Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવામાં ઉછળી, રેલિંગ તોડી બ્રિજથી 75 ફૂટ નીચે ખાબકી BMW:અમદાવાદના 21 વર્ષના યુવક સહિત 3નાં મોત, 1 ગંભીર; મુંબઈ કાર અકસ્માતનો રુંવાટા ઉભા કરી દેતો VIDEO

    10 hours ago

    મુંબઈના કોસ્ટલ રોડ પર રવિવારે સવારે લગભગ 5:20 વાગ્યે ઝડપી ગતિએ દોડતી BMW ફ્લાયઓવર પરથી આશરે 75 ફૂટ નીચે જઈ પડી. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકોનાં મોત થયા છે. એક યુવક ગંભીર રીતે ઘાયલ છે. BMW મરીન ડ્રાઇવથી હજી અલી તરફ જઈ રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપી ગતિને કારણે ડ્રાઇવરે કાર પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. ત્યાર બાદ BMW ડિવાઇડર સાથે અથડાઈ અને નીચે જઈ પડી. ઘટનાનો CCTV ફૂટેજ પણ સામે આવ્યો છે. અહીં જુઓ વીડિયો ફ્લાયઓવર પરથી નીચે પડતી દેખાઈ કાર ઘટના બાદની 3 તસવીરો… મૃતકો અને ઘાયલોની ઉંમર 17થી 23 વર્ષની વચ્ચે મૃતકોની ઓળખ શનાય ગજ્જલ (21), આદિત્ય જકસાનિયા (19) અને ધૈર્ય સેઠ (17) તરીકે થઈ છે. ઘાયલ યુવકની ઓળખ આદિત્ય ઓસવાલ (23) તરીકે થઈ છે. ચારેયને નાયર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ ત્રણને મૃત જાહેર કર્યા હતા. આદિત્યની નાયર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ચારેય વિદ્યાર્થીઓ હતા. તેમાંથી શનાય, આદિત્ય અને ધૈર્ય મેનેજમેન્ટ કોલેજમાં અભ્યાસ કરતા હતા. શનાય અમદાવાદનો રહેવાસી હતો અને મુંબઈમાં પીજીમાં રહેતો હતો. BMW તેના પરિવારની હોવાનું જણાવાયું છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ, એમ્બ્યુલન્સ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફોરેન્સિક ટીમે કારની તપાસ કરીને નમૂનાઓ એકત્ર કર્યા હતા. કોસ્ટલ રોડ પર વાહનો લગભગ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે મુંબઈ કોસ્ટલ રોડ લગભગ 10.58 કિલોમીટર લાંબો હાઈ-સ્પીડ માર્ગ છે. તે દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવને બાંદ્રા-વર્લી સી લિંકના વર્લી છેડા સાથે જોડે છે. હાઈ-સ્પીડ રસ્તાઓ પર વાહનોની મહત્તમ ગતિમર્યાદા સામાન્ય રીતે 80થી 120 કિલોમીટર પ્રતિ કલાક અથવા તેનાથી વધુ હોય છે.
    Click here to Read More
    Previous Article
    રશિયામાં ચૂંટણીના અંતિમ દિવસે સેંકડો ડ્રોનથી હુમલો:મોસ્કોમાં 2નાં મોત, ઓઈલ રિફાઈનરીને પણ નુકસાન; રશિયાએ 1600 ડ્રોન તોડી પાડ્યા
    Next Article
    Rohit Sharma's Favourite Midnight Snack Is A Homemade Treat Anyone Can Make

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment