Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફલ્લા સેક્શનના 8 ગામના ખેડૂતોએ સિંચાઈના પાણીની માંગ કરી:ઉંડ-1 સિંચાઈ યોજનાની કેનાલમાં પાણી છોડવા કલેક્ટરને આવેદન આપ્યું

    1 day ago

    જામનગરના ઉંડ-1 સિંચાઈ યોજનાની ડાબા કાંઠાની કેનાલના ફલ્લા સેક્શન હેઠળ આવતા ગામોમાં હાલ વરસાદ ઓછો છે. આથી ખેડૂતોને સિંચાઈના પાણીની તાત્કાલિક જરૂર છે. વાવડી ગ્રામ પંચાયત સહિત ફલ્લા સેક્શનના ગામોના ખેડૂતોએ જામનગર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. તેમણે કેનાલમાં સિંચાઈનું પાણી છોડવાની માંગ કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, ફલ્લા સેક્શન હેઠળ સોયલ, નથુવડલા, મજોઠ, આણંદા, નેસડા, વાવડી, લીંબુડા અને હડીયાણા જેવા ગામો આવે છે. આ ગામોના ડેમો અને નાના ચેકડેમોમાં પૂરતું પાણી નથી. આ કારણે ખેડૂતોને ખેતી માટે સિંચાઈના પાણીની તાત્કાલિક જરૂરિયાત છે. ખેડૂતોના ભલા માટે સૌની યોજના અથવા ઉપલબ્ધ ડેમમાંથી તાત્કાલિક પાણી છોડવાની માંગ કરવામાં આવી છે. જેથી જરૂરિયાત મુજબ ખેતરો સુધી સિંચાઈનું પાણી પહોંચાડી શકાય. છેલ્લા લગભગ 15 દિવસથી જામવંથલી સેક્શનમાં સૌની યોજનાની એરવાલ ખોલીને કેનાલમાં પાણી છોડાયું છે. ઉપરાંત, જામવંથલી સેક્શનના ગામોમાં તાજેતરમાં સારો વરસાદ થયો છે. ત્યાં ઘણા નાના ચેકડેમો ભરાઈ ગયા છે અને ખેતરોમાં હાલ સિંચાઈના પાણીની જરૂર ઓછી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, જ્યાં હાલ પાણીની તાત્કાલિક જરૂર નથી, તે વિસ્તારની માઇનોર કેનાલો હાલ પૂરતી બંધ કરી શકાય. આ પાણી ફલ્લા સેક્શનના ગામોમાં પહોંચાડવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતોને ઘણો ફાયદો થશે, તેમ રજૂઆતમાં કહેવાયું છે. ફલ્લા સેક્શનના તમામ ગામોની રજૂઆત ધ્યાને લઈ તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવામાં આવે. પાણી છોડવાની કામગીરી દરમિયાન કોઈ અડચણ ન આવે તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત આપવાની પણ માંગ કરાઈ છે. આ રજૂઆતની નકલ ઉંડ-1 સિંચાઈ યોજનાના કાર્યપાલક ઇજનેર, સાંસદ પૂનમબેન માડમ, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ અને કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડાને પણ મોકલવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મેઘનાગામ ગ્રામ પંચાયતમાં તલાટીના દફતરની તપાસ કરાઈ:લાલપુર મામલતદારે મુલાકાત લઈ વહીવટી કામગીરીની સમીક્ષા કરી, માર્ગદર્શન આપ્યું
    Next Article
    168 હજાર કિલો ટન પ્લાસ્ટિક કચરો જોઇ નવા બોક્સનો વિચાર:પહેલીવાર જુઓ સોમનાથના નવાં પ્રસાદ બોક્સ, દેશના મોટા 28 મંદિરોના પ્રસાદ પેકિંગનું રિસર્ચ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment