Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપાની 72 બેઠક પર મતદાન:3 વાગ્યા સુધીમાં 18 વોર્ડમાં 39.13% મતદાન, સૌથી ઓછું વોર્ડ-1માં; ગરમીનો પારો વધતા મતદાન ઘટ્યું

    1 day ago

    રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકો પર આજે 26 એપ્રિલે મતદાન શરૂ છે. 9 લાખ 85 હજારથી વધુ મતદારો કૂલ 236 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરશે. રાજકોટમાં આજે ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. તંત્ર દ્વારા પાણી-છાયડા સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વધુમાં વધુ મતદારો સવારે 10 પહેલા મતદાન કરે તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. હાલમાં શહેરના તમામ મતદાન મથકો પણ મતદારોની લાઈનો જોવા મળી રહી છે. લોકો લોકશાહીના પર્વમાં સહભાગી થવા ઉત્સુક જોવા મળી રહ્યા છે. તો ઉમેદવારો પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યાં છે. રાજકોટ મહાનગરપાલિકામાં બપોરના 3 વાગ્યા સુધી 18 વોર્ડમાં કુલ 39.13% મતદાન નોંધાયું, જેમાં 43.54% પુરુષ અને 34.41% મહિલાઓએ મતદાન કર્યું. સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 15માં 52.99%, જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 1માં 31.66% નોંધાયું છે. સૌરાષ્ટ્રનું રાજકીય ચક્રઃ 2015માં પરિવર્તન, 2021માં પુનરાવર્તન અને 2026માં અંડર કરંટથી ક્રોસ વોટિંગનો ભાજપને ભય રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં આ વખતે 1.08 લાખ મતદારો ઘટતા કુલ 9.85 લાખ મતદારો આજરોજ મનપાના 18 વોર્ડ માટે 72 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા મતદાન કરી રહ્યા છે. જ્યારે રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 9.56 લાખ મતદારો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વખતે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મતદારોમાં અંડર કરંટ જોવા મળી રહ્યો છે, જેનો ભય સૌથી વધુ ભારતીય જનતા પાર્ટીને સતાવી રહ્યો છે. કારણ કે રાજકોટ સહીત અનેક જગ્યાએ ઉમેદવારોની જાહેરાત બાદ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતની કુલ 200 બેઠક પૈકી 4 બેઠક બિન હરીફ થતા 196 બેઠક માટે મતદાન ચાલી રહ્યું. આ 196 બેઠક માટે 276 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જેમાં સૌથી વધુ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના વિસ્તારમાં જસદણ તાલુકા પંચાયતની 22 બેઠક માટે 70 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે બિનહરીફ થયેલી બેઠકમાં રાજકોટ, જેતપુર, ગોંડલ અને ધોરાજી તાલુકા પંચાયતની એક એક બેઠક મળી કુલ 4 બેઠક બિનહરીફ થવા પામી છે. રાજકોટ મહાનગર પાલિકાની વર્ષ 2021ની ચૂંટણીમાં 50.88% મતદાન નોંધાયું હતું, જેમાં સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 4માં 56.49% નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 1માં 45.16% મતદાન નોંધાયું હતું. મતદાનની તસવીરો…
    Click here to Read More
    Previous Article
    હર્ષ સંઘવી અને સીઆર પાટીલે મતદાન કર્યું:ગરમીનો પારો ચડતા મતદાન મથકોમાં પાંખી હાજરી, સુરતમાં 3 વાગ્યા સુધીમાં 43.52% મતદાન નોંધાયું
    Next Article
    ગીર સોમનાથમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન:લગ્ન પહેલા વરરાજાએ તો 108 વર્ષના દાદીએ 41 ડિગ્રી તાપમાન વચ્ચે મતદાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment