Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વેપારીઓ સામે મનપાની લાલ આંખ:79 દુકાનદારો પાસેથી 100 કિલો પ્લાસ્ટિક જપ્ત, પ્લાસ્ટિક વાપરતા અને ગંદકી ફેલાવતા વેપારીઓ પાસેથી રૂ.80,550 નો દંડ વસૂલાયો

    6 hours ago

    પર્યાવરણને ખૂબ જ હાનિ પહોંચાડતા 50 માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે છતાં ભાવનગરમાં તેનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, જેને લઈ આજરોજ મનપા કમિશનરે પ્લાસ્ટિક ચેકીંગ ડ્રાઇવમાં જુદી જુદી જગ્યાએ થી 79 આસામીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 100 કિલોથી વધુ જથ્થો ઝડપાયા હતો અને દંડ પણ ફટકાર્યો હતો. વેપારીઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ખરીદીને ગ્રાહકોને ઝબલા આપવામાં આવે છે. આ મામલે કોર્પોરેશન દ્વારા લગાતાર કાર્યવાહી ચાલી રહી છે છતાં વેપારીઓ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનું નામ નથી લેતા જેના ભાગરૂપે આજે પ્લાસ્ટિક સંદર્ભે ડ્રાઈવ ગોઠવીને ભાવનગરમાં જુદી જુદી જગ્યાએ પ્લાસ્ટિક ડ્રાઈવ કરી કુલ 79 આસામીઓ પાસેથી અંદાજિત 100.5 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરીને કુલ રૂપિયા 65,500 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તેમજ ડસ્ટબીન નહીં રાખતા અને કચરો જ્યાં તા ફેંકીને થૂંકીને ગંદકી ફેલાવતા કુલ 53 આસામીઓને દંડ કરીને 15,050 નો દંડ વસૂલ કરવામાં આવેલ આમ આજરોજ કુલ 132 પાસેથી રૂપિયા 80,550 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આમ, શહેરીજનોને શહેરની સ્વચ્છતા જાળવવા અને શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીને કાપડની થેલી, ઇકો ફ્રેન્ડલી અથવા બાયોડીગ્રેડેબલ બેગનો ઉપયોગ કરવા તેમજ કચરો ગમે તે જગ્યાએ નહીં નાખીને ડશબીન તેમજ ટેમ્પલ બેલમાં જ નાખવા માટે મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ICC વનડે વર્લ્ડ કપ 2027નું શિડ્યૂલ જાહેર:10 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન ટકરાશે; 7 ઑક્ટોબરે કાંગારૂઓ સામે ટીમ ઇન્ડિયાની પહેલી મેચ
    Next Article
    Three-Year-Olds Take As Many As 30,000 Steps Per Day, New Study Finds

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment