Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પનામામાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ, 400 ઇમારતોને નુકસાન:18 કલાકમાં વધુ 100 આંચકા આવ્યા, 9 દેશોમાં સુનામીની ચેતવણી જાહેર

    21 hours ago

    પનામામાં શુક્રવાર બપોરે આવેલા 7.6 તીવ્રતાના ભૂકંપથી ભારે નુકસાન થયું. અત્યાર સુધીમાં 27 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ભૂકંપનું કેન્દ્ર રાજધાની પનામા સિટીથી આશરે 200 કિલોમીટર દૂર અઝુએરો દ્વીપકલ્પ નજીક હતું. ભૂકંપ બાદ 18 કલાકમાં 100થી વધુ આફ્ટરશોક એટલે કે નાના આંચકા અનુભવાયા. 400થી વધુ ઇમારતોને નુકસાન થયું. ભયના કારણે લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળી આવ્યા. ભૂકંપ બાદ સુનામીના ખતરાને ધ્યાનમાં રાખીને 9 દેશોએ ચેતવણી જાહેર કરી હતી. જોકે, થોડા કલાકો બાદ તેને પાછી ખેંચી લેવામાં આવી. વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવા અને નબળી ઇમારતોથી દૂર રહેવાની સલાહ આપી. પનામામાં આવેલા ભૂકંપ સાથે જોડાયેલી 4 તસવીરો ચર્ચનો ઘંટમિનાર ધરાશાયી થયો, રસ્તાઓ પર તિરાડો પડી પનામાની નાગરિક સુરક્ષા એજન્સી મુજબ, વેરાગુઆસ, હેરેરા અને લોસ સાન્તોસ સહિતના અનેક પ્રાંતોમાં નુકસાન થયું છે. પેનનોમે શહેરમાં એક ચર્ચનો ઘંટમિનાર ધરાશાયી થયો અને અનેક ઇમારતોને નુકસાન થયું. વેરાગુઆસમાં રસ્તાઓ પર તિરાડો પડ્યાના અહેવાલો પણ સામે આવ્યા છે. નાગરિક સુરક્ષા સેવાના અધિકારી મુજબ, અનેક લોકો ઘાયલ થયા છે. તેમાં પેનનોમેમાં કાટમાળની અડફેટે આવવાથી ઘાયલ થયેલી એક વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. 9 દેશોમાં સુનામીનું એલર્ટ જાહેર, થોડા કલાકો બાદ પાછું ખેંચાયું ભૂકંપ બાદ મધ્ય અને દક્ષિણ અમેરિકાના અનેક દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું. પનામા, કોસ્ટા રિકા, અલ સલ્વાડોર, પેરુ, મેક્સિકો, ગ્વાટેમાલા, નિકારાગુઆ, કોલંબિયા અને ઇક્વાડોરના દરિયાકાંઠાના વિસ્તારોમાં સંભવિત જોખમની ચેતવણી આપવામાં આવી. એસોસિએટેડ પ્રેસ (AP) મુજબ, બાદમાં પનામા, કોલંબિયા, ઇક્વાડોર, નિકારાગુઆ અને ગ્વાટેમાલાના દરિયાકાંઠા માટેની સુનામીની ચેતવણી હટાવી લેવામાં આવી. અલ સલ્વાડોર અને ચિલીના ઈસ્ટર આઇલેન્ડ માટે જાહેર કરાયેલ એલર્ટ પણ હટાવી લેવામાં આવ્યા. પનામા યુનિવર્સિટીના નેસ્ટર લુકેએ જણાવ્યું કે ઇસ્લા કાનાસ અને લોસ સાન્તોસના દક્ષિણ કાંઠા નજીક 1થી 3 મીટર ઊંચાં મોજાં ઊઠવાની આશંકા હતી. ઇસ્લા કાનાસમાં સમુદ્રનું પાણી કેટલાક ઘરો સુધી પહોંચી ગયાના અહેવાલો પણ સામે આવ્યા. બે મેટ્રો લાઇનો સાથે એરપોર્ટ પણ કેટલાક કલાકો સુધી બંધ રહ્યો ભૂકંપ બાદ તપાસ માટે રાજધાનીની બે મેટ્રો લાઇનો બંધ કરી દેવામાં આવી હતી. શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી હતી. ટોક્યુમેન ઇન્ટરનેશનલ એરપોર્ટને કેટલાક કલાકો માટે બંધ રાખવામાં આવ્યું હતું. શુક્રવારે બપોર બાદ એરપોર્ટ પર ફરીથી ફ્લાઇટ્સ શરૂ થઈ ગઈ હતી. પનામા કેનાલમાં જહાજોની અવરજવર પર ભૂકંપની કોઈ અસર થઈ નહોતી. કેનાલનું કામ સામાન્ય રીતે ચાલુ રહ્યું હતું. જોકે, ભૂકંપથી ક્યાંક નુકસાન થયું છે કે નહીં તેની તપાસ માટે ટીમો તહેનાત કરવામાં આવી હતી. ભૂકંપના કારણે છ પ્રાંતોમાં વીજળીનો પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    सुरक्षित भविष्य के लिए निवेश से पहले PFRDA के बताएं इन बातों का रखें ध्यान, अमीर बनने का कोई शॉर्टकट नहीं होता
    Next Article
    દીપકને ફ્લાઇટમાં રોક્યા, મમતા-કેજરીવાલને રસ્તા પરથી ઉઠાવ્યા:દિલ્હીમાં 38 હજાર સુરક્ષાકર્મીઓ, 7000 લોકોની અટકાયત; જંતર-મંતર પહોંચી ન શક્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment