Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં 71.14 ટકા મતદાન:કપરાડા-ધરમપુર તાલુકામાં સૌથી વધુ; જિલ્લાની કુલ 241 બેઠક માટે 619 ઉમેદવારનું ભાવિ EVMમાં કેદ, 28મીએ પરિણામ

    22 hours ago

    વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે (26 એપ્રિલે) મતદાન પ્રક્રિયા ભારે ઉત્સાહ સાથે પૂર્ણ થઈ હતી, જેમાં સરેરાશ 71.14 ટકા મતદાન નોંધાયું હતું. ખાસ કરીને કપરાડા અને ધરમપુર તાલુકાઓમાં સૌથી વધુ મતદાન જોવા મળ્યું હતું. જિલ્લાની કુલ 241 બેઠક માટે 619 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય EVMમાં કેદ થઈ ગયું છે. હવે 28મીએ પરિણામ આવશે. મતદાનના આ પર્વમાં લોકોનો ઉત્સાહ ચરમસીમાએ હતો, જેમાં વાંકલ ગામમાં એક નવદંપતિએ લગ્નવિધિ પૂર્વે મતદાન કરી અન્ય મતદારો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાળઝાળ ગરમીમાં મતદારો અને ચૂંટણી કર્મચારીઓને રાહત આપવા માટે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે વલસાડ પોલીસે વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. જોકે, આ ઉત્સાહની વચ્ચે દહેરી બેઠક પર પાયાની સુવિધાઓના અભાવે સ્થાનિક મતદારોએ મતદાનનો બહિષ્કાર કરીને પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મહિસાગરમાં 58.75 ટકા મતદાન:શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ, 28મીએ પરિણામ; વરરાજાએ પહેલાં મતદાન કર્યું, પછી જાન લઈને પરણવા નીકળ્યા
    Next Article
    મતદાન કર્યા બાદ તબિયત લથડતા વૃદ્ધાનું મોત:પાટણમાં સરેરાશ મતદાન 59.01 ટકા; હારીજ તાલુકાનું મતદાન સૌથી વધુ નોંધાયું, 28મીએ પરિણામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment