Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવામાં ઉછળી, રેલિંગ તોડી બ્રિજથી 75 ફૂટ નીચે ખાબકી BMW:17 થી 25 વર્ષના 3 યુવકોનાં દર્દનાક મોત, 1 ગંભીર; મુંબઈ કાર અકસ્માતનો રુંવાટા ઉભા કરી દેતો VIDEO

    1 day ago

    મુંબઈના કોસ્ટલ રોડ પર રવિવારે સવારે એક BMW ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ. અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોનાં મોત થયા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ છે. પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માત સવારે લગભગ 5:20 વાગ્યે થયો હતો. કાળા રંગની BMW મરીન ડ્રાઇવથી હજી અલી તરફ જઈ રહી હતી. વધુ ઝડપ હોવાને કારણે ડ્રાઇવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો. ત્યારબાદ કાર ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ. અકસ્માતમાં BMWને ભારે નુકસાન થયું છે. શરૂઆતમાં અકસ્માતમાં 4 લોકો કચડાયા હોવાની માહિતી સામે આવી હતી. અહીં જુઓ વીડિયો ઘટના બાદની 3 તસવીરો… 20 વર્ષના યુવકની હાલત ગંભીર 20 વર્ષના એક યુવકને ગંભીર હાલતમાં નાયર હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. નાયર હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસરના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં મૃત્યુ પામેલા બે લોકોની ઓળખ 21 વર્ષીય શનાય ગજ્જલ અને 17 વર્ષીય ધિર્યા સેઠ તરીકે થઈ છે. અન્ય એક મૃતકની ઉંમર આશરે 25 વર્ષ છે, પરંતુ તેની ઓળખ હજુ થઈ શકી નથી. બીજી તરફ, આશરે 20 વર્ષનો એક યુવક ગંભીર રીતે ઘાયલ છે. તેની નાયર હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં સારવાર ચાલી રહી છે. મુંબઈ કોસ્ટલ રોડ 10.58 કિલોમીટર લાંબો ઝડપી માર્ગ છે, જે દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઇવને બાંદ્રા-વર્લી સી લિંકના વર્લી છેડા સાથે જોડે છે. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    શેફાલીની અણનમ સદી:એશિયાડ સેમિફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 196 રનનો ટાર્ગેટ આપ્યો, મંધાના વિમેન્સ ટી-20 ઇન્ટરનેશનલની ટોપ સ્કોરર
    Next Article
    માર્ગ મકાન વિભાગના કામોને ગતિ આપવા સરકારનો મહત્વનો નિર્ણય:ટેન્ડરની માન્યતાનો ગાળો 120 દિવસથી ઘટાડી 90 દિવસ કરાયો, અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment