Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 7500 પ્રોપર્ટીનો POI સર્વે હાથ ધરાયો:ITI એપ્રેન્ટિસોની નિષ્ક્રિયતા બાદ પાલિકા સ્ટાફ મેદાનમાં; ચીફ ઓફિસર સહિત 50 કર્મચારીઓ સર્વેની કામગીરીમાં જોડાયા

    13 hours ago

    પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરની 7500 જેટલી પ્રોપર્ટીને પોઈન્ટ ઓફ ઈન્ટરેસ્ટ (POI) તરીકે આઈડેન્ટીફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અગાઉ આ કામગીરી ITI એપ્રેન્ટિસોને સોંપવામાં આવી હતી, પરંતુ તેમના દ્વારા કોઈ કામગીરી ન કરાતાં પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. હવે ચીફ ઓફિસર સહિત નગરપાલિકાના 50 જેટલા કર્મચારીઓની ટીમે 3 દિવસમાં નિર્ધારિત લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે શહેરમાં સઘન સર્વે શરૂ કર્યો છે. એપ્રેન્ટિસોની નિષ્ક્રિયતા બાદ સ્ટાફ કામે લાગ્યો સ્વચ્છ ભારત મિશન હેઠળ પાટણ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી POI આઈડેન્ટીફાઈ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં ITI એપ્રેન્ટિસોએ આ અંગે કોઈ કામગીરી ન કરતાં નગરપાલિકા તંત્ર સામે લક્ષ્યાંક પૂર્ણ કરવાનો પડકાર ઊભો થયો હતો. આથી પાલિકા તંત્રે કામગીરી પોતાના હસ્તક લઈ ચીફ ઓફિસર સહિત આશરે 50 કર્મચારીઓના સ્ટાફને ફિલ્ડ વર્ક માટે ઉતારી દીધો છે. GPS લોકેશનથી સફાઈ કામગીરીનું ટ્રેકિંગ થશે આ સર્વે પૂર્ણ થવાથી શહેરમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન વ્યવસ્થામાં મોટો સુધારો જોવા મળશે. કચરો એકત્રિત કરતા વાહનોમાં GPS લોકેશન સિસ્ટમ લગાવવામાં આવશે, જેનાથી વાહનો નિયમિત રીતે સંબંધિત POI સ્થળ સુધી પહોંચે છે કે નહીં તેનું સીધું ટ્રેકિંગ થઈ શકશે. આ નવી વ્યવસ્થા લાગુ થવાથી નાગરિકોની સફાઈ અંગેની ફરિયાદો ઘટશે અને પાટણ નગરપાલિકા સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા કટિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    ઈશાન આ વર્ષે સિક્સરની ફિફ્ટીથી 1 સિક્સ દૂર:વેસ્ટ ઇન્ડીઝે બીજી T20માં ટૉસ જીતીને બોલિંગ લીધી; વૈભવ સૂર્યવંશી આજે પણ પ્લેઇંગ-11ની બહાર
    Next Article
    ભરૂચ સ્ટેશન રોડ પર શોપિંગ કોમ્પ્લેક્સનો ભાગ ધરાશાયી:જર્જરિત હિસ્સો તૂટ્યો, સદનસીબે કોઈ જાનહાનિ નહીં, દુકાનદારોમાં ફફડાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment