Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારામાં પીએમ મોદીના 76માં જન્મદિવસની ઉજવણી:7600 ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવી મહાઆરતી કરાઈ, શ્રીરામ તળાવ ગાર્ડન દીવડાઓની રોશનીથી ઝગમગ્યું

    14 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ તેમજ તેમના જાહેર જીવનમાં જનસેવા અને રાષ્ટ્રસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે વ્યારા ખાતે ભવ્ય ‘આશીર્વાદનો દીપ’ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીરામ તળાવ ગાર્ડન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 7600 દીપથી સર્જાયું મનમોહક દૃશ્ય વ્યારા નગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં હજારો નાગરિકોએ મળીને 7600 ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવ્યા હતા. સાંજના સમયે એકસાથે પ્રગટાવવામાં આવેલા દીવડાઓથી સમગ્ર શ્રીરામ તળાવ ગાર્ડન રોશનીથી ઝગમગી ઊઠ્યું હતું. નાગરિકોએ 25 વર્ષના જાહેર જીવનને ઉજાગર કરવા માટે દીપની માનવસાંકળ રચી હતી. મોબાઈલ ટોર્ચથી પણ અદ્ભુત નજારો સર્જાયો કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ મોબાઈલ ફોનની ટોર્ચ પ્રગટાવીને પણ અદ્ભુત દૃશ્ય સર્જ્યું હતું. આ પ્રસંગે સૌએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દીર્ઘાયુ તથા સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ‘સેવા સંકલ્પ અભિયાન’ની શરૂઆત આ કાર્યક્રમ દરમિયાન રાજ્યભરમાં એક મહિના સુધી ચાલનારા ‘સેવા સંકલ્પ અભિયાન’ની પણ વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. અધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિ કાર્યક્રમમાં જિલ્લા અગ્રણી સુરજભાઈ વસાવા, વ્યારા નગરપાલિકા પ્રમુખ ડૉ. પ્રિયા પટેલ, જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી, પોલીસવડા જે. એન. દેસાઈ, પ્રાયોજના વહીવટદાર રાજેશકુમાર મૌર્ય અને નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડ સહિત સ્થાનિક હોદ્દેદારો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    Ground Report ।વિદાય પહેલા વરસાદનું વળતું જોર । Heavy Rain | Saurashtra |Gujarat Rain | Monsoon
    Next Article
    સાળંગપુરમાં પીએમ મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી:11,111 દીવડાઓની ઝગમગાહટ વચ્ચે ભવ્ય સમૂહ સંધ્યા આરતી, સંતો-હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment