Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લખતરમાં રૂ. 7.13 લાખનો દારૂ-વાહન જપ્ત:LCBએ બોલેરો કેમ્પરના ચોર ખાનામાંથી દારૂ ઝડપી એકને પકડ્યો

    12 hours ago

    સુરેન્દ્રનગર LCBએ લખતર પોલીસ સ્ટેશન વિસ્તારના ભાસ્કરપરા ગામના પાટિયા પાસે હાઇવે રોડ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બોલેરો કેમ્પર ગાડીના ચોર ખાનામાં છુપાવીને લઈ જવાતો રૂ. 2,03,500નો દારૂ, વાહન અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 7,13,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે એક આરોપી વિલાલખાન અરબાબખાન રાહુમા (રહે. ભભુતેકી ઢાણી, ચોહટન, બાડમેર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો છે. જ્યારે વિજયભાઈ જયંતિભાઈ પટેલ (રહે. જુના દેવળીયા) અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો ઇસમ સહિત બે આરોપીઓ ફરાર છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની બદીને નાબૂદ કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત જિલ્લામાંથી પસાર થતા હાઇવે રોડ પર વાહનોમાં ચોરીછૂપીથી દારૂ ઘુસાડવાના પ્રયાસોને રોકવા માટે અસરકારક કામગીરી કરવા LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને સૂચના આપવામાં આવી હતી. LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાના માર્ગદર્શન હેઠળ LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમોએ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. ચોક્કસ બાતમીના આધારે વિરમગામ-લખતર હાઇવે રોડ પર ભાસ્કરપરા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી બોલેરો કેમ્પર ગાડીને રોકવામાં આવી હતી. પોલીસે બોલેરો કેમ્પર ગાડી (કિંમત રૂ. 5,00,000), 740 નંગ ઇંગ્લીશ દારૂની પ્લાસ્ટિક બોટલો (કિંમત રૂ. 2,03,500) અને એક મોબાઇલ ફોન (કિંમત રૂ. 10,000) સહિત કુલ રૂ. 7,13,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ લખતર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં LCB ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા તથા સ્ટાફના એ.એસ.આઇ. અસલમખાન મલેક, પો.કોન્સ. સંજયભાઈ પાઠક અને પો.કોન્સ. મેહુલભાઈ મકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    PSI ભરતી પરીક્ષાના કોલલેટર 13 એપ્રિલે જાહેર થશે:ઉમેદવારો માટે મહત્વની સૂચના, 19 એપ્રિલે લેખિત પરીક્ષા યોજાશે
    Next Article
    Gujarat Weather Forecast LIVE | વીજળી સાથે વરસાદની ચિંતાજનક આગાહી | Unseasonal Rain | Ambalal | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment