Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ રોજગાર મેળામાં 72 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી:111માંથી 72 યુવાનોને ખાનગી કંપનીઓમાં રોજગારીની તક

    8 hours ago

    પાટણ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. 23 જૂન, 2026ના રોજ પાટણ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં કુલ 111 ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી 72 યુવક-યુવતીઓની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ ભરતી મેળાનું આયોજન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ સ્થિત યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રોજગારવાંચ્છુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. મેળામાં એગ્રોવિકાસ એન્ડ એગ્રીટેક પ્રા. લિ., પાટણ અને જીઓફશ ઓર્ગેનિક, સિદ્ધપુર જેવી પ્રતિષ્ઠિત ખાનગી કંપનીઓએ ભાગ લીધો હતો. આ કંપનીઓ દ્વારા મશીન ઓપરેટર, પ્રોડક્ટ સેલ્સ એક્ઝિક્યુટિવ, ફેક્ટરી હેલ્પર, ટેલી કોલિંગ એક્ઝિક્યુટિવ અને સિવિલ એન્જિનિયર સહિતની વિવિધ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ લઈને ઉમેદવારોની પસંદગી કરાઈ હતી. આ ભરતી મેળામાં ધોરણ-10 પાસ, ધોરણ-12 પાસ, આઈ.ટી.આઈ. (તમામ ટ્રેડ), ગ્રેજ્યુએશન અને બી.આર.એસ. એગ્રીકલ્ચર જેવી વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા તેમજ 18 થી 40 વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લા રોજગાર વિનિમય કચેરીનો મુખ્ય હેતુ રોજગારવાંચ્છુ યુવાનો અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરી સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઊભી કરવાનો છે. પસંદગી પામેલા ઉમેદવારોએ આ આયોજન બદલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જંગલેશ્વર ડિમોલિશનમાં ‘કાજુ કતરી’ કોણ ઝાપટી ગયું?:ખાણીપીણીનું 27.20 લાખનું બિલ જોઈ મનપાના સ્ટેન્ડિંગ ચેરમન પણ ચોંક્યા, બેઠકમાં ગ્રીન અર્બન પોલિસી સહિત 6 દરખાસ્ત ના-મંજૂર
    Next Article
    Bharat Tiwari Encounter से भड़के लोग, सम्राट चौधरी को बताया ज़िम्मेदार? Bihar Police|

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment