Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીના પટેલો નાથા રણમલના વંશજ હોવાનો દાવો:કડવા પાટીદારોનું એકમાત્ર રજવાડું પાટડીનો ભવ્ય ઇતિહાસ, આજે પણ સચવાયેલો છે 745 વર્ષ જૂનો દસ્તાવેજી પુરાવો

    1 day ago

    31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ ઉજવાય છે.આ દિવસ વિશ્વ એકતા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. આઝાદી સમયે ભારતમાં 562 દેશી રજવાડાં હતાં. ગુજરાતમાં 366 અને સૌરાષ્ટ્રમાં 222 રજવાડાં હતાં. તે સમયે પાટડી કડવા પાટીદારોનું એકમાત્ર રાજ્ય હતું. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની સરહદોના ત્રિભેટે આવેલું પાટડી નગર મજબૂત કિલ્લેબંધી માટે જાણીતું હતું. પાટડીના 87 વર્ષના ઇન્દ્રવદનભાઈ પટેલ, જેમને ઇન્દુચાચા તરીકે ઓળખવામાં આવે છે, તેમની પાસે 745 વર્ષ જૂનો ઐતિહાસિક ચોપડો દસ્તાવેજ સ્વરૂપે સચવાયેલો છે. ચોપડામાં શાહીથી લખાયેલા ઇતિહાસ મુજબ, વિક્રમ સંવત 1331માં નાથા રણમલ ચાંપાનેરથી વિરમગામ થઈ પાટડી આવ્યા હતા. પાટડીનો સમગ્ર પટેલ સમાજ તેમના વંશજ હોવાનું ચોપડામાં નોંધાયું છે. આ ઐતિહાસિક ચોપડામાં મળી આવેલી અત્યંત દુર્લભ માહિતી અનુસાર સમગ્ર પાટડીનો પટેલ અને દેસાઇ સમાજ એક માત્ર નાથા રણમલનો જ વંશજ છે. નાથા રણમલના દીકરા વેણા નાથા દેસાઇગીરીનું કામ કરતા હોવાથી તેઓ ‘દેસાઇ’ કહેવાયા હતા. જ્યારે અન્ય ભાઇઓ પટેલાઇનું કામ કરતા હોવાથી એના વંશજો પટેલો કહેવાયા. નાથા રણમલની 16મી પેઢી આજે હયાત આ અંગે પાટડીના ઇન્દુચાચા જણાવે છે કે, આ અત્યંત જર્જરીત ચોપડામાં લખાયેલી દુર્લભ વિગતો અને વંશવેલા મુજબ હાલમાં એમની 16મી પેઢી હયાત છે. નાથા રણમલને વેણા નાથા, શાણા નાથા, ભાણા નાથા, પરખા નાથા, રાણા નાથા અને હરખા નાથા એમ કુલ છ પુત્રો હતા. જેમાં રાણા નાથા અને હરખા નાથાનો આગળ વંશ ન હતો. પાટડી એ સમગ્ર દેશમાં કડવા પાટીદારોનું એકમાત્ર રાજ્ય હતુ પાટડીના ઇતિહાસ પર પી.એચ.ડી.કરનારા પ્રોફેસર ડો.હર્ષદભાઇ બ્રહ્મભટ્ટ જણાવે છે કે, પાટડીના પ્રાચીન ઇતિહાસના લેખા જોખા શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. પાટડી એ સમગ્ર દેશમાં પાટીદાર સમાજનું એકમાત્ર રાજ્ય હતુ. પાટડીની ઐતિહાસિક ધરોહર સમો જાજરમાન કિલ્લો અને હવા મહેલ આજેય પ્રાચીન ઇતિહાસની ઝાંખી કરાવે છે. 'પાટડી' નામ પડવા અંગે અલગ અલગ માન્યતાઓ એક માન્યતા મુજબ, ઝાલા રાજવીઓનું પાટનગર બન્યા પછી ‘પાટ’ પરથી પાટડી નામ પડ્યું હોઈ શકે. રબારી ચોપડા મુજબ, બકરીના નામ પરથી ‘પાદડી’નું રૂપાંતર થઈ પાટડી નામ પડ્યું હોવાનું કહેવાય છે. બીજી માન્યતા મુજબ, ઇમારતનો મોટો ભાર પાટડી એટલે કે લાકડાના પાટડા પર રહેતો હોવાથી તેનું નામ પાટડી પડ્યું હોઈ શકે. હાલમાં પાટડીમાં મુખ્યત્વે દેસાઈ અને પટેલ સમાજની વસ્તી છે. દિવ્યભાસ્કર સાથે ભવ્ય ભૂતકાળ વાગોળ્યો પાટડી રાજવી પરિવારના છેલ્લા સ્ટેટ (દરબાર) કર્ણીસિંહજી દેસાઈ જણાવ્યું હતું કે, પાટડીમાં દેસાઈ રાજવી પરિવારનો 300 વર્ષનો ઇતિહાસ છે. અને શિક્ષણ ક્ષેત્રે રાજવી પરિવારનો અચૂક ફાળો રહ્યો છે. જોરૂબાપા વખતે સ્કૂલ બનાવી હતી. એજ રીતે હિમ્મતસિંહજી વખતે પણ સ્કૂલ બનાવી હતી. જ્યારે સુરજમલજીએ તો ઓલ ડિસ્ટ્રિક્ટમાં પાટડીમાં સને 1906માં ઈંગ્લીસ સ્કૂલ બનાવી હતી. એ પછી રાજકોટ રાજકુમાર કોલેજમાં ફાઉન્ડિંગ મેમ્બર બન્યા. એકમાત્ર પાટીદાર સ્ટેટ કે જે ફાઉન્ડિંગ મેમ્બર બન્યું. બાકી બધા રાજાઓ રજપૂતો, નવાબો એ બધા ફાઉન્ડિંગ મેમ્બરો હતા. 21 તોપોની સલામી અને ચોવીસેય ગામોમાં સાકર વહેચાઈ હું પાટડીમાં જ જન્મ્યો હતો અને પાટડીમાં ભણ્યો હતો. હું જન્મ્યો ત્યારે 21 તોપોની સલામી આપવામાં આવી હતી. અને પાટડી સ્ટેટના ચોવીસેય ગામોમાં રજા રાખવામાં આવી હતી.અને ચોવીસેય ગામોમાં સાકર વેચવામાં આવી હતી. એ પછી મોટો થયા પછી શ્રી રઘુવીરસિંહજી પ્રાથમિક શાળામાં દાખલ થયો અને સાતમા ધોરણ સુધી ત્યાં ભણ્યા પછી શ્રી સૂરજમલજી શાળામાં દાખલ થયો. અને 1958માં મેટ્રિક થયો ત્યાં સુધી પાટડીમાં રહ્યાં પછી 1960માં પાટડીથી અમદાવાદ આવ્યા હતા. સુરજમલસિંહજીએ ત્રણ જીન અને એક પ્રેસ બનાવ્યું તાજેતરમાં પાટડી કડવા પાટીદાર રજવાડું "સોનાની હાટડી"ની ગાથા પુસ્તકમાં અમારા રાજાઓ અને વડવાઓની યાદી છે. એ યાદી મુજબ એમાં દરેક વસ્તુઓ આવરી લેવામાં આવી છે અને ઇતિહાસ આપવામાં આવ્યો છે કે, કયા રાજાએ શું કામ કર્યું. એ છેક સુધીનો ઇતિહાસ ફોટાઓ સાથે આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે. જેમાં હું 14મો રાજવી છું. પાટડીની એ વખતની જાહોજલાલી વિષે જણાવતા તેઓ ગર્વભેર જણાવે છે કે, પાટડીમાં એ વખતે સુરજમલસિંહજીએ ત્રણ જીન અને એક પ્રેસ બનાવ્યા હતા.એ પછી પાટડીમાં પાવરહાઉસ હતું. આખા સૌરાષ્ટ્રમાં કોઈ રજવાડાઓ પાસે આવું પાવરહાઉસ નહોતું. અને પાટડીમાં એ સમયે સ્ટ્રીટ લાઈટ હતી. અને એ પાવરહાઉસમાંથી દરેક ભાયાતોના ઘેર અને રાજમહેલમાં લાઈટ આપવામાં આવતી હતી. પાટડી સ્ટેટને ડેવલપ કરવામાં બેન્જામિન સાહેબનું યોગદાન દિવ્યભાસ્કર સાથેની મુલાકાતના અંતમાં એમણે જણાવ્યું કે, પાટડીમાં રઘુવીરસિંહજી જ્યારે માઇનોર હતા. ત્યારે પોલિટિકલ એજન્ટ તરફથી એડમિનિસ્ટ્રેટીવ તરીકે બેન્જામિન સાહેબને મુકવામાં આવ્યા હતા. એમણે પાટડી સ્ટેટને ડેવલપ કરવામાં ખુબ મોટું યોગદાન આપ્યું હતું. એમાં અમદાવાદ વીએસ હોસ્પિટલ પાછળ એલિસબ્રિજમાં બોર્ડિંગ સ્કૂલ બનાવી હતી. જેમાં માત્ર કડવા પાટીદારના વિદ્યાર્થીઓને જ રાખવામાં આવતા હતા.હાલ પણ આ બોર્ડિંગ સ્કૂલમાં કડવા પાટીદારના 160 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સિવાય બેન્જામિન સાહેબે અમદાવાદમાં અનેક પ્રોપર્ટીઓ વસાવી હતીઅને કોપતા વીડમાં પણ 1329 એકરનું વીડ ખરીદયું હતું.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાની ના પછી ભારતે પોતાનું GPS બનાવ્યું:ISROના 'સ્માર્ટ બોય'નો નવો રેકોર્ડ, શક્તિશાળી NVS-03 સેટેલાઇટ લોન્ચ; સેનાને સરહદથી 1500 કિમી દૂર લોકેશનની જાણકારી આપશે
    Next Article
    'Don't Know Why I Survived': Christa Pike's First Words After Failed Execution In US

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment