Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ‘હરિત ઘર - સ્વસ્થ સમાજ’ અભિયાનનો પ્રારંભ:પીએમ મોદીના 76મા જન્મદિને 76,000 કિચન ગાર્ડન છોડ વાવવાથી બન્યો વર્લ્ડ રેકોર્ડ

    7 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ ખાતે વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત 'હરિત ઘર - સ્વસ્થ સમાજ' અભિયાનનો શુભારંભ થયો છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વમાં દેશે વિકાસનો સ્વાદ ચાખી લીધો છે, જેના કારણે આજે પણ દેશના નાગરિકોને તેમના પર અદમ્ય વિશ્વાસ છે. અશક્યને શક્ય કરવાની વડાપ્રધાનની ક્ષમતાને કારણે સમગ્ર વિશ્વ આજે ભારત પર ભરોસો મૂકી રહ્યું છે. વૈશ્વિક સ્તરે પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં ભારતનું અર્થતંત્ર જે ઝડપે આગળ વધી રહ્યું છે તેની નોંધ આખી દુનિયા લઈ રહી છે. બ્રિક્સ સંમેલનમાં ભારતનો વધતો પ્રભાવ એ આ વાતની સાબિતી છે. ગુજરાતના વિકાસની પ્રગતિગાથા અને MSME ક્ષેત્રની ક્રાંતિ વર્ષ 1960માં મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાતના વિકાસ સામે અનેક સવાલો હતા. પરંતુ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે રાજ્યની ધૂરા સંભાળ્યા પછી ગુજરાતનો સાર્વત્રિક વિકાસ થયો છે. આજે રાજ્યના દરેક ક્ષેત્રમાં અને નાગરિકના જીવનમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાનની દૂરંદેશીના પરિણામે જ આજે ગિફ્ટ સિટી (GIFT City) વૈશ્વિક ફાઇનાન્શિયલ હબ બન્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના કારણે આજે ગુજરાત વૈશ્વિક મૂડીરોકાણમાં દેશમાં અગ્રેસર છે. વિશ્વની ટોચની 500 કંપનીઓમાંથી 100 કંપનીઓ આજે ગુજરાતમાં કાર્યરત છે. વર્ષ 2001માં રાજ્યમાં માત્ર 1,85,000 નાની ઇન્ડસ્ટ્રીઝ હતી, જેની સામે આજે 27 લાખથી વધુ MSME ક્ષેત્રો ધમધમી રહ્યા છે અને લાખો લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે. પર્યાવરણ સંરક્ષણ અને કિચન ગાર્ડનનો વર્લ્ડ રેકોર્ડ વિકાસની સાથે પર્યાવરણ જતન પર ભાર મૂકતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાને ‘મિશન લાઇફ’, ‘કેચ ધ રેઇન’, ‘એક પેડ મા કે નામ’ અને પ્રાકૃતિક ખેતી જેવાં અભિયાનો આપીને પર્યાવરણ સુરક્ષાને જનઆંદોલન બનાવ્યું છે. વિશ્વ ગુજરાતી સમાજનું 'હરિત ઘર - સ્વસ્થ સમાજ' અભિયાન પણ તે દિશાનો પ્રશંસનીય પ્રયાસ છે. લોકો ઘરમાં શાકભાજી ઉગાડશે તો પર્યાવરણ અને વિકાસ પ્રત્યેની તેમની સમજ વધુ સ્પષ્ટ થશે. વડાપ્રધાનના 76મા જન્મદિવસ નિમિત્તે 76,000 કિચન ગાર્ડનના છોડ વિતરણ કરવાના સંકલ્પ બદલ ‘ગોલ્ડન બુક ઑફ રેકોર્ડ’ દ્વારા સંસ્થાને વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ગુજરાતી પ્રતિભાઓનું સન્માન અને સ્ટાર્ટઅપ્સની મુલાકાત આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર ગુજરાતીઓ સર્વશ્રી રંગદત્ત જોશી, વિજય ડોબરિયા અને સોહિલ પટેલનું મુખ્યમંત્રીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પર્યાવરણ રક્ષણ માટે કાર્યરત 35 જેટલા યુવા સ્ટાર્ટઅપ્સના ઉત્પાદનો અને સેવાઓના પ્રદર્શન-વેચાણ સ્ટોલ્સની મુલાકાત લઈ મુખ્યમંત્રીએ યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. અગ્રણીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિ કાર્યક્રમમાં વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ ભાવેશ લાખાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને મહામંત્રી સુધિર રાવલે અભિયાનની વિગતો રજૂ કરી હતી. આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા અને અમદાવાદના મેયર હિતેશ બારોટ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ધારાસભ્યો અમિત શાહ, અમિત ઠાકર, કૌશિક જૈન, સંસ્થાના પૂર્વ પ્રમુખ ગોરધનભાઈ પટેલ, મહેન્દ્ર શાહ, મનીષ શર્મા, બિપીન સોની સહિત મોટી સંખ્યામાં પર્યાવરણપ્રેમી યુવાનો અને નાગરિકો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નબીપુર પોલીસ સ્ટેશનનું રેન્જ IG સંદીપસિંઘે કર્યું ઇન્સ્પેક્શન:ભરૂચ SP અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ હાજર રહ્યા
    Next Article
    Ahmedabad KD Hospital | અમદાવાદની કેડી હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ | Joint Replacement| Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment