Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વંથલીમાંથી લાખોના વિદેશી દારૂ સાથે ટ્રકચાલક ઝડપાયો:જૂનાગઢ રેન્જ પોલીસે વંથલી પંથકમાંથી ટાટા ટોરસ ટ્રકમાં ભરીને લઈ જવાતો રૂ. 71.61 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.

    8 hours ago

    ​તહેવાર પર જૂનાગઢ જિલ્લામાં નશાનો કાળો કારોબાર ફેલાય તે પહેલાં જૂનાગઢ રેન્જ આઈજીને મોટી સફળતા મળી છે.જૂનાગઢ રેન્જ આઈજીની ટીમ દ્વારા રૂ 59 લાખથી વધુના વિદેશી દારૂ સાથે એક બૂટલેગરને ઝડપી પાડવામાં આવ્યો છે. રેન્જ આઈ.જી ની ટીમ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સંયુક્ત ખાનગીરાહે બાતમી મળેલ કે, એક ટાટા કંપનીના ટોરસ ટ્રકમાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરીને રાજકોટ તરફથી આવીને વંથલી તરફ નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસે વાહનની વોચ ગોઠવી હતી. ​ત્યારે દારૂ ભરેલો ટ્રક વંથલી તરફ શાપુર ઓવરબ્રિજ તરફ આવતો હોય, પોલીસે તે વાહનને વંથલી તાલુકાના શાપુર ચોકડી તરીકે ઓળખાતા વિસ્તાર પાસે એક ફાર્મ હાઉસ પાસે અટકાવીને રોકવામાં આવ્યો હતો. આ ટ્રકની તલાશી લેતા સફેદ રંગની તાડપત્રીઓ દોરડાથી બાંધેલી જોવા મળી હતી. આ તાડપત્રી હટાવીને જોતા પૂઠાના બોક્સમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વંથલી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ​પકડાયેલ આરોપી: આ કેસમાં ભોજાભાઈ કારાભાઈ કોડિયાતર (રહેવાસી – બોખીરા કન્યાશાળાની બાજુમાં, રબારીકેડા, પોરબંદર) ઝડપાઈ ગયેલ છે. ​હાજર નહીં મળી આવનાર આરોપીઓ: 1.પ્રશાંત ગિરીશભાઈ વાઘેલા (રહેવાસી – ખાગેશ્રી ગામ, ડોકોમેડી શેરી, તા. કુતિયાણા, જી. પોરબંદર) 2.અજાણ્યો ઇસમ (રાજસ્થાન ભીલવાડા ખાતેથી દારૂનો જથ્થો ભરી આપનાર) ​કબ્જે કરવામાં આવેલ મુખ્ય મુદ્દામાલ: • ​કુલ 15,175 બોટલો (850 પેટી) • ​ટાટા કંપનીનો ટોરસ ટ્રક • ​દારૂની કિંમત: રૂ. 59,49,420/- • ​ટ્રક તથા અન્ય મુદ્દામાલની કિંમત: રૂ. 12,11,800/- • ​કુલ મુદ્દામાલ: દારૂ અને ટ્રક મળી કુલ રૂ. 71,61,220/- નો લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. ડી.આઈ.જી.પી. દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જૂનાગઢ રેન્જ વિસ્તારમાં કોઈપણ પ્રકારની પ્રોહિબિશન અંગેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કે અસામાજિક તત્વોને બક્ષવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આ પ્રકારે કડક કાર્યવાહી ચાલુ રહેશે
    Click here to Read More
    Previous Article
    Anjali Anand Recalls Her Shah Rukh Khan Obsession: 'I Had A Whole Chapter Om Shanti Om Rough Book'
    Next Article
    Nvidia CEO's Likely Divorce Payout May Outdo Jeff Bezos' $35-Billion Record

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment