Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ પોલીસે શહેરામાં દારૂ ભરેલી પીકઅપ ઝડપી:7.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો; ગોધરામાં જુગારના ગુનામાં વોન્ટેડ આરોપી પકડાયો

    21 hours ago

    પંચમહાલ પોલીસે બે અલગ-અલગ કાર્યવાહી કરી છે. શહેરામાં દારૂ ભરેલી પીકઅપ ગાડી સાથે એક આરોપી પકડાયો છે. રૂ. 7.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જ્યારે ગોધરામાં જુગારના ગુનામાં વોન્ટેડ આરોપીને SOG પોલીસે ઝડપી પાડ્યો છે. શહેરા પોલીસે બાતમીના આધારે મહિન્દ્રા બોલેરો પીકઅપનો પીછો કરી રાજસ્થાનના વિશ્વનાથ પ્રતાપસિંહ ઉર્ફે ટીન્કલ મોહનસિંહ ચૌહાણને પકડ્યો હતો. ગાડીમાંથી 1,354 બોટલ વિદેશી દારૂ, મોબાઈલ અને પીકઅપ જપ્ત કરાઈ છે. માગીલાલ પટેલ સહિત અન્ય એક શખ્સ વોન્ટેડ છે. જ્યારે ગોધરા ટાઉન A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જુગારના ગુનામાં વોન્ટેડ આરોપી વિજયકુમાર મંગળ પરમાર વ્હોરા કબ્રસ્તાન પાસે હોવાની બાતમી SOG પોલીસને મળી હતી. SOG પોલીસે તેને ઝડપી પાડી ગોધરા શહેર A ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Churchill Brothers Ready For ISL Debut Against Mumbai City FC, Coach Issues Bold Statement
    Next Article
    વડોદરા નવરાત્રીમાં 1,700થી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે:પોલીસ કમિશનરે નવલખી મેદાનમાં વિઝિટ કરી, ખેલૈયાઓની સુરક્ષા અને ભીડ નિયંત્રણ પર પોલીસનું ફોકસ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment