Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનુકુલ રોયને પાછળ દોડીને જબરદસ્ત કેચ:રોહિત શર્મા 78 રન બનાવીને આઉટ, વૈભવ અરોરાએ 148 રનની ઓપનિંગ પાર્ટનરશીપ તોડી

    15 hours ago

    IPLની બીજી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સ માટે 221 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. મુંબઈએ વાનખેડે સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું. કોલકાતાએ 4 વિકેટ ગુમાવીને 220 રન બનાવ્યા. કેપ્ટન અજિંક્ય રહાણેએ 67 રન અને અંગક્રિશ રઘુવંશીએ 51 રન બનાવ્યા. મુંબઈ તરફથી શાર્દૂલ ઠાકુરે 3 વિકેટ લીધી. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રાયન રિકેલટન અને સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર છે. મુંબઈ ઈન્ડિયન્સનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા 78 રનની શાનદાર ઈનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો છે. અનુકુલ રોયે દોડીને તેનો એક અદ્ભુત કેચ પકડ્યો હતો. રોહિતે રાયન રિકેલટન સાથે મળીને પ્રથમ વિકેટ માટે 148 રનની વિશાળ ભાગીદારી નોંધાવી મુંબઈને મજબૂત સ્થિતિમાં લાવી દીધું છે. રોહિતના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગ કરવા મેદાનમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તે ફિલ્ડિંગ દરમિયાન પ્લેઇંગ-11નો ભાગ નહોતો. બીજી તરફ, કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણે ઈજાગ્રસ્ત થઈને મેદાનની બહાર જતા રહ્યો છે અને તેની જગ્યાએ રિંકુ સિંહ કેપ્ટનશીપ કરી રહ્યો છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 મુંબઈ ઈન્ડિયન્સ (MI): હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, રાયન રિકેલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, શેરફન રધરફોર્ડ, નમન ધીર, શાર્દૂલ ઠાકુર, મયંક માર્કંડે, અલ્લાહ ગઝનફર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ. ઇમ્પેક્ટ પ્લેયર્સ: સૂર્યકુમાર યાદવ, કોર્બિન બૉશ, રોબિન મિંઝ, રાજ બાવા, અશ્વની કુમાર. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, કેમરૂન ગ્રીન, અંગક્રિષ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકૂલ રોય, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા અને બ્લેસિંગ મુઝરબાની. ઇમ્પેક્ટ પ્લેયર્સ: મનીષ પાંડે, રોવમન પોવેલ, કાર્તિક ત્યાગી, સૌરભ દુબે, તેજસ્વી દહિયા.
    Click here to Read More
    Previous Article
    Actor Rahul Arunoday Banerjee dies after drowning near Digha
    Next Article
    IPL 2026 Live Score, MI vs KKR LIVE Cricket Score: Ryan Rickelton falls for 81 for Mumbai vs Kolkata at Wankhede

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment