Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:સોનામાં 72 હજારનો કડાકો, હજું કેટલું સસ્તું થશે? વાપીમાં PIએ આરોપીના પગમાં ગોળી ધરબી દીધી, પાકિસ્તાની અમ્પાયરના 'જેટ ક્રેશ' સેલિબ્રેશન પર બબાલ

    19 hours ago

    નમસ્તે, સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થતાં વેપારીઓએ પીએમ મોદીનો આભાર માન્યો. એનવિડિયાના પૂર્વ CEOને લઈને મોટો દાવો થયો. રામાયણ ફિલ્મે કમાણીનો નવો રેકોર્ડ બનાવ્યો. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર નેપાળના પીએમ બાલેન શાહ PM મોદી સાથે મુલાકાત કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. સોનું ₹65 હજાર સસ્તું થતાં PM મોદીને પત્ર લખ્યો:વેપારી સંગઠને કહ્યું- વડાપ્રધાને બચાવી લીધા, મે મહિનામાં સોનું ન ખરીદવાની અપીલ કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનું ન ખરીદવાની સલાહને લઈને વેપારીઓએ તેમને થેંક યુ લેટર લખ્યો છે. ચેમ્બર ઑફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)નું કહેવું છે કે PMની સલાહ બાદ વેપારીઓએ મોંઘા ભાવે સોનું ખરીદ્યું નહોતું. તેનાથી તેઓ મોટા નુકસાનથી બચી ગયા. CTIના ચેરમેન બ્રિજેશ ગોયલ મુજબ, PM મોદીની સલાહના સમયે સોનાનો ભાવ 1.90 કરોડ રૂપિયા પ્રતિ કિલો હતો, જે હવે ઘટીને 1.25 કરોડ રૂપિયા થઈ ગયો છે. એટલે કે પ્રતિ કિલો 65 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે. વળી, તેને પ્રતિ 10 ગ્રામના હિસાબે જોઈએ તો ભાવ 1.90 લાખ રૂપિયાથી ઘટીને 1.25 લાખ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 'BJP-RSSને ભારતીય પરંપરાઓની સમજ નથી':રાહુલ ગાંધીએ કહ્યું- આ લોકો અસંસ્કારી, લોભી અને પુરુષપ્રધાન છે; અર્ધનારીશ્વરની તસવીર શેર કરી રાહુલ ગાંધીએ રવિવારે ફરી એક વખત ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી તસવીર શેર કરી. આ પોસ્ટમાં રાહુલે મહારાષ્ટ્રની એલિફન્ટ કેવ્ઝમાં બનેલી અર્ધનારીશ્વરની મૂર્તિ શેર કરી. જે આશરે 1500 વર્ષ જૂની છે. રાહુલે પોસ્ટમાં લખ્યું કે હું ભારતીય આધ્યાત્મિક અને ધાર્મિક પરંપરાઓને જેટલી ઊંડાણપૂર્વક સમજી રહ્યો છું, આ વાત એટલી જ સ્પષ્ટ થતી જઈ રહી છે. ભાજપ અને આરએસએસ અસંસ્કારી, લોભી, જાતિવાદી અને પુરુષપ્રધાન છે. તેમને આપણી આધ્યાત્મિક અને ધાર્મિક પરંપરાઓની જરા પણ સમજ નથી. છેલ્લા 6 દિવસમાં રાહુલની આ બીજી પોસ્ટ છે. આ પહેલાં 17 નવેમ્બરે તેમણે 12મી સદીની શિવ-પાર્વતીની તસવીર પોસ્ટ કરી હતી, જેમાં પાર્વતી ભગવાન શિવના ખોળામાં બેઠાં હતાં. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઇઝરાયલમાં નવી સરકારનો તખ્તો તૈયાર?:આઇઝનકોટનું નેતન્યાહૂની પાર્ટીને તેડું, PM પદ માટે રાખી શરત; સાત દિવસ પહેલાં કહ્યું હતું- હું નેતન્યાહૂની જાળમાં નહીં ફસાઉં ઇઝરાયલમાં નવી સરકાર બનાવવા માટે યાશાર પાર્ટીના પ્રમુખ ગાદી આઇઝનકોટએ કાર્યકારી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની પાર્ટી લિકુડને આમંત્રણ આપ્યું છે. બંને પાર્ટીઓ વચ્ચે રવિવારે ગઠબંધન સરકાર બનાવવા અંગે વાતચીત થશે. આઇઝનકોટે સ્પષ્ટ કર્યું છે કે નવી સરકાર બનશે તો વડાપ્રધાન તેઓ પોતે બનશે. તેના એક અઠવાડિયા પહેલાં નેતન્યાહૂએ આઇઝનકોટને અપીલ કરી હતી કે મળીને સરકાર બનાવીએ. પરંતુ આઇઝનકોટએ કહ્યું હતું કે નેતન્યાહૂ ચૂંટણી હારી ચૂક્યા છે. હું તેમની ચાલમાં નહીં ફસાઉં. 27 ઑક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં નેતન્યાહૂની પાર્ટીએ બહુમતી ગુમાવી દીધી હતી. ચૂંટણીમાં નેતન્યાહૂના ગઠબંધનને 53 બેઠકો અને આઇઝનકોટના ગઠબંધનને 48 બેઠકો મળી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. પ્રેમ, જાસૂસી અને AI ચિપ્સની તસ્કરી:એનવિડિયાના પૂર્વ CEO હુઆંગની ચીની ગર્લફ્રેન્ડના મિત્રએ મલેશિયાના રસ્તે ચીન મોકલ્યા સર્વર; પતિએ ઊભું કર્યું ₹83 હજાર કરોડનું ડેટા સેન્ટર એનવિડિયાના ભૂતપૂર્વ CEO જેન્સન હુઆંગની ચીની ગર્લફ્રેન્ડ એલિસ હુઆંગનો ચીની વેપારી મિત્ર લી મિંગ પ્રતિબંધિત AI ચિપ્સની તસ્કરી કરી રહ્યો હતો. ધ વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, તે એનવિડિયાની ચિપ્સ ધરાવતા કમ્પ્યુટર સર્વરો મલેશિયાના માર્ગે ચીન મોકલતો હતો. અહેવાલ મુજબ, લી મિંગ આ કામમાં એકલો નહોતો. તે એલિસ અને તેના પતિ કાંગ વેઈ સાથે મળીને દક્ષિણ-પૂર્વ એશિયામાં અનેક કંપનીઓનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. કાંગે આ જ નેટવર્ક મારફતે ચીનમાં 9 અબજ ડૉલર (લગભગ 83 હજાર કરોડ રૂપિયા)ના ડેટા સેન્ટરો બનાવવાની શરૂઆત કરી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ‘એ મારી દીકરીને લઈ જઈ રહ્યા છે...’:અમેરિકામાં અધિકારીઓનાં પગ પકડીને ધ્રુસકે ને ધ્રુસકે રડી માતા; એક્સપાયર વિઝા સાથે US રહેવાનો આરોપ હતો અમેરિકાના સીએટલ-ટાકોમા એરપોર્ટ પર શનિવારની સવારે મુસાફરો લોસ એન્જેલિસની ફ્લાઇટમાં સવાર થઈ રહ્યા હતા, ત્યારે જેટ બ્રિજ પર માસ્ક પહેરેલા ઇમિગ્રેશન અધિકારીઓએ બે લોકોને કસ્ટડીમાં લીધા. મુસાફરોની નજર સામે ઝપાઝપી થઈ અને ફ્લાઇટ મોડી રવાના થઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અધિકારીઓ એક શખ્સને જમીન પર ઢસડતા દેખાઈ રહ્યા છે. બીજી તરફ, એક મહિલા અધિકારીના પગ પકડીને ચીસો પાડીને કહી રહી છે કે તેની દીકરીને લઈ જવામાં આવી રહી છે અને તેની પાસે વર્ક પરમિટ છે. આ ઘટનાને કારણે ફ્લાઇટ પણ લેટ પડી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. વાપી ખંડણી કેસના આરોપીને SOG PI એ પગમાં ગોળી ધરબી:DNA ટેસ્ટ બાદ પરત ફરતા પોલીસ પર હુમલો, 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત, વલસાડ સિવિલ ખસેડાયો વાપીની અભિષેક જ્વેલર્સના સંચાલક પાસે ₹5 કરોડની ખંડણી માગવા અને તેમના નાના પર જીવલેણ હુમલો કરવાના ચકચારી કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ રિમાન્ડ પર રહેલા 3 આરોપીઓના DNA ટેસ્ટ કરાવી પરત ફરી રહેલી વલસાડ SOGની ટીમ પર એક આરોપીએ હુમલો કરી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. બલિઠા રેલવે અંડરપાસ પાસે બનેલી આ ઘટનામાં આરોપી જુગરાજસિંહે SOG PI દિનેશ પરમારને કોણી મારી હતી, જ્યારે પોલીસ વાહનના ડ્રાઇવર પર હથકડીથી હુમલો કર્યો હતો. આ દરમિયાન PIએ સ્વબચાવમાં આરોપીના પગમાં સર્વિસ રિવોલ્વરથી ગોળી ચલાવતા તે ઘાયલ થયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 7. દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો:રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું, નલિયા 11 ડિગ્રી સાથે સૌથી ઠંડુ ગુજરાતમાં શિયાળાની ઋતુમાં ઠંડીની ધીમે-ધીમે જમાવટ શરૂ થઈ ગઈ છે અને નવેમ્બરના અંતમાં નાગરિકોને ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડતાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. નવેમ્બરના અંતિમ દિવસોમાં જ અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે, જેમાં નલિયા, ગાંધીનગર અને અમરેલીમાં ઠંડીની અસર વધુ જોવા મળી રહી છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડા મુજબ કચ્છનું નલિયા 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે, જ્યારે પાટનગર ગાંધીનગરમાં 12.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : સોનિયા ગાંધીનું ઇટાલીનું પૈતૃક ઘર મ્યુઝિયમ બન્યું:માલિકે ગાંધી પરિવારને આવવાનું આમંત્રણ આપ્યું, કેરળથી પર્યટકો મુલાકાત લેવા પહોંચે છે (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : નેપાળના PM બાલેન શાહ ભારત પહોંચ્યા, આજે એસ. જયશંકરને મળ્યાં:આવતીકાલે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત, રામ-સીતાની નગરીને જોડતી ટ્રેનનું ઉદ્ઘાટન કરશે (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : થિરુપરનકુંડ્રમ પહાડી પર દીવો પ્રગટાવવાના વિરોધમાં તમિલનાડુ સરકાર:સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ; કોર્ટે દીવો પ્રગટાવવાની મંજૂરી આપી છે, મંદિર-દરગાહમાં વિવાદ (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : બ્રિટિશ તરવૈયાએ તરતા-તરતા 3 દિવસમાં હોર્મુઝ પાર કર્યું:તેલ ટેન્કર પરના હુમલા જોયા, દરિયાઈ પર્યાવરણને બચાવવા માટે દુનિયાને અપીલ કરી (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : મારુતિ સુઝુકીએ પસંદગીની કારોના ભાવ વધાર્યા:22 નવેમ્બરથી કિંમતો લાગુ, સરેરાશ 0.31% વધારો; વધતા ખર્ચને કારણ ગણાવ્યું (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : ખેલાડીઓ સાથે પાકિસ્તાની અમ્પાયરના 'જેટ ક્રેશ' સેલિબ્રેશન પર બબાલ:ભારત ભડક્યું, અમ્પાયરની નિષ્પક્ષતા પર CABIએ ઉઠાવ્યા સવાલ; ફાઇનલ રમ્યા વિના PAKને ટ્રોફી અપાઈ હતી (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સોમવારે વૈકુંઠ ચતુર્દશી:ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની એકસાથે પૂજા કરવાનો પર્વ, જાણો માન્યતાઓ અને કથા (વાંચો સંપૂર્ણ કથા) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ખર્ચ બચાવવા લગ્ન સ્પોન્સર કરાવી રહ્યા છે કપલ ચીનમાં લગ્નનો ખર્ચ બચાવવા માટે કપલ કંપનીઓ પાસેથી સ્પોન્સરશિપ લઈ રહ્યા છે. બદલામાં લગ્નમાં કંપનીઓના પ્રોડક્ટ્સ અને બ્રાન્ડનો સામાન ઉપયોગમાં લેવામાં આવે છે. કેટલાક કપલ આનાથી અંદાજે ૨.૫ લાખ રૂપિયા સુધીની બચત કરી રહ્યા છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. સન્ડે બિગ સ્ટોરી : લગ્ન માટે તૈયાર નથી GEN-Z: ઝડપી ડેટિંગ અને હૂકઅપ કલ્ચર વધ્યું, એક્સપર્ટે કહ્યું- ફિઝિકલ સપોર્ટ મળવાથી નથી કરતા મેરેજ 2. ખાખી કવર : ‘ગૃહમંત્રી અમિત શાહ તમારો ફોન સાંભળી રહ્યા છે’: જેકલીનને કરોડોની ગિફ્ટ, ઉદ્યોગપતિ-નેતાઓ સાથે અબજોનું ચીટિંગ, ઠગ સુકેશ ચંદ્રશેખરની કુંડળી 3. લાઇટ, કેમેરા, કોન્ટ્રોવર્સી : ઐશ્વર્યાનું નામ લેતાં કેટરીનાની બર્થડે પાર્ટી રણભૂમિમાં ફેરવાઈ ગઈ: 5 વર્ષ બાદ દુશ્મની ભૂલ્યા સલમાન-શાહરુખ; આર્યન ડ્રગ્સ કેસમાં ફસાતા 'દબંગ' ખડેપગે રહ્યો 4. આજનું એક્સપ્લેનર: બાલેન શાહ દિલ્હી પહોંચ્યા, સાંસદોને ચીન મોકલ્યા, આખરે નેપાળની સ્ટ્રેટેજી શું છે; 25 કલાકમાં શું-શું હાંસલ કરશે 5. ચાનો સ્વાદ વધારતું આદુ છે પોષક તત્વોનો ભંડાર:વજન ઘટાડશે, પિરિયડ્સના દુખાવાથી આપશે રાહત; ડૉક્ટર પાસેથી જાણો કોણે ન ખાવું 6. સાઉથમાં કામ કરવાના કારણે બોલિવૂડ 'ડ્રોપઆઉટ'નો ઠપકો મળ્યો:જેનેલિયાએ લગ્ન બાદ કરિયર સમાપ્ત થવાના મેણાં સાંભળ્યાં, 'વેડ' દ્વારા ટીકાકારોને આપ્યો જવાબ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ:મીન રાશિના લોકો માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે, તુલા રાશિના જાતકોનું અટકેલું પેમેન્ટ આવવાથી તણાવ દૂર થશે (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    Ankita Mishra Bhojpuri Vivah Geet: अंकिता मिश्रा के भोजपुरी विवाह गीत आजु जनकपुर में मड़वा रिलीज, शादी की रस्मों की याद दिलाएंगे 10 मधुर गीत
    Next Article
    Inside Travis And Jason Kelce's $100 Million Podcast Deal

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment