Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાયી સમિતિની બેઠકમાં 8 કામો એજન્ડા પર:મનપા દ્વારા દોઢ કરોડના ખર્ચે શ્વાનનું ખસીકરણ કરવામાં આવશે, પૂર્વ ઝોનમાં 12 અને પશ્ચિમ ઝોનમાં 14 ટોયલેટ બનાવાશે

    7 hours ago

    વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આગામી શુક્રવારના રોજ મળશે. આ બેઠકમાં 8 કામો એજન્ડા ઉપર મુકવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં રખડતા શ્વાનનું ખસીકરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. દોઢ કરોડના ખર્ચે આ ખસીકરણની કામગીરી કરવામાં આવશે. એક શ્વાનના ખસીકરણ પાછળ 2800 રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવશે. શહેરમાં 46 સ્થળોએ ટોયલેટ બનાવાશે શહેરમાં વધતી જતી વસ્તી અને શહેરી વિસ્તારના સતત થઈ રહેલા વિસ્તારને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ મહત્વના સ્થળોએ પે એન્ડ યુઝના ધોરણે અત્યાધુનિક ટોયલેટ બનાવવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 સસ્ટેનેબલ સેનિટેશન યોજના હેઠળ સિટી સેનિટેશન એક્શન પ્લાનના ભાગરૂપે આ સુવિધાઓ ઊભી કરવાનું આયોજન ઘડાયું છે. આ મિશન અંતર્ગત સમગ્ર શહેરમાં કુલ 46 જેટલા વ્યૂહાત્મક સ્થળો પસંદ કરવામાં આવ્યા છે, જ્યાં કુલ 452 સીટ ધરાવતા અત્યાધુનિક એસ્પિરેશનલ ટોયલેટ નિર્માણ પામશે. આ વ્યાપક પ્રોજેક્ટ માટે 11.30કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે, જે ગણતરી મુજબ પ્રતિ સીટ આશરે 2.50 લાખનો ખર્ચ દર્શાવે છે. કેન્દ્ર સરકારનો 26 ટકા અને રાજ્ય સરકારનો 16 ટકા હિસ્સો આ સમગ્ર યોજનાના નાણાકીય માળખામાં કેન્દ્ર સરકારનો હિસ્સો 26 ટકા અને રાજ્ય સરકારનો ફાળો 16 ટકા રહેશે, જ્યારે બાકીનો મોટાભાગનો એટલે કે ૫૮ ટકા ખર્ચ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાના સ્વભંડોળમાંથી વહન કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તેમના કુલ ફાળામાંથી પ્રથમ હપ્તા તરીકે ૨૫ ટકા લેખે રૂ.1.15 કરોડથી વધુની ગ્રાન્ટ મનપાને ફાળવી દેવામાં આવી છે. હાલના પ્રથમ તબક્કા હેઠળ પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં કુલ 26 એસ્પિરેશનલ ટોયલેટના નિર્માણ માટે આશરે રૂ.9.13 કરોડ (જીએસટી સિવાય)ના અંદાજિત ભાવપત્રકો મંજૂરી અર્થે સ્થાયી સમિતિ સમક્ષ સત્તાવાર રીતે રજૂ કરવામાં આવ્યા છે. 5 વર્ષ સંચાલન માટે દૈનિક નિભાવનો ખર્ચ ઝોન વાઇઝ કામગીરીની વિગતો જોઈએ તો પૂર્વ ઝોનમાં 12 અત્યાધુનિક ટોયલેટના નિર્માણ માટે વાર્ષિક ઈજારદાર યમુના ડેકોરેટર્સ દ્વારા અંદાજિત 4 કરોડના ટેન્ડર સામે 7.50 ટકા વધુ એટલે કે 4.30 કરોડ (GST સિવાય)નું ભાવપત્રક મુકાયું છે. તેવી જ રીતે પશ્ચિમ ઝોનમાં 14 અત્યાધુનિક ટોયલેટ ઊભા કરવા માટે ઇજારદાર એચ.કે. રામાણી દ્વારા અંદાજિત 4.50 કરોડના ખર્ચ સામે 7.50 ટકા ઊંચું એટલે કે 4.83 કરોડ (GST સિવાય)નું ભાવપત્રક રજૂ કરવામાં આવ્યું છે. આ નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ નાગરિકોને સુવિધાસભર સેવાઓ મળી રહે તે માટે આગામી પાંચ વર્ષ સુધી આ ટોયલેટ્સના સંચાલન અને દૈનિક નિભાવનો તમામ ખર્ચ પણ કોર્પોરેશને પોતાના સ્વભંડોળમાંથી જ ભોગવવાનો રહેશે.
    Click here to Read More
    Previous Article
    સગીરાનું મોત થયું તે પહેલા સાવકા બાપે દુષ્કર્મ આચર્યાનો ઘટસ્ફોટ:સુરતમાં 2 વર્ષ પહેલા થયેલા કુદરતી મોતના કેસમાં નવો વળાંક, DNA રિપોર્ટમાં આરોપીનો ભાંડો ફૂટ્યો
    Next Article
    કતારગામમાં 3 માસની ગર્ભવતી પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત:'સાસુ કામ બાબતે કહેતા પતિ મારઝૂડ કરતો', મરાઠીમાં લખેલી સુસાઈડ નોટ મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment