રોડ, ફૂટપાથ અને ડિવાઇડર પર સેફ્ટી ગ્રિલ બનશે:8 માસમાં 12.60 કરોડના ખર્ચે ઘ-7થી પેથાપુર સુધીનો માર્ગ નવો બનાવાશે

    23 hours ago

    ગાંધીનગરથી પેથાપુર તરફ જતા વાહનચાલકોને આગામી સમયમાં વધુ સુવિધાયુક્ત માર્ગ મળશે. ઘ-7થી પેથાપુરને જોડતા માર્ગના 1.20 કિલોમીટરના પટ્ટાને નવો બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.12.60 કરોડના ખર્ચે વિકાસની કામગીરી હાથ ધરવાનું આયોજન કરાયું છે. માર્ગને સિમેન્ટ કોંક્રિટનો બનાવવાની સાથે રાહદારીઓ માટે ફૂટપાથ, ડિવાઇડર પર સુરક્ષા ગ્રિલ, રાત્રિના સમયે વાહનચાલકોને માર્ગ સ્પષ્ટ દેખાય તે માટે કેટ-આઇ, સાઇન બોર્ડ અને સોલર ફ્લેશર લાઇટ સહિતની સુવિધાઓ ઊભી કરાશે. આ સમગ્ર કામગીરી 8 મહિનામાં પૂર્ણ કરવાની સમયમર્યાદા રાખવામાં આવી છે. અંદાજે રૂ.12.59 કરોડના ખર્ચે આ કામગીરી હાથ ધરાશે. રાહદારીઓની અવરજવર સુરક્ષિત રહે તે માટે માર્ગની બંને બાજુ ઇન્ટરલોકિંગ પેવર બ્લોકથી ફૂટપાથ તૈયાર કરાશે. માર્ગની વચ્ચે આવેલા ડિવાઇડર પર એક મીટર ઊંચી સેફ્ટી ગ્રિલ લગાવાશે, જેથી વાહનોની અવરજવરમાં રાહદારીઓ દ્વારા અચાનક રોડ ઓળંગવાની સ્થિતિ ઊભી ન થાય. ચોમાસા દરમિયાન માર્ગ પર પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે 900 મિ.મી. અને 600 મિ.મી. વ્યાસની આર.સી.સી. પાઇપ કલ્વર્ટ નાખવામાં આવશે. સાથે ભૂગર્ભ ઇન્સ્પેક્શન ચેમ્બર પણ બનાવાશે. જરૂરિયાત મુજબ જૂનાં કલ્વર્ટ અને અન્ય બાંધકામ દૂર કરીને નવાં બાંધકામ કરાશે. માર્ગની કામગીરી પૂર્ણ થયા બાદ પણ તેની ગુણવત્તા જળવાય તે માટે એજન્સીને ત્રણ વર્ષ સુધી જાળવણીની જવાબદારી સોંપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન રોડમાં ખામી સર્જાય કે નુકસાન થાય તો એજન્સીએ પોતાના ખર્ચે સમારકામ કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે એકતરફ પેથાપુર ચાર રસ્તા પર ઓવરબ્રિજ બની રહ્યો છે, બંને તરફના સર્વિસ રોડ પણ ડેવલપ થશે ત્યારે ગાંધીનગરથી પેથાપુરને જોડતો સવા કિલોમીટરનો ટુકડો ડેવલપમેન્ટ વિના રહેતો હતો. આ રોડને ડેવલપ કરવા માટે અગાઉ ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકાર કક્ષાએથી આ કામની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. હવે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. માત્ર 8 મહિનામાં રોડનું કામ પૂર્ણ કરી દેવાશે.
    Click here to Read More
    Previous Article
    દૂધરેજ વડવાળા ધામ રોશનીથી ઝળહળ્યું:દિવાળી નિમિત્તે મંદિર પરિસરમાં રંગબેરંગી લાઇટોની સજાવટ; બેસતા વર્ષે દર્શન માટે ભક્તો ઉમટશે
    Next Article
    EPFO Services on WhatsApp: How to Check PF Balance, Download Passbook, View Last Transactions and More

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment