Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું રાહત પેકેજ જાહેર:7,500થી લઈ 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની જાહેરાત, 2 દિવસમાં ફોર્મ સ્વીકારાશે

    1 week ago

    સુરતમાં 6 જુલાઈએ પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને વેપારીઓનો લાખો રૂપિયાનો માલ પલળી ગયો હતો. રાજ્ય સરકાર દ્વારા પૂરમાં અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. પૂરના પાણીના કારણે નુકસાની બદલ વેપારીઓને રૂ. 7500 થી લઈ 1 લાખ રૂપિયા સુધીની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વેપારીઓ ફરી પોતાનો ધંધો કરી શકે તે માટે રૂપિયા 30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્ય સરકારે જાહેરત કરી છે કે, વેપારીએ રોકડ સહાય અથવા વ્યાજ સહાયમાંથી કોઈપણ એકની પસંદગી કરવાની રહેશે. પૂરના પાણીના કારણે જે દુકાનો અને મકાનમાં નુકસાન થયું છે તેને એક વર્ષ માટે મહાનગરપાલિકાના વેરામાંથી પણ મુક્તિની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા હાલ સહાયને લઈ જે નિર્ણય કર્યો છે તે સુરત સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ લાગુ પડશે. અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત ભારે વરસાદના કારણે વીમા સુરક્ષા વિના નુકસાન વેઠનારા વેપારીઓ અને નાના ધંધાર્થીઓને મદદરૂપ થવા માટે રાજ્ય સરકારે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ નાના-મોટા તમામ વેપારીઓને આ પેકેજમાં સમાવે લેવામાં આવ્યા છે. વેપારીઓને ફરી બેઠા થવા માટે લોન અને વ્યાજ સહાયની જાહેરાત પૂરગ્રસ્ત વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હોય ફરી બેઠા થવા માટે રાજ્ય સરકારે સહાય ઉપરાંત રાહત દરે લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરી છે. પાણી ભરાયેલા મકાન-દુકાનોને એક વર્ષ માટે મનપાના વેરામાંથી મુક્તિ રાજ્ય સરકારે ભારે વરસાદથી અસરગ્રસ્ત નાગરિકો અને વેપારીઓ માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ આગામી 48 કલાકમાં સહાય માટેના ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જે રહેણાંક મકાન, દુકાન અથવા વેપાર સ્થળોમાં વરસાદી પાણી ભરાયા હશે અને જેની ફોટોગ્રાફી અથવા વીડિયોગ્રાફી દ્વારા પુષ્ટિ થશે, તેવા તમામ એકમોને એક વર્ષ માટે મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવામાં આવશે. રાજ્ય સરકારે દાવો કર્યો છે કે વરસાદ પીડિતો માટે જાહેર કરાયેલું આ અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ છે. જિલ્લા કલેક્ટરો દ્વારા માર્ગદર્શિકા જાહેર થતાં જ વેરા મુક્તિ માટે જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયાની માહિતી અસરગ્રસ્ત નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે. સહાયનો આ નિર્ણય સુરત સિવાય રાજ્યભરમાં લાગુ પડશે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય માત્ર સુરત પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ રાજ્યમાં જ્યાં જ્યાં ભારે વરસાદને કારણે નુકસાન થયું હશે ત્યાં આ સહાય અને રાહતના પગલાં લાગુ કરવામાં આવશે. સુરતમાં પૂર અને પાણી ભરાવાના કારણોનું મૂલ્યાંકન કરવા માટે શહેરી વિકાસ વિભાગની વિશેષ ટીમ મોકલવામાં આવી હતી. ટીમના પ્રાથમિક અહેવાલ બાદ સરકાર દ્વારા ₹500 કરોડના વિકાસ અને નિવારણ કામોની જાહેરાત કરવામાં આવી છે અને જરૂરિયાત ઉભી થશે તો વધારાની રકમ પણ ફાળવવામાં આવશે. સરકારના અંદાજ મુજબ વેપારીઓ માટે જાહેર કરાયેલી લોન અને વ્યાજ સહાય યોજનાનો આશરે ₹550 કરોડનો આર્થિક બોજ આગામી ત્રણ વર્ષ દરમિયાન રાજ્ય સરકાર ઉપાડશે. અત્યાર સુધીમાં 19 હજાર લોકોને કેશ ડોલ અને ઘરવખરી સહાયની ચૂકવણી મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક કેશ ડોલ અને ઘરવખરી સહાય પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શહેરમાં સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓ ઝડપથી પુનઃસ્થાપિત થાય તે માટે ડોર-ટુ-ડોર આરોગ્ય તપાસ, મેડિકલ કેમ્પો અને વિશેષ સફાઈ અભિયાન ચલાવવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી. છેલ્લા એક અઠવાડિયાથી 9 હજારથી વધુ સ્વચ્છતા કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 19 હજારથી વધુ નાગરિકોને કેશ ડોલ અને ઘરવખરી સહાય ચૂકવી દીધી છે. ખાસ વાત એ છે કે પ્રથમ માળે રહેતા અને પાણી ન ભરાયા હોવા છતાં રોજગાર પર અસર પડવાથી નોકરીએ જઈ શક્યા ન હોય એવા લોકોને પણ સહાય આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Tuchel addressed post-match comments with team, cleared air after quarterfinal win
    Next Article
    ઘેડ પંથક માટે કરોડો નું પેકેજ કાગળ પર?:દર વર્ષે ડૂબમાં જતા ઘેડ પંથકમાં કરોડોના સરકારી પેકેજ છતાં સ્થિતિ દયનીય: જનતાના ઉગ્ર આક્ષેપો સામે સિંચાઈ વિભાગે આપ્યો કામગીરીનો હિસાબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment