Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરની સાઈચા ગેંગના 8 ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફર્યું:રૂ. 1.25 કરોડથી વધુની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ, પોલીસ કાફલા સાથે મેગા ડિમોલિશન

    1 week ago

    જામનગરના બેડેશ્વર અને બેડી વિસ્તારમાં કુખ્યાત 'સાઈચા ગેંગ' દ્વારા સરકારી જમીન પર કરાયેલા આઠ ગેરકાયદેસર બાંધકામો પર આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ કાર્યવાહીમાં રૂ. 1.25 કરોડથી વધુની સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી. વહીવટી પ્રશાસન, મહેસૂલ વિભાગ અને પોલીસ કાફલાની ચુસ્ત હાજરી વચ્ચે આ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર સિટી 'બી' પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બેડેશ્વર વિસ્તારમાં સાઈચા ગેંગના મુખ્ય સૂત્રધાર અસગર સાઈચા અને તેના સાગરીતોએ સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. આ ગેંગ સામે અગાઉ ગુજસીટોક હેઠળ પણ ગુનો નોંધવામાં આવેલો છે. તંત્ર દ્વારા આજે આ વિસ્તારમાં અંદાજે 918 થી 998 સ્ક્વેર મીટર જેટલી સરકારી જમીન પર ઊભા કરાયેલા મકાનો અને અન્ય સ્ટ્રક્ચર્સને તોડી પાડવામાં આવ્યા હતા. આ કામગીરી અંગે માહિતી આપતા જામનગરના SP ડૉ. રવિ મોહન સૈનીએ જણાવ્યું હતું કે, બેડેશ્વર વિસ્તારમાં વહીવટી તંત્રના સહયોગથી ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. કુખ્યાત સાઈચા ગેંગે સરકારી જમીન દબાવીને જે સ્ટ્રક્ચર્સ બનાવ્યા હતા તેને તોડી પાડવામાં આવી રહ્યા છે. આજે જે જગ્યા પર ડિમોલિશન થયું તેની અંદાજિત કિંમત આશરે રૂ. 1.25 કરોડ જેટલી થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, "આ અગાઉ ભૂતકાળમાં પણ પોલીસ અને તંત્ર દ્વારા આ ગેંગ સામે ડિમોલિશન કાર્યવાહી કરાઈ છે. આજ દિન સુધીમાં આશરે રૂ. 17 કરોડની પ્રોપર્ટી પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. હાલ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘટનાસ્થળે પૂરતો પોલીસ બંદોબસ્ત તૈનાત છે." ડિમોલિશનની મહેસૂલી વિગતો આપતા જામનગર શહેરના પ્રાંત અધિકારી એસ.ડી. બારડે જણાવ્યું હતું કે, “જામનગરના બેડી વિસ્તારમાં રેવન્યુ સીટી સર્વે નંબર 40 પૈકી 1 આવેલો છે, જે કુલ 12,950 ચોરસ મીટરની સરકારી જમીન ધરાવે છે. આ જમીનમાંથી 918 ચોરસ મીટરના ભાગ પર આ ગેંગ દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું.” તેમણે ઉમેર્યું કે, “અહીં આશરે આઠ જેટલા રહેણાંક મકાનો ઊભા કરી દેવાયા હતા, જેને દૂર કરવાની કાર્યવાહી આજે ચાલુ છે. આજે તોડી પડાયેલા આ બાંધકામની અંદાજિત કિંમત રૂ. 1.25 કરોડ છે. આ દબાણ દૂર થવાની સાથે જ હવે આખો રેવન્યુ સીટી સર્વે નંબર 40 પૈકી 1 (12,950 ચોરસ મીટર) સંપૂર્ણપણે ખાલી થઈ ગયો છે, જેની જંત્રી મુજબની અંદાજિત કુલ કિંમત ₹16.50 કરોડ થાય છે.” ભૂમાફિયાઓમાં ફફડાટ જામનગરમાં સરકારી જમીનો પર સામ્રાજ્ય ઊભું કરનારા તત્વો સામે પ્રશાસને આદરેલા આ આકરા વલણથી સ્થાનિક ભૂમાફિયાઓ અને ગુનાહિત તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આવા ગેરકાયદેસર દબાણો સામે ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ડુંગળીના કોથળા નીચે છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે પરથી 20 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની ધરપકડ, એક વોન્ટેડ
    Next Article
    Haryana Weather Update |હરિયાણાના કુરુક્ષેત્રમાં પણ મોસમનો મિજાજ બદલાયો | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment