Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નગરપાલિકાને 7.30 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ:શહેરના સર્વાંગી વિકાસને વેગ મળશે

    16 hours ago

    ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા ચેક વિતરણ સમારોહમાં પાટણ નગરપાલિકાને 7.30 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ રકમ શહેરના સર્વાંગી વિકાસ કામો માટે ઉપયોગમાં લેવાશે. આ સમારોહ રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે યોજાયો હતો. જેમાં કુલ 3850 કરોડ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાઓ માટે 858 કરોડ રૂપિયાના ચેકનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ નગરપાલિકા વતી પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, કારોબારી ચેરમેન નીલેશ પટેલ અને કોર્પોરેટર રોહિત પટેલે ગ્રાન્ટનો ચેક સ્વીકાર્યો હતો. ફાળવાયેલી આ રકમનો ઉપયોગ પાટણ શહેરના વિવિધ વિકાસકીય કામો અને માળખાકીય સુવિધાઓ વધારવા માટે કરાશે.
    Click here to Read More
    Previous Article
    હિન્દુ પરિષદ, બજરંગ દળે બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:શ્રાવણ માસમાં બિનઅધિકૃત કતલખાના, માંસ વેચાણ સામે કાર્યવાહીની માંગ
    Next Article
    પથ્થરગેટની જય કુબેર રેસિડેન્સીમાં જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચનો દરોડો:13 ઝડપાયા, રોકડ, મોબાઇલ અને 5 વાહનો સહિત 3.25 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment