Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:‘સેવાનો શનિવાર’ ઝુંબેશ થકી વિદ્યાર્થીઓને આપ્યા શિક્ષણ સાથે સેવાના સંસ્કાર, 8 માસમાં 11 હજાર દર્દીને ગરમાગરમ ભોજન કરાવ્યું

    9 hours ago

    રાજકોટની જાણીતી શૈક્ષણિક સંસ્થા ગીતાંજલિ ગ્રૂપ દ્વારા છેલ્લા આઠ મહિનાથી એક એવી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેણે માનવતાની મહેક પ્રસરાવી છે. જૂનાગઢ ગિરનાર સાધના આશ્રમના ગુરુદેવ પુનિતઆચાર્યજી મહારાજની પ્રેરણાથી શરૂ થયેલો ‘સેવાનો શનિવાર’ આજે હજારો દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. વીકેન્ડ પાર્ટી નહીં, પણ વીકેન્ડ સેવાને જ મંત્ર બનાવી ગીતાંજલિ ગ્રૂપ દર શનિવારે સિવિલ હોસ્પિટલના દર્દીઓને પૂરી, શાક સહિતનું ભોજન કરાવે છે. ‘સેવાનો શનિવાર’ ઝુંબેશ થકી વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સેવાના સંસ્કાર આપ્યા છે અને 8 માસમાં 11 હજાર દર્દીને ગરમાગરમ ભોજન કરાવ્યું છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 8 મહિનાથી એક પણ શનિવાર ચૂક્યા વગર આ કાર્ય અવિરત ચાલી રહ્યું છે. દર શનિવારે અંદાજે 350થી 500 લોકો આ ભોજનનો લાભ લે છે. અત્યાર સુધીમાં અંદાજિત 11,000થી વધુ જરૂરિયાતમંદની જઠરાગ્નિને ઠારવાનું પુણ્યશાળી કામ આ સંસ્થાએ કર્યું છે. જ્યારે સમાજમાં સ્વાર્થનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે નિઃસ્વાર્થ ભાવે દર્દીઓની જઠરાગ્નિ ઠારવાનું આ કાર્ય સાચા અર્થમાં ‘પરમાર્થ’ છે. ગીતાંજલિ ગ્રૂપની આ પહેલ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ એક દીવાદાંડી સમાન છે. ફંડ-ફાળો નહીં, માત્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓનું સમર્પણ આ ઝુંબેશની સૌથી વિશિષ્ટ બાબત એ છે કે, આ કાર્ય માટે કોઈપણ બહારની વ્યક્તિ કે સંસ્થા પાસેથી ફંડ-ફાળો લેવામાં આવતો નથી. ગીતાંજલિ ગ્રૂપના ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફ તેમજ NCCના કેડેટ્સ પોતાની સ્વેચ્છાએ અને આર્થિક સહયોગથી આ સેવાયજ્ઞને જીવંત રાખી રહ્યા છે. શૈક્ષણિક સંસ્થા હોવાને નાતે અહીં માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પણ વાસ્તવિક જીવનના પાઠ ભણાવવામાં આવે છે. શિક્ષણ સાથે સંસ્કારનું વાવેતર : ટીમવર્કની ભાવના કેળવાય છે 1) યુવા પેઢીનું ઘડતર : વિદ્યાર્થીઓ જ્યારે નાની ઉંમરે આવી પ્રવૃત્તિમાં જોડાય છે, ત્યારે તેમનામાં સંવેદનશીલતા અને માનવ કલ્યાણના સંસ્કારો રોપાય છે. 2) ભવિષ્યના દાનવીર : આજે સેવાનું કામ જોઈને અને કરી રહેલા વિદ્યાર્થીઓ જ્યારે ભવિષ્યમાં કમાણી કરતા થશે, ત્યારે તેમના મનમાં સમાજને કંઈક પાછું આપવાની (Give Back to Society) ભાવના પ્રબળ રહેશે. 3) ટીમવર્ક : NCC કેડેટ્સમાં શિસ્તની સાથે સેવાની ભાવનાનો વિકાસ થાય છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર બ્રેકિંગ:રાજકોટમાં યોજાશે એશિયાનો સૌથી મોટો દેશી ગીર અને કાંકરેજ ગાયનો શો
    Next Article
    2024 Sambhal violence | ‘Police report inconsistent with medical reports… raised suspicion’: Why court ordered FIR against cop

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment