Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બન્ને પ્રવાહમાં જિલ્લાનું પરિણામ ઊંચું:નર્મદામાં શિક્ષકોની ભરતીથી વિ.પ્ર.ના પરિણામમાં સુધારો, 711 છાત્રો ઉત્તીર્ણ

    3 days ago

    નર્મદા જિલ્લામાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં છેલ્લા 3 વર્ષમાં સુધારો જોવા મળી રહયો છે. 2024માં પરિણામની ટકાવારી 69.63, 2025માં 69.63 અને 2026માં પરિણામ 84.95 ટકા આવ્યું છે. ચાલુ વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયેલા કુલ 840 વિદ્યાર્થીઓ પૈકી 837 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી 711વિદ્યાર્થી ઉત્તીર્ણ થયાં છે. નર્મદા જિલ્લા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં બન્ને પ્રવાહમાં જિલ્લાનું પરિણામ ઊંચું આવ્યું છે. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.95 ટકા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની જો વાત કરીએ તો રાજપીપળામાં 578 વિદ્યાર્થીઓમાંથી 496 વિદ્યાર્થીઓ જ્યારે દેડિયાપાડામાં 259 માંથી 215 વિધાર્થીઓ પાસ થયાં છે. પરિણામ વધવા પાછળ મહત્વના કારણમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં શિક્ષકો તથા શિક્ષણ સહાયકોની ભરતીને જવાબદાર ગણાવી શકાય તેમ છે. શિક્ષકોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. દરેક વિષયમાં 50 ટકા પ્રકરણ બરાબર‎ભણાવવામાં આવે તો, પાસિંગ માર્ક આવે‎ ભાસ્કર એક્સપર્ટ - કિરણબેન પટેલ,ડીઈઓ,નર્મદા : નર્મદા જિલ્લામાં દર વર્ષે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઓછું આવતું હતું. પરિણામમાં સુધારો લાવવા માટે ધોરણ-12ના શિક્ષકો અને જ્ઞાન સહાયકોની ભરતી પર ભાર મુકવામાં આવ્યો હતો. દરેક શાળામાં પુરતા શિક્ષકોની ભરતી થયા બાદ તેમની સાથે તબકકાવાર બેઠકો કરવામાં આવી હતી. જેમાં દરેક વિષય શિક્ષકને વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકમાંથી ઓછામાં ઓછા 50 ટકા પ્રકરણ બરાબર ભણાવવા માટે સૂચના આપી હતી. 100 ટકામાંથી 50 ટકા કોર્સનો બરાબર અભ્યાસ કરવાથી છાત્રો ઓછામાં ઓછા પાસિંગ અથવા 50 ટકા ગુણ લાવી શકે તેવી રણનિતિ પર કામ કરવામાં આવ્યું હતું. 50 ટકા જેટલા પ્રકરણો સારી રીતે ભણાવવામાં આવતાં આજે નર્મદા જિલ્લાનું ધોરણ-12નું પરિણામ 80 ટકા ઉપર આવ્યું છે. કિસ્સો 1ઃ દાબેલીની લારીધારકની દીકરી જિલ્લામાં પ્રથમ આવી રાજપીપળાની નવદુર્ગા હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી તન્વી માછીએ ધોરણ-12 સાયન્સની પરીક્ષામાં 91.36 ટકા સાથે જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. તન્વીના પિતા દાબેલીની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહયાં છે. અથાગ પરિશ્રમ અને દારૂણ ગરીબી વચ્ચે તન્વીએ 91.36 ટકા ગુણ મેળવી નર્મદા જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પરિણામની ટકાવારી ઉંચી રહે તેવી સંભાવના:ભરૂચમાં ધો-10ના 20 હજાર કરતાં વધુ છાત્રોનું આજે પરિણામ
    Next Article
    Blast Near Cantonment Area In Amritsar, No Casualties Reported: Cops

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment