Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારડીમાં ધોળા દિવસે ઘરફોડ ચોરી કરનાર તસ્કર ઝડપાયો:ગણતરીના કલાકોમાં પોલીસે રીઢા ગુનેગારને ઝડપી રૂ. 7.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    8 hours ago

    વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓરવાડ ગામમાં ધોળા દિવસે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચે (LCB) ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે રૂ. 7.84 લાખથી વધુના સોના-ચાંદીના દાગીના અને રોકડ સાથે એક રીઢા ગુનેગારની ધરપકડ કરી છે. ગત 1 મે, 2026ના રોજ પારડીના ઓરવાડ ગામે આવેલી સાંઈ રેસીડેન્સીમાં એક બંધ ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું. અજાણ્યા તસ્કરે દિવસના સમયે ઘરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બેડરૂમના કબાટનું લોકર તોડી સોનાના દાગીના સહિત આશરે રૂ. 1.80 લાખની મત્તાની ચોરી કરી હતી. આ અંગે પારડી પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ 331(3) અને 305(એ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વલસાડ SP યુવરાજસિંહ જાડેજાની સૂચનાથી LCB PI એ યુ રોજના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ અને આજુબાજુના CCTV ફૂટેજ મેળવી ટેકનિકલ એનાલીસીસ હાથ ધર્યું હતું. બાતમીદાર તરફથી મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે વાપીના છીરી વિસ્તારમાંથી જય લલીત વાઘેલા (ઉંમર 22) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી બનાસકાંઠાનો રહેવાસી છે. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલો કુલ રૂ. 7,84,342નો મુદ્દામાલ રિકવર કર્યો છે. જેમાં 55.09 ગ્રામ સોનાના દાગીના (કિંમત ₹7,30,863), 221.17 ગ્રામ ચાંદીના દાગીના/સિક્કા (કિંમત ₹48,479), ₹5,000 રોકડ રકમ અને ચોરીમાં વપરાયેલ લોખંડનો સળીયો સામેલ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલો આરોપી જય વાઘેલા રીઢો તસ્કર છે. તેની વિરુદ્ધ અગાઉ પણ ડુંગરા (2025), ભિલાડ (2025), ઉમરગામ (2025) અને સુરત શહેરના સચીન પોલીસ સ્ટેશન (2026) માં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. વલસાડ LCB અને પારડી પોલીસની સંયુક્ત ટીમે આ સફળ કામગીરી કરીને આરોપીને આગળની તપાસ માટે પારડી પોલીસને સોંપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળને TMCની ‘મમતા’ પૂરી, મોદીમય બન્યું:મમતાને હજુ આશા, કહ્યું- અમે જ જીતીશું, દીદીના ઘરની બહાર જય શ્રીરામના નારા; આસનસોલમાં TMC ઓફિસમાં તોડફોડ
    Next Article
    અમદાવાદમાં પાર્કિંગ બાબતે યુવકની હત્યા:માધવપુરમાં ચાર શખસોએ ભેગા મળી યુવકનું ઢીમ ઢાળી દીધું, માતાએ રડતા રડતા કહ્યું- 'મારે ન્યાય જોઈએ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment