Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોસ્ટ ઓફિસ માસિક આવક ખાતા પર વાર્ષિક 7.4% વ્યાજ:આમાંથી દર મહિને ₹ 9,250 સુધીની કમાણી, યોજનાને લગતી મહત્વની બાબતો જાણો

    6 hours ago

    સરકારે ઑક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક એટલે કે નાણાકીય વર્ષ 2026-27ના ત્રીજા ત્રિમાસિક માટે સ્મૉલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે તમને પહેલાં જેટલું જ વ્યાજ મળતું રહેશે. જો તમે આ દિવસોમાં ક્યાંક રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો નેશનલ સેવિંગ્સ મન્થલી ઇન્કમ અકાઉન્ટ વિશે પણ જાણી લેવું જોઈએ. આ સ્કીમમાં વાર્ષિક 7.4% વ્યાજ મળી રહ્યું છે. આના દ્વારા તમે પોતાના માટે દર મહિને 9,250 રૂપિયાની આવકની વ્યવસ્થા કરી શકો છો. આ સ્કીમમાં 5 વર્ષ માટે રોકાણ કરવું પડે છે. અમે તમને આ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ... પોસ્ટ ઑફિસ મન્થલી ઇન્કમ સ્કીમ શું છે? પોસ્ટ ઑફિસ મન્થલી ઇન્કમ અકાઉન્ટ ભારત સરકારની નાની બચત યોજના છે. આ એવા લોકો માટે છે, જેઓ પૈસા સુરક્ષિત રાખવાની સાથે દર મહિને નિશ્ચિત આવક મેળવવા માગે છે. આ સ્કીમ ખાસ કરીને નિવૃત્ત લોકો, વરિષ્ઠ નાગરિકો અને જોખમથી બચતા રોકાણકારો માટે ફાયદાકારક છે. તેને એક પ્રકારની ટર્મ ડિપોઝિટ કહી શકાય. દર મહિને મળશે 9,250 રૂપિયા આ સ્કીમમાં વાર્ષિક મળતું વ્યાજ 12 મહિનામાં વહેંચી દેવામાં આવે છે અને તે રકમ તમને દર મહિને મળતી રહે છે. જો તમે પૈસા ઉપાડતા નથી, તો તે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ અકાઉન્ટમાં રહેશે. આ વ્યાજ પર વધારાનું વ્યાજ મળશે નહીં. ચુકવણી માત્ર મૂળધન પર જ કરવામાં આવશે. ધારો કે તમે આ યોજનામાં 9 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો હવે તમને 7.4% વાર્ષિક વ્યાજના દરે વાર્ષિક 66 હજાર 600 રૂપિયા વ્યાજ મળશે. જ્યારે જો તમે તેમાં સંયુક્ત ખાતા હેઠળ 15 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને વાર્ષિક 1 લાખ 11 હજાર રૂપિયા વ્યાજ મળશે. તેને 12 મહિનામાં સરખા ભાગે વહેંચવામાં આવે, તો તમને દર મહિને 9,250 રૂપિયા મળશે. નોંધ: આ ગણતરી અંદાજિત છે. સરકાર દર 3 મહિને સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજ દરોની સમીક્ષા કરે છે. 5 વર્ષ પછી જમા કરેલા પૈસા પાછા મળી જશે આ યોજનાની મેચ્યોરિટી અવધિ 5 વર્ષ છે. યોજના પૂર્ણ થયા પછી સંપૂર્ણ જમા મૂડી પાછી મળશે. તમે ઇચ્છો તો તેને ફરીથી આ જ યોજનામાં રોકાણ કરી શકો છો અને માસિક આવક ચાલુ રાખી શકો છો. કોણ ખાતું ખોલાવી શકે? આ ખાતું કોઈપણ ભારતીય નાગરિક ખોલાવી શકે છે. તેમજ સગીરના નામે અને 3 પુખ્ત વયના લોકોના નામે સંયુક્ત ખાતું પણ ખોલાવી શકાય છે. 10 વર્ષથી વધુ ઉંમરના સગીરના નામે પણ માતા-પિતાની દેખરેખ હેઠળ ખાતું ખોલાવી શકાય છે. ખાતું ખોલાવવા માટે આધાર-પાન જરૂરી કેન્દ્ર સરકારે PPF, સુકન્યા સમૃદ્ધિ અને નેશનલ સેવિંગ્સ મન્થલી ઇન્કમ એકાઉન્ટ સહિત પોસ્ટ ઓફિસ બચત યોજનાઓમાં રોકાણ કરવા માટે પાન અને આધાર કાર્ડ ફરજિયાત કરી દીધાં છે. ખાતું ખોલાવવા માટે આધાર નંબર અથવા આધાર એનરોલમેન્ટ સ્લિપ જરૂરી છે. આમાં ખાતું કેવી રીતે ખોલાવી શકાય?
    Click here to Read More
    Previous Article
    Abhijeet Dipke के आने से पहले CJP Protest Mumbai में क्या क्या दिखा? Shivaji Park
    Next Article
    જંતર-મંતરનાં 68 દિવસ પછી મુંબઈમાં CJPનું પ્રદર્શન:ટી-શર્ટ પર ગાંધીનો ફોટો; CJP બોલી- મુંબઈ તો માત્ર ટ્રેલર છે, ફાઇનલ જંતર-મંતર પર થશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment