Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાગેશ્વર વિસ્તારમાં અર્ટિગા કારમાંથી 720 બોટલ શરાબ કબજે:કાર સહિત 6.87 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર

    2 days ago

    રાજકોટના જામનગર રોડ પરનાં નાગેશ્વર વિસ્તારમાં ગાંધીગ્રામ પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપી પાડી છે. ગાંધીગ્રામ પોલીસની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે નાગેશ્વર એપાર્ટમેન્ટ પાસે પડેલી સફેદ રંગની અર્ટિગા કાર નંબર GJ-03-ML-5663માં દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે. પોલીસે 1.87 લાખનો દારૂ અને અર્ટિગા મળી 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસે ઘટનાસ્થળે પહોંચી કારની તપાસ કરતા પાછળની સીટમાંથી ખાખી કલરના બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સમાંથી 180 mlની શરાબની કુલ 720 બોટલો મળી આવી હતી. જેની કિંમત 1,87,200 થાય છે. પોલીસે 1.87 લાખનો દારૂ અને અર્ટિગા કાર મળી કુલ 6,87,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે દારૂની હેરાફેરી કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. મૈત્રી કરારના વિવાદમાં હાથ-પગ ભાંગી નાખવાની ધમકી મળતા યુવકે ઝેરી પ્રવાહી પીધુ રાજકોટના ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે રહેતા 32 વર્ષીય આશિષ રમેશભાઈ રામોલિયાએ ગઈકાલે સાંજે 6:30 વાગ્યે ગુંદાસરા ફાટક પાસે ઝેરી પ્રવાહી પી લેતા તેમને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આશિષભાઈએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2022માં ફેસબુકના માધ્યમથી કેશોદની એક પરિણીત યુવતી સાથે સંપર્ક થયો હતો, ત્યારબાદ બંનેએ મૈત્રી કરાર કરી એક વર્ષ સાથે વિતાવ્યું હતું. જોકે, બાદમાં મૈત્રી કરાર છૂટો થતા યુવતી પરત તેના પતિ પાસે જતી રહી હતી. 3 દિવસ પહેલા તેમના પર કાર ચડાવી દેવાનો પણ પ્રયાસ થયો હતો આ વિવાદને પગલે યુવતીના પરિચિતો જેન્તીભાઈ બારસીયા, ધીરુભાઈ વાળંદ, પૃથ્વીરાજ સિંહ ઉર્ફે કાનો અને મનીષભાઈ ભલસોડ ઉર્ફે ટકો સતત માનસિક - શારીરિક ત્રાસ આપતા હતા. આશિષભાઈના જણાવ્યા મુજબ, દોઢ વર્ષ પહેલા તેમનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો અને 3 દિવસ પહેલા તેમના પર કાર ચડાવી દેવાનો પણ પ્રયાસ થયો હતો. ગઈકાલે બપોરે પૃથ્વીરાજસિંહ ઉર્ફે કાનાએ આવીને હાથ-પગ ભાંગી નાખવાની અને શાકભાજીનો ગલ્લો સળગાવી દેવાની ધમકી આપતા કંટાળીને તેમણે આ પગલું ભર્યું હતું. અગાઉ કારખાનું ચલાવતા આશિષએ આ વિવાદોને કારણે ધંધો પણ ગુમાવવો પડ્યો હોવાનું જણાવ્યું છે. હાલ પોલીસે આ મામલે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નટેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરનાર કુખ્યાત તસ્કર ઝડપાયો રાજકોટના 80 ફૂટ રોડ પર આવેલા નટેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે કોઠારીયા કોલોનીમાં રહેતા અને વાહન લે-વેચનો વ્યવસાય કરતા વેપારી વિરભદ્રસિંહ માનુભા જાડેજાએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ગત તા. 14ના રોજ વહેલી સવારે આશરે 4:15 વાગ્યે એક અજાણ્યા શખસે મંદિરમાં પ્રવેશ કરી 4 દાનપેટીઓના લોક તોડી તેમાંથી આશરે 10,000ની રોકડ રકમની ચોરી કરી હતી. આરોપી અગાઉ ચોરી સહિતના 31 ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો આ ઉપરાંત તસ્કર મંદિરમાંથી 500ની કિંમતની પિતળની ટંકોરી અને 300ની કિંમતની સ્ટીલની ડોલ પણ ચોરી કરી ગયો હતો. મંદિરના પુજારી ગોવિંદપરી ગૌસ્વામીએ આ અંગે ટ્રસ્ટીઓને જાણ કરતા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર ચોરીની ઘટના કેદ થઈ હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ટેકનિકલ સોર્સીસ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલુ હતી. તે દરમિયાન બાપુનગર બગીચા પાસે એક શંકાસ્પદ શખ્સ હોવાની બાતમી મળી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મેહુલ ઉર્ફે ભૂરી ઉર્ફે મામો ધનજીભાઈ જેઠવા નામના શખ્સને ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછમાં તેણે નટેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે તેની પાસેથી 5500ની રોકડ, પિતળની ટંકોરી અને સ્ટીલની ડોલ સહિત 6300નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલ આરોપી અગાઉ ચોરી સહિતના 31 ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે અને અનેકવાર પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. મવડી વિસ્તારમાં બ્યુટીપાર્લર ચલાવતી 23 વર્ષીય યુવતીનો આપઘાત રાજકોટનાં મવડીની મીરાબાઈ ટાઉનશીપમાં 23 વર્ષીય બંસી સોલંકીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મૃતક બ્યુટી પાર્લર ચલાવતી હતી. આપઘાતનું કારણ જાણવા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગત મુજબ, મવડી વિસ્તારમાં રહેતા 23 વર્ષીય બંસીબેન પ્રવિણભાઈ સોલંકી ગઈકાલે બપોરે 3:30 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ જતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે મૃત જાહેર કરેલ હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, બંસી તેના ભાઈ અને માતા પિતા સાથે રહેતી હતી. તેમના પિતા નોકરી કરે છે અને પોતે બ્યુટી પાર્લર ચલાવતી હતી. યુવતીના આપઘાતથી પરિવારમાં આઘાત વ્યાપી ગયો છે કયા કારણોસર યુવતીએ પગલું ભર્યું તે જાણવા માટે તાલુકા પોલીસએ વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં કોમ્બિંગ નાઈટ, છરી સાથે 12 અને નશાની હાલતમાં 18 શખસો ઝડપાયા રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ દ્વારા સમયાંતરે ખાસ ડ્રાઈવ અને કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવે છે. ગઈકાલે રાત્રે રૈયાધાર વિસ્તારમાં જલારામ ચોક નજીક એક યુવકની હત્યાની ઘટના બની હતી ત્યારે યોજાયેલી કોમ્બિંગ નાઈટમાં કુલ 30 શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા હતા. જેમાં પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી છરી જેવા ઘાતક હથિયારો સાથે રાખીને રખડતા 12 શખ્સો અને જાહેર રોડ પર નશાની હાલતમાં નીકળેલા 18 નસેડીઓને દબોચી લીધા હતા. ઝડપાયેલા તમામ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં હથિયાર સાથે પકડાયેલા શખ્સોમાં ભક્તિનગર પોલીસે રવિ દલસાણીયા અને અબઝલ ઉર્ફે બાપુ યાશીનભાઈ કાદરીને ઝડપ્યા હતા. જ્યારે રાજકોટ તાલુકા પોલીસે દર્શન ભાનુશંકરભાઈ મહેતા, જગદીશ ઉર્ફે જગો રાજુભાઈ સાડમિયા અને ધ્રુવતસિંહ દિલીપસિંહ વાઘેલાની ધરપકડ કરી હતી. આ ઉપરાંત એ ડિવિઝન પોલીસે ભીલો ચારોલીયા, ગાંધીગ્રામ પોલીસે ગૌતમ ભિખુભાઈ રામાણી, યુનિવર્સિટી પોલીસે અજીતસિંહ પ્રવિણસિંહ તોમર, પ્રનગર પોલીસે કાર્તિક મહેશભાઈ સોલંકી, બી ડિવિઝન પોલીસે હનીફ હાસમભાઈ પાળા, એરપોર્ટ પોલીસે હસુ વેરશીભાઈ પરમાર અને થોરાળા પોલીસે ઓધવ બચુભાઈ સનુરાને છરી સાથે પકડી પાડ્યા હતા. જ્યારે અન્ય 18 જેટલા શખ્સો નશાની હાલતમાં ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પિતાના ત્રાસથી ઘર છોડી અમદાવાદ ભાગી ગયેલા સગીરને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે શોધી કાઢ્યો રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનના જોધપુરના વતની પરિવારનો 16 વર્ષનો સગીર પુત્ર ગત તા. 11 ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. આ સમયે માતા-પિતા વતનમાં હતા અને મોટો ભાઈ વિવેક શાકભાજી લેવા ગયો હતો. વિવેક ઘરે પરત ફરતા ભાઈ ગુમ હોવાનું જણાયું હતું અને તેનો ફોન પણ બંધ આવતો હતો. આ બાબતે માતા ભારતીબેન સાવરીયાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કેસની ગંભીરતા જોઈ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે સગીર અમદાવાદમાં છે. ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સગીરને અમદાવાદથી સલામત રીતે શોધી કાઢ્યો હતો. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, પિતા અવારનવાર મારકૂટ કરતા હોવાથી કંટાળીને પુત્ર અમદાવાદની કોઈ હોટલમાં કામ કરી લેશે તેવું વિચારીને ઘરેથી ભાગી ગયો હતો. હાલ પોલીસે સગીરનો કબજો પરિવારને સોંપી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં દારૂની મહેફિલ માણી પરત ફરતા કચ્છના 5 મિત્રો ઝડપાયા મોરબી રોડ પર વેલનાથપરા ઓવરબ્રિજ પાસે ગત રાત્રે પેટ્રોલિંગમાં રહેલી બી ડિવિઝન પોલીસની ટીમે શંકાસ્પદ રીતે સર્પાકાર ચાલતી કારને અટકાવી તપાસ હાથ ધરી હતી. પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ અને ટીમ દ્વારા રાત્રિના 12:30 વાગ્યા આસપાસ કાર નંબર GJ 12 CG 3520 ને રોકી ચાલક ભાવિન ભર્યાની પૂછપરછ કરતા તે નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. તેની સાથે કારમાં સવાર અન્ય મિત્રો હાર્દિક દેવજીભાઈ ચાવડા, ઇન્દ્રજીત માયાભાઈ ચાવડા, ધ્રુવ ભરતભાઈ મહેશ્વરી અને દીપેન શામજીભાઈ મકવાણા પણ નશામાં ધૂત હાલતમાં મળી આવ્યા હતા. આ તમામ શખસો કચ્છના માંડવી, ભુજ અને ગાંધીધામ વિસ્તારના વતની છે અને રાજકોટમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ પાંચેય મિત્રો લગ્ન પ્રસંગમાં દારૂની પાર્ટી કર્યા બાદ મોડી રાત્રે પરત વતન જઈ રહ્યા હતા, ત્યારે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે કારચાલક સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અન્ય ચાર શખસો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 16 વર્ષીય સગીરાનું કારખાનાની લિફ્ટમાં માથું આવી જતા ગંભીર ઈજા રાજકોટમાં 16 વર્ષીય સગીરાનું કારખાનાની લિફ્ટમાં માથું આવી જતા ગંભીર ઈજા થઈ હતી. સોખડાના કારખાનામાં આ ઘટના બની હતી. ઇજાગ્રસ્ત સગીરાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ 16 વર્ષીય સગીરા સોખડા ગામે રહે છે. આજે સવારે 10 સોખડા ગામે કારખાનામાં કામ કરતી હતી તે દરમ્યાન કોઈ કારણે લિફ્ટમાં માથું આવી જતા સારવાર માટે ખસેડવામાં આવી છે પોલીસે આ બનાવ અંગે હકીકત જાણવા માટે વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    પોક્સો કોર્ટે આરોપીને સજા ફટકારી:કબૂતરનું ઈંડુ બતાવવાના બહાને લઈ જઈને 7 વર્ષીય સગીર સાથે કુકર્મ કર્યું, 20 વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો
    Next Article
    Indian tanker arrives from Hormuz, two others expected on Tuesday; no talks with US on deploying warships

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment