Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ રેલવે સ્ટેશન પર 72 મીટર લાંબો ફૂટ ઓવર બ્રિજ:40 કરોડના ખર્ચે એરપોર્ટ જેવી સુવિધાઓ, લિફ્ટ-એસ્કેલેટર સાથે 3 મહિનામાં તૈયાર થશે

    9 hours ago

    પાટણ રેલવે સ્ટેશનનું 40 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિકીકરણ થઈ રહ્યું છે. સ્ટેશનના પૂર્વ-પશ્ચિમ છેડા અને પ્લેટફોર્મને જોડતો 72 મીટર લાંબો, 12 મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ 3 મહિનામાં તૈયાર કરવાનું આયોજન છે. આ ફૂટ ઓવર બ્રિજ અંદાજે 10 કરોડ રૂપિયાના ખર્ચે ડી. આર. અગ્રવાલ પ્રાઇવેટ લિમિટેડ એજન્સી દ્વારા બની રહ્યો છે. હાલ ક્રેનની મદદથી પીલ્લરો અને કમાનો ગોઠવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. બ્રિજને આધુનિક દેખાવ આપવા રૂફ ટ્રસ પદ્ધતિથી ડોમ બનાવાશે. કમાનો પર એક્રેલિક પતરા લાગશે, જે કુદરતી પ્રકાશ આપશે અને તડકા-વરસાદથી રક્ષણ આપશે. મુસાફરો માટે રૂફ પ્લાઝા, ખાણીપીણીના સ્ટોલ અને આરામની વ્યવસ્થા પણ હશે. દિવ્યાંગો, વૃદ્ધો અને સામાન સાથેના મુસાફરો માટે 4 સીડીઓ, 2 લિફ્ટ અને 2 એસ્કેલેટરની સુવિધા અપાશે. એજન્સીએ આ બ્રિજ આગામી 3 મહિનામાં પૂરો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વેસુ VIP રોડ પર ડમ્પરે ટ્યુશન જતી બહેનોને અડફેટે લીધી:અકસ્માતમાં 22 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત, બીજી બહેન ગંભીર હાલતમાં સારવાર હેઠળ
    Next Article
    અંબાજીની રાજકમલ ટાઉનશીપમાં છઠ્ઠા નોરતે પારિવારિક ગરબા મહોત્સવ યોજાયો:નાના બાળકોથી વડીલો સુધીએ વેશભૂષા ધારણ કરી માતાજીની આરાધના કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment