Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળમાં ફસાયેલા ગુજરાતની વ્હારે રાજ્ય સરકાર:વડોદરામાં 7778826034 અને રાજકોટમાં 1077 અથવા 0281 2471573 હેલ્પ લાઈન નંબર સંપર્ક કરવો

    1 day ago

    નેપાળ અને તિબેટ ક્ષેત્રમાં આવેલા વિનાશક ભૂકંપના કારણે સર્જાયેલી ફ્લડની પરિસ્થિતિને પગલે મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે. આ કુદરતી આપદાના કારણે નેપાળમાં ભારે અફરાતફરી સર્જાઈ છે, જેમાં અનેક લોકો લાપતા થયા છે, ત્યારે વિદેશ મંત્રાલય દ્વારા મળતી પ્રારંભિક વિગતો મુજબ 100થી વધુ ભારતીયો ફસાયા હોવાના એહેવાલ મળ્યા છે. જેને લઈને વડોદરા જિલ્લા અને રાજકોટ જિલ્લાના ફસાયેલા નાગરિકોની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. વડોદરાના અસરગ્રસ્ત પરિવારો અને તેમના સગા-સંબંધીઓ હેલ્પલાઇન નંબર 7778826034 અને રાજકોટ જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1077 અથવા 0281 2471573 પર તાત્કાલિક સંપર્ક કરવો. 100થી વધુ ભારતીય લાપતા આ આપત્તિના સમયે કૈલાશ માનસરોવર યાત્રા અર્થે ગયેલા તેમજ નેપાળના વિવિધ પ્રવાસી સ્થળોએ હાજર રહેલા મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ત્યાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. વિદેશ મંત્રાલય દ્વારા મળતી પ્રારંભિક વિગતો મુજબ 100થી વધુ ભારતીયો ફસાયા હોવાના અધિકૃત અહેવાલ મળ્યા છે, જોકે રાજ્યવાર ફસાયેલા લોકોનું ચોક્કસ વર્ગીકરણ કરવાની કામગીરી હાલ પ્રક્રિયા હેઠળ છે. વડોદરાના સાંસદ કાર્યાલય દ્વારા હેલ્પ સેન્ટર આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા લોકસભા વિસ્તારના નાગરિકોની સુરક્ષા અને સહાય માટે વિશેષ પહેલ કરવામાં આવી છે. વડોદરા સાંસદ કાર્યાલય દ્વારા એક વિશેષ હેલ્પસેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, જેથી વડોદરાના ફસાયેલા યાત્રાળુઓની ત્વરિત માહિતી મેળવી શકાય. અસરગ્રસ્ત પરિવારો અને તેમના સગા-સંબંધીઓ હેલ્પલાઇન નંબર 7778826034 પર નિર્ધારિત ફોર્મેટ મુજબ જરૂરી માહિતી મોકલી શકે છે. આ પ્રાપ્ત થયેલી વિગતો તાત્કાલિક ધોરણે ભારતીય વિદેશ મંત્રાલય તેમજ ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલય (CMO) સુધી પહોંચાડીને ફસાયેલા નાગરિકોને ઝડપી અને શક્ય તમામ તબીબી તથા રાહત સહાય પૂરી પાડવામાં આવશે. વડોદરાના નાગરિકો છે કે કેમ તેના ઉપર નજર તમામ નાગરિકો અને અસરગ્રસ્તોના પરિવારજનોને વિનંતી કરવામાં આવે છે કે આપત્તિ વ્યવસ્થાપન અને બચાવ કામગીરી સંબંધિત અધિકૃત અને તાજી માહિતી મેળવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર ભારતીય દૂતાવાસના સત્તાવાર હેન્ડલ @IndiaInNepal ને ફોલો કરે, જ્યાં સમયાંતરે સ્થિતિ અંગેની તમામ અપડેટ્સ શેર કરવામાં આવી રહી છે. રાજકોટ કલેકટર કચેરીએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના ડિસ્ટ્રિક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) દ્વારા રાજકોટ જિલ્લાના નાગરિકોની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, જો તેમના પરિવારજનો, સગા-સંબંધીઓ કે પરિચિતોમાંથી કોઈ વ્યક્તિ નેપાળમાં ફસાયેલા હોય, ગુમ થયેલા હોય, જાનમાલનું નુકસાન થયેલ હોય અથવા કોઈ પણ પ્રકારની તાત્કાલિક સહાયની જરૂરિયાત હોય તો જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1077 અથવા 0281 2471573 પર તાત્કાલિક સંપર્ક કરવો. આ ઉપરાંત નેપાળમાં પૂરની પરિસ્થિતિથી અસરગ્રસ્ત ભારતીય નાગરિકોને સહાય અને માહિતી મળી રહે તે માટે નેપાળના ઇમરજન્સી સંપર્ક નંબરો +977 985 131 6807 અને +977 970 910 7500 પર પણ સંપર્ક કરી શકાય છે. આ નંબરો પર વોટ્સએપ મારફતે પણ જાણ કરી શકાશે.
    Click here to Read More
    Previous Article
    In Beijing Talks, India, China Explore 'Early Harvest' Approach On Border Row
    Next Article
    Fisherman Booked For Hunting Gangetic Dolphin in Bihar's Kosi River, Planned to Extract Oil

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment