Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘હિન્દુના નામે ચૂંટાઈને આવ્યાં, મંદિરો પબ્લિકને નહીં ભાજપને નડે છે’:રાજકોટમાં રાત્રે 8 હનુમાનજીની દેરી સહિત 12 મંદિર તોડી પડાયા; સ્થાનિકે કહ્યું-સત્તા ક્યારે જતી રહેશે, તે ખબર પણ નહીં પડે

    14 hours ago

    રાજકોટમાં 14 મેની મોડીરાત્રે એક સાથે 12 જેટલા મંદિરો પર દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ કામગીરી દરમિયાન મવડી મેઈન રોડ પર સ્થાનિકો દ્વારા રસ્તા પર બેસી મંદિર બચાવવા રામધૂન બોલાવવામાં આવી હતી અને વહેલી સવારે 4 વાગ્યે અધિકારીઓ સાથે રકઝક કરી નડતર રૂપ ન હોવાનું કહી મંદિરને તોડવા દેવામાં આવ્યું ન હતું. આ મંદિર આગામી 48 કલાકમાં નાનું બનાવી દેવા માટે ખાતરી આપતા મંદિરના બદલે રસ્તા પરમાં ઓટાને બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો હતો. અહીં સ્થાનિકોએ ભાજપની નીતિ સામે સવાલો ઊઠાવ્યાં હતાં. એક સ્થાનિકે કહ્યું કે, ભાજપ ધર્મના નામે મત માગીને ચૂટાઈ છે. હિન્દુઓએ ભાજપને ભરી-ભરીને મત આપ્યાં. કોર્પોરેટરોને મત મળી ગયાં તો આજે આરામથી સૂતા છે. આજે 2 લોકો જાગ્યા, કાલે 5 હજાર જાગશે, સત્તા ક્યારે જતી રહેશે તે પણ નહિ ખબર પડે. રાત્રે દોઢ વાગ્યાથી ડિમોલિશનની કામગીરી રાજકોટ મહાનગપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ અને રોડ રસ્તા પર આવતા નાના મંદિરો અને હનુમાનજીની ડેરી તોડી પાડવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. કામગીરી દરમિયાન કોઈ મોટું ઘર્ષણ ન થાય આ માટે તંત્ર દ્વારા રાત્રિના સમયે ડિમોલિશન કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. સમગ્ર ડિમોલિશનની પ્રક્રિયા રાત્રે દોઢ વાગ્યાથી શરૂ કરી 5 વાગ્યા સુધી ચાલી હતી. આ માટે તંત્ર દ્વારા ફાયર વિભાગ, PGVCL, વિજિલન્સ અને સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી, જેમાં મજૂરોને પણ સાથે રાખવામાં આવ્યા હતા. માલવિયા નગર વિસ્તારમાં 9 મંદિરનું ડિમોલિશન કુલ 12 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જે પૈકી રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 9 જેટલા મંદિરો તોડી પાડવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે માલવિયાનગર પોલીસ સ્ટેશન પીઆઇ જે. એમ. કૈલા, 5 PSI અને 60 પોલીસ કર્મચારીઓન બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. મવડી ચોકમાં કેસરિયા હનુમાન મંદિરે સ્થાનિકો તોડવા ન દીધુ માલવિયાનગર પોલીસ સ્ટેશનથી તદ્દન નજીક મવડી ચોક પાસે રસ્તા પર કેસરિયા હનુમાન મંદિર આવેલું છે, જેને તોડી પાડવા માટે RMC દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જો કે આ વાતની જાણ થતા સ્થાનિક લોકો અને યુવાનો મોટી સંખ્યામાં મંદિર ખાતે એકત્રિત થઇ ગયા હતા અને રસ્તા પર રામધૂન બોલાવી હતી. સતત ચાર કલાક સુધી મંદિર બહાર બેસી રહી બાદમાં ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી સાથે રૂબરૂ સ્થળ પર ચર્ચા કરી મંદિરથી 500 મીટર દૂર રસ્તામાં દરગાહ આવેલ હોવા છતાં તેને નોટિસ ન આપી હિન્દૂ સમાજની લાગણી દુભાઈ તે પ્રકારનું કામ થઇ રહ્યું છે. અમે શરતોમાં બાંધછોડ કરીશુ, પરંતુ મંદિર તોડવા દેશું નહિ કહેતા અધિકારીએ સ્થાનિકોને જાતે 48 કલાકમાં મંદિર નાનું કરવા ખાતરી લેવામાં આવી હતી. મત મળી ગયા એટલે કોર્પોરેટરો આરામથી સૂતા છેઃ હિતેશભાઈ સ્થાનિક હિતેશભાઈ ડાભીએ કહ્યુ કે, આજે બપોરે જ મને આ ધાર્મિક સ્થળ તોડી પાડવાની નોટિસ મળી છે. માત્ર મને જ નહીં, બીજા ઘણા મંદિરોને પણ આવી નોટિસો આપવામાં આવી છે. આજે જે કોર્પોરેટરો છે, જે સત્તામાં છે, એ બધા અત્યારે આરામથી સૂતા છે. એમને હવે જનતાની કોઈ પડી નથી. મેં પોતે કોર્પોરેટર અને ભાનુબેન બાબરીયાને પણ ફોન કર્યા હતા, પણ હવે એમને મત મળી ગયા છે એટલે એ નિરાંતે સૂતા છે. અમે રાત-દિવસ દોડીએ છીએ અને અચાનક અમને કહેવામાં આવે છે કે રાત્રે 1 વાગ્યે મંદિર પાડવાનું છે! તમે મંદિર પાડીને શું સાબિત કરવા માંગો છો? તમે હિન્દુ છો, સનાતની છો એવું સાબિત નથી કરવાનું. મંદિર એ લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ‘હિન્દુઓના જ મંદિરો પાડીને શું ફાયદો?’ ભાજપે ધર્મના નામે જ મત માંગ્યા હતા. આજે પીએમ હોય કે સીએમ, બધા હિન્દુત્વ અને સનાતનના નામે જ સત્તા પર આવ્યા છે. તો પછી હિન્દુઓના જ મંદિરો પાડીને શું ફાયદો? જો તમારે કામ જ કરવું હોય તો રાજકોટમાં બીજા ઘણા સારા કામો છે, ત્યાં ધ્યાન આપો. મંદિરો પાછળ સમય ન બગાડો. આજે જો 5 લોકો જાગ્યા છે, તો કાલે 5 હજાર પણ જાગશે તો યાદ રાખજો, આજે તમારી સત્તા છે, પણ જનતા ધારે તો એ સત્તા ઉખેડી ફેંકતા વાર નહીં લાગે. ‘35-40 વર્ષ જૂનું મંદિર અને પ્રજાનો સાથ’ અમારું આ મંદિર મૌડી મેઈન રોડ પર, જ્યોતિ લાઈટ બિલની પાસે આવેલું છે. આ 35-40 વર્ષ જૂનું મંદિર છે. મંદિરમાં જે ડંકો છે એના પર પણ તારીખ લખેલી છે, જઈને વાંચી લેજો કે એ કેટલું જૂનું છે. જો આ મંદિરથી કોઈને નડતર હોત તો પ્રજા પોતે ફરિયાદ કરત. અહીંના દુકાનદારો જે 80-80 લાખની દુકાનો લઈને બેઠા છે, એ પણ કહે છે કે આ અમારો 'દાદો' છે. જો એમને નથી નડતું, તો સરકારને કેમ નડે છે?
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- ચીન સાથે શાનદાર ટ્રેડ ડીલ થઈ:બંને દેશોને ફાયદો થશે; બેઈજિંગમાં અંતિમ તબક્કાની બેઠક કરી
    Next Article
    પેટ્રોલ-ડીઝલ ₹3-3 પ્રતિ લિટર મોંઘા, સરકારનો ‘મિડનાઈટ શોક’:લોકો બોલ્યા- ચૂંટણી પત્યા પછી આ અપેક્ષિત જ હતું; 10 હજારના પગારમાં તેલનો ડબ્બો લાવવો કે પેટ્રોલ પુરાવવું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment