Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરેન્દ્ર સંઘાત મોરબી સિરામિક એસો.ના પ્રમુખ બન્યા:વોલ ટાઇલ્સ ડિવિઝનની ચૂંટણીમાં 79 મત સાથે વિજય, 100 % મતદાન થયું

    1 week ago

    મોરબી સિરામિક એસોસિએશનના વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં નરેન્દ્ર સંઘાત વિજેતા બન્યા છે. તેમને કુલ 79 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં સિરામિક ઉદ્યોગકારો દ્વારા 100 ટકા મતદાન નોંધાયું હતું. વોલ ટાઇલ્સ ડિવિઝનના વર્તમાન પ્રમુખ હરેશ બોપલિયાની બે ટર્મ (ચાર વર્ષ) પૂરી થઈ રહી હતી. તેમની ટર્મ 31 માર્ચના રોજ સમાપ્ત થતી હોવાથી નવા પ્રમુખની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રમુખ પદ માટે ત્રણ કારખાનેદારોએ દાવેદારી નોંધાવી હતી. કેવલ સંઘાણી, નરેન્દ્ર સંઘાત અને કાંતિ સીતાપરા. ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા રૂબરૂ, સોશિયલ મીડિયા અને ફોન દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો. 21 માર્ચના રોજ ચૂંટણી યોજાઈ હતી. વોલ ટાઇલ્સ ડિવિઝનના કુલ 161 સભ્યોએ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું હતું. મત ગણતરી બાદ નરેન્દ્ર સંઘાતને 79 મત, કાંતિ સીતાપરાને 53 મત અને કેવલ સંઘાણીને 29 મત મળ્યા હતા. ચૂંટણી અધિકારી મણિભાઈએ નરેન્દ્ર સંઘાતને વિજેતા જાહેર કર્યા હતા. વિજય બાદ નરેન્દ્ર સંઘાતે જણાવ્યું હતું કે, તેઓ સિરામિક ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકો માટે તેમજ ઉદ્યોગ માટે પાણી અને વીજળીના પ્રશ્નો ઉકેલવાને પ્રાધાન્ય આપશે. તેઓ અન્ય ડિવિઝનના પ્રમુખો અને ઉદ્યોગકારોને સાથે રાખીને સિરામિક ટ્રેડને વધુ ફાયદો થાય તે દિશામાં કામગીરી કરશે.
    Click here to Read More
    Previous Article
    PM Modi speaks with Iranian President on Eid, Nowruz: ‘Condemned attacks on critical infrastructure in the region’
    Next Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:બોપલ PSI બેફામ બન્યા, ઓવૈસીની પાર્ટીનું UCC સામે આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment