Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા પંચાયતની ચૂંટણીનું સમીકરણ:જિ.પંચાયતમાં 72.30 ટકા મતદાન આજે દશરથમાં મત ગણતરી કરાશે

    2 days ago

    વડોદરા જિલ્લા પંચાયતની 2026ની ચૂંટણીમાં 72.30 ટકા મતદાન થયું છે. જેમાં 5.74 લાખ લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે 28 એપ્રિલના રોજ દશરથની એમ.પી.પટેલ હાઈસ્કૂલ ખાતે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. આ વખતે જિલ્લા પંચાયતમાં કુલ 34 બેઠકો પૈકી 4 બેઠકો પર ચૂંટણી પૂર્વે જ ફેંસલો આવી ગયો હતો અને તે બિનહરીફ જાહેર થઈ હતી. ઉલ્લેખનિય છે કે, સાંજે 6 વાગ્યે જિલ્લા પંચાયતમાં કુલ મતદાન 71.17 ટકા આવ્યું હતું. જ્યારે ફાઈનલ ટકાવારી 72.30 ટકા થતાં 1.13 ટકાનો વધારો થયો છે. ગત ચૂંટણીઓની સરખામણીએ આ વખતે 30 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. બેઠકોની સંખ્યામાં થયેલા આ ફેરફાર અને બિનહરીફ બેઠકોને કારણે કુલ મતદાનના આંકડામાં 2021ની સરખામણીએ અંદાજે 1.31 લાખ મતોનો ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનિય છે કે, મહિલાઓના વોટ વધ્યા છે. છેલ્લી 3 ચૂંટણીની સરખામણીમાં 2026ની ચૂંટણીમાં મહિલાઓનો પુરુષ મતદારો સાથેનો ગેપ 52 હજારથી ઘટીને 31 હજાર પર આવી ગયો છે. તાલુકા પંચાયતમાં 71.38 ટકા મતદાન થયું, 12.12 લાખ મતદારાએ 26 બેઠકો પર મતદાન કર્યું હતું. મહિલાઓના વોટ વધ્યાં: મહિલાઓનો પુરુષ મતદારો સાથેનો ગેપ 52 હજારથી ઘટી 31 હજાર પર આવી ગયો આ ચૂંટણીનું સૌથી મહત્વનું પાસું સ્ત્રી-પુરુષ મતદાન વચ્ચેનો સતત ઘટતો તફાવત છે. 2015માં આ તફાવત 52,577 મતોનો હતો, જે 2021માં ઘટીને 45,779 થયો હતો. આશ્ચર્યજનક રીતે 2026માં, જ્યારે માત્ર 30 બેઠકો પર મતદાન થયું છે, ત્યારે આ તફાવત વધુ ઘટીને માત્ર 31,124 મતો પર આવી ગયો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે પુરુષોની સરખામણીએ મહિલા મતદારોમાં જાગૃતિનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. 2015માં 72.48 ટકા, 2021માં 73.35 ટકા મતદાન નોંધાયું હતું જિલ્લા પંચાયતની 2015ની ચૂંટણી જિલ્લા પંચાયતની 2021ની ચૂંટણી જિલ્લા પંચાયતની 2026ની ચૂંટણી જાગૃતિ યથાવત: મતદાનની ટકાવારી 72%ને પાર કુલ મતદાનના આંકડા ભલે ઘટ્યા હોય, પરંતુ ટકાવારીની દ્રષ્ટિએ વડોદરાના ગ્રામ્ય મતદારોમાં ઉત્સાહ અકબંધ રહ્યો છે. 2015માં 72.48% અને 2021માં 73.35% મતદાન બાદ આ વખતે 2026માં પણ 30 બેઠકો પર 72.30% જેટલું ઊંચું મતદાન નોંધાયું છે. મહત્વનું છે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મહિલાઓ મત આપવા બહાર નીકળી હતી.
    Click here to Read More
    Previous Article
    પોલીસ કોન્સ્ટેબલ જોડે ઝપાઝપી:રણોલી ગામમાં ઝઘડામાં બે શખ્સને પીસીઆરમાં બેસાડવા મુદ્દે ઝપાઝપી
    Next Article
    Assam Board AHSEC HS Class 12th Result 2026: When and where to check and download results today?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment