Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં પીએમ મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ભવ્ય દીપોત્સવ:ઉજ્જૈનના પંડિતોએ નર્મદા કિનારે ભવ્ય મહાઆરતી કરી, 76 નાવડીઓના સથવારે નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ

    7 hours ago

    ભરૂચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ભવ્ય દીપોત્સવ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સેવા સંકલ્પ અભિયાન-2026’ અંતર્ગત ઝાડેશ્વર સ્થિત ગાયત્રી મંદિર નજીક નર્મદા નદીના પવિત્ર કિનારે યોજાયેલા કાર્યક્રમમાં હજારો દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. નર્મદા મૈયાની મહાઆરતી અને દીવડાઓના ઝગમગતા પ્રકાશથી સમગ્ર નર્મદા કિનારો ભક્તિમય બની ઉઠ્યો હતો. ‘આશીર્વાદનો દીવડો’ પ્રગટાવી દીપોત્સવની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘આશીર્વાદનો દીવડો’ પ્રગટાવી દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નર્મદા કિનારે હજારો દીવડાઓ પ્રગટાવી મહાઆરતી યોજાઈ હતી. ઉજ્જૈનથી ખાસ આવેલા પંડિતો દ્વારા વૈદિક વિધિ સાથે નર્મદા મૈયાની મહાઆરતી કરવામાં આવી હતી. 76 નાવડીઓથી નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા, સમર્પણ અને સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા કાર્યક્રમમાં નર્મદા નદીમાં 76 નાવડીઓના સથવારે નર્મદા મૈયાને ભાવપૂર્વક ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય અને સુખાકારી તેમજ દેશના વિકાસ માટે વિશેષ પ્રાર્થના અને યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. ભાજપના નેતાઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે રાજ્ય સરકારના જળ અને સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી અને રિતેશ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવહાણે, રેન્જ આઈજી સંદીપસિંહ, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અને જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, ભાજપ જિલ્લા મહામંત્રી પરેશ પટેલ અને જિગ્નેશ મિસ્ત્રી, પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા, ભરતસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકરો, મહિલાઓ અને જિલ્લાના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દીવડાઓની રોશનીથી નર્મદા કિનારો ઝળહળી ઉઠ્યો દીપોત્સવના કારણે નર્મદા કિનારો દીવડાઓની રોશનીથી સજી ઉઠ્યો હતો. એક તરફ નર્મદા મૈયાની ભવ્ય મહાઆરતી અને બીજી તરફ હજારો દીવડાઓનો ઝળહળતો પ્રકાશ જોવા મળ્યો હતો. જેના કારણે સમગ્ર વાતાવરણમાં ભક્તિ અને ઉત્સવનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓ કાર્યક્રમને લઈને SDM મનીષા મનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી, DYSP સી.કે. પટેલ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના વહીવટી અધિકારીઓ દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન નર્મદા કિનારે સુરક્ષા, વ્યવસ્થા અને મુલાકાતીઓની સુવિધાને લઈને તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટણ HNGUમાં PM મોદીના જન્મદિવસ પર 'આશીર્વાદનો દીવો' કાર્યક્રમ:“એક દીવો આશીર્વાદનો-એક સંકલ્પ રાષ્ટ્રસેવાનો” થીમ પર વિદ્યાર્થીઓ-કર્મચારીઓએ દીવા પ્રગટાવી શ્રીરામની આરતી કરી
    Next Article
    મહિસાગરમાં PM મોદીના જન્મદિવસ પર દીપોત્સવ અને મહાઆરતી:કલેક્ટરે લુણેશ્વર મહાદેવ મંદિરે દીપ પ્રગટાવી અભિયાનમાં ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment