Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્લીવલેસ ડ્રેસ પહેર્યો, ઈરાની સિંગરને 74 કોરડાની સજા:2 વર્ષ સુધી દેશ છોડવા પર પ્રતિબંધ, હિજાબ વગર 2024માં ગીત ગાયું હતું

    3 days ago

    ઈરાનની જાણીતી સિંગર પરસ્તૂ અહમદી અને તેમની સાથે કામ કરતા 8 લોકોને ઓનલાઈન કોન્સર્ટ માટે 74-74 કોરડા મારવાની સજા સંભળાવવામાં આવી છે. તેમના પર 2 વર્ષ સુધી દેશ છોડવા અને 2 વર્ષ સુધી કોઈપણ આર્ટિસ્ટિક એક્ટિવિટીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સજા ઈરાનના કોમ પ્રાંતની અદાલતે યુટ્યુબ પર પ્રકાશિત કરાયેલા એક કોન્સર્ટના મામલામાં સંભળાવી છે. અદાલતે કલાકાર પર અશ્લીલ સામગ્રી પ્રકાશિત કરવા અને સાર્વજનિક શાલિનતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલો ડિસેમ્બર 2024નો છે. તે સમયે 29 વર્ષીય પરસ્તૂ અહમદીએ હિઝાબ પહેર્યા વિના યુટ્યુબ પર એક લાઈવ કોન્સર્ટ કર્યો હતો. આ દરમિયાન તેમણે ઈરાનનું લોકપ્રિય દેશભક્તિ ગીત 'અઝ ખૂને જવાનને વતન' (માતૃભૂમિના યુવાનોના લોહીથી) ગાયું હતું. આ દરમિયાન તેઓ હિઝાબ વિના અને સ્લીવલેસ ડ્રેસમાં હતા. કોન્સર્ટનો વીડિયો થોડા જ સમયમાં વાયરલ થઈ ગયો. યુટ્યુબ પર તેને લાખો લોકોએ જોયો. વીડિયો રિલીઝ થયા બાદ ઈરાની અધિકારીઓએ પરસ્તૂ અહમદી અને ઘણા સંગીતકારોને થોડા સમય માટે કસ્ટડીમાં લીધા હતા. બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા, પરંતુ વીડિયો પ્રકાશિત કરવાના મામલે તેમની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ રહી. ગાયિકા 4 પુરુષો સાથે સ્લીવલેસ ડ્રેસમાં જોવા મળી પરસ્તૂ અહમદીએ 27 મિનિટનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે હિઝાબ વિના અને સ્લીવલેસ ડ્રેસ પહેરીને ચાર પુરુષ સંગીતકારો સાથે ગીત ગાતી જોવા મળી હતી. વીડિયોના કેપ્શનમાં તેણે તેને કાલ્પનિક કોન્સર્ટ ગણાવ્યો હતો. પરસ્તૂના આ કાર્યક્રમનો વીડિયો યુટ્યુબ પર લાખો વખત જોવામાં આવ્યો. ઘણા લોકોએ તેને મહિલાઓની અભિવ્યક્તિની આઝાદીનું પ્રતીક ગણાવ્યું, જ્યારે ઈરાની અધિકારીઓએ તેને કાયદા વિરુદ્ધ ગણાવ્યો. ઈરાનમાં મહિલાઓ માટે જાહેર સ્થળોએ હિઝાબ પહેરવો ફરજિયાત છે. અધિકારીઓએ હિઝાબ વિના ગીત ગાવાને નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું. જાહેરમાં એકલા ગીત ગાઈ શકતી નથી મહિલાઓ ઈરાનના કાયદા મુજબ મહિલાઓ જાહેરમાં એકલા ગીત ગાઈ શકતી નથી અને હિજાબ વિના લોકો સામે આવી શકતી નથી. પરસ્તુ અહમદીએ હિજાબ વિના અને સ્લિવલેસ ડોપ સાથે પરફોર્મ કરીને આ લાંબા સમયથી લાગુ પ્રતિબંધોને ખુલ્લો પડકાર આપ્યો. વીડિયો વાયરલ થયા બાદ પરસ્તુ અહમદી અને તેમની સાથે હાજર કેટલાક સિંગર્સને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. જોકે બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા, પરંતુ તેમની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ રહી. પરસ્તુ 2022માં હિજાબ વિરોધી પ્રદર્શનો દરમિયાન પહેલીવાર ચર્ચામાં આવી હતી. ત્યારે તેમના પર હિજાબ વિરોધી પ્રદર્શનના સમર્થનમાં ગીત ગાવાનો આરોપ લાગ્યો હતો. આ પછી સુરક્ષા એજન્સીઓએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને તેમના ઘરની તલાશી પણ લેવામાં આવી હતી. માનવાધિકાર સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી અમેરિકા સ્થિત માનવાધિકાર સંગઠન સેન્ટર ફોર હ્યુમન રાઇટ્સ ઇન ઇરાન ના એડવોકસી ડાયરેક્ટર બહાર ઘંદેહરીએ આ સજાની સખત ટીકા કરી છે. તેમનું કહેવું છે કે માત્ર ગીત ગાવા અને હિજાબ વિના જાહેરમાં દેખાવા બદલ 74 કોરડાની સજા આપવી એ દર્શાવે છે કે ઈરાનમાં માનવાધિકારોની સ્થિતિ હજુ પણ બદલાઈ નથી. ઘંદેહરીએ કહ્યું કે ઈરાની સરકાર દુનિયા સમક્ષ પોતાને ઉદાર અને સુધારાવાદી બતાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ કલાકારો વિરુદ્ધ આવા પગલાં તેની અસલી તસવીર સામે લાવે છે. તેમના મતે, સરકાર જે દર્શાવે છે અને જમીન પર જે થાય છે, તે બંનેમાં મોટો ફરક છે. માનવાધિકાર વકીલ મોઈન ખઝાએલીએ પણ આ નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ઈરાની કાયદામાં મહિલાઓના ગીત ગાવા, સંગીત કાર્યક્રમ કરવા કે સંગીત સંબંધિત કન્ટેન્ટ બનાવવાને ગુનો માનવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં, આ કાર્યોને અશ્લીલતા ફેલાવવા જેવા ગુના તરીકે ગણાવીને સજા આપવી કાનૂની રીતે પણ નબળી દલીલ છે. ખઝાએલીનું કહેવું છે કે કલાકારો, સામાજિક કાર્યકરો કે સામાન્ય લોકોને કોરડા મારવા જેવી સજા માત્ર કાનૂની મુદ્દો નથી, પરંતુ માનવાધિકારનો મામલો પણ છે. તેમણે કહ્યું કે દુનિયાના ઘણા માનવાધિકાર સંગઠનો કોરડાની સજાને ન્યાયિક દંડ નહીં, પરંતુ યાતના અને અમાનવીય વ્યવહાર માને છે. ઈરાનમાં હિજાબને લઈને લાંબા સમયથી વિવાદ 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછીથી ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ પહેરવો કાયદેસર રીતે જરૂરી છે. કાયદા મુજબ મહિલાઓએ પુરુષોની હાજરીમાં માથું ઢાંકવું પડે છે. જોકે, ઘણી મહિલાઓ આ નિયમોનો વિરોધ કરતી રહી છે. આ મુદ્દો 2022માં આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયો હતો, જ્યારે 22 વર્ષીય મહસા અમીનીને તેહરાનમાં હિજાબ યોગ્ય રીતે ન પહેરવાના આરોપસર અટકાયતમાં લેવામાં આવી હતી. ધરપકડના ત્રણ દિવસ પછી તેમનું મૃત્યુ થયું હતું. ઈરાની સરકારે કહ્યું હતું કે તેમનું મૃત્યુ પહેલાથી જ અસ્તિત્વમાં રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે થયું હતું. પરંતુ માનવાધિકાર સંગઠનો અને સંયુક્ત રાષ્ટ્રની તપાસ ટીમે આ દાવા પર સવાલો ઉઠાવ્યા. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે અમીનીનું મૃત્યુ ઈરાની અધિકારીઓની મારપીટને કારણે થયું હતું. મહસા અમીનીના મૃત્યુ પછી સમગ્ર ઈરાનમાં મોટા પાયે પ્રદર્શનો થયા. હજારો મહિલાઓ રસ્તાઓ પર ઉતરી અને હિજાબ કાયદાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. જોકે, સરકારે આ પ્રદર્શનોને સખત રીતે દબાવ્યા. ઈરાનમાં પહેલા પણ મહિલાઓને સજા મળી
    Click here to Read More
    Previous Article
    સ્પોર્ટ્સ અપડેટ:શ્રીકાંતે કહ્યું- વૈભવ સૂર્યવંશી ટેસ્ટ ક્રિકેટને નવી ઓળખ અપાવી શકે, ભારત સામે થનારી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડ ટીમ જાહેર
    Next Article
    રાહુલ ગાંધીનું 'વિદ્યાર્થીઓની ગુંજ' હસ્તાક્ષર અભિયાન:કહ્યું- પેપર લીક, મોંઘી ફી અને બેરોજગારી પર વિદ્યાર્થીઓનો અવાજ સરકાર સુધી પહોંચાડીશું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment