Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહનના ઈ-ચલણના નામે ઠગાઈ:લિંક ખોલતા આર્મીના સુબેદારના એકાઉન્ટમાંથી 71 હજાર ગાયબ; SBI ક્રેડિટ કાર્ડમાંથી એમેઝોનના વાઉચર ખરીદી લેવાયા

    2 days ago

    વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતા અને EME આર્મી કેમ્પમાં ફરજ બજાવતા 47 વર્ષીય સુબેદાર સાયબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડીનો ભોગ બન્યા છે. વાહનના ખોટા ઈ-ચલણના નામે આવેલા મેસેજમાં આપેલી શંકાસ્પદ લિંક પર ક્લિક કરતાં જ અજાણ્યા ઠગોએ સુબેદારના SBI ક્રેડિટ કાર્ડમાંથી ₹71,000નું ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી લીધું હતું. આ મામલે આર્મી જવાને હરણી પોલીસ સ્ટેશન તેમજ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. 'સિગ્નલ તોડવા બદલ ₹1000 નો દંડ' કહી લિંક મોકલી હરણી વિસ્તારમાં રહેતા સુબેદાર ભાસ્કરણ ઉદયારને ગત 7 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. જેમાં ગાડી નંબરનો ઉલ્લેખ કરી ટ્રાફિક સિગ્નલ જમ્પ કરવા બદલ ₹1,000નો દંડ થયો હોવાનું જણાવાયું હતું અને ચલણની વિગતો જોવા તેમજ પેમેન્ટ કરવા માટે એક લિંક આપવામાં આવી હતી. સુબેદારની દીકરી વતનમાં ટુ-વ્હીલર ચલાવતી હોવાથી તેણે નિયમભંગ કર્યો હોવાનું માની સુબેદારે મેસેજને સાચો ગણી લિંક ઓપન કરી હતી. એમેઝોન પર BGMI ગેમિંગ વાઉચરની ખરીદી કરી લિંક ઓપન કર્યાના બીજા દિવસે એટલે કે 8 સપ્ટેમ્બરે બપોરે સુબેદારના ફોન પર એસબીઆઈ ક્રેડિટ કાર્ડમાંથી અચાનક ₹71,000નું ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થઈ ગયાનો મેસેજ આવ્યો હતો. અનધિકૃત ટ્રાન્ઝેક્શન જોઈ ચોંકી ઉઠેલા સુબેદારે તરત જ પોતાનું એમેઝોન એકાઉન્ટ તપાસતાં માલૂમ પડ્યું હતું કે અજાણ્યા ગઠિયાઓએ આ રકમમાંથી 'BGMI UC Official Voucher' ની મોટી ખરીદી કરી લીધી હતી. ફોનમાંથી Nextgen mParivahan નામની નકલી APK ફાઈલ મળી પૈસા કપાઈ જતાં જ આર્મી જવાને તાત્કાલિક એમેઝોન કસ્ટમર કેરનો સંપર્ક કરી ટ્રાન્ઝેક્શન અટકાવવા જણાવ્યું હતું અને નેશનલ સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે મેસેજની લિંક ખોલતાં જ મોબાઈલમાં 'Nextgen mParivahan.apk' નામની ખતરનાક ફાઈલ બેકગ્રાઉન્ડમાં ઇન્સ્ટોલ થઈ ગઈ હતી, જેના થકી હેકર્સે ફોન અને ઓટીપીનો કંટ્રોલ મેળવી લીધો હતો. આ અંગે હરણી પોલીસે બનાવટી એપીકે ફાઈલ મોકલનાર અને ઓનલાઈન ફ્રોડ આચરનારા અજાણ્યા સાયબર ઠગો સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સ્પામાં મારામારી અને છેડતી:એસ.જી હાઈવેના સ્પામાં મેનેજરે યુવતીને મારી તો માલિકે 90 મિનિટ સુધીમાં બેસાડી અડપલા કર્યા
    Next Article
    'વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે બેદરકારી સહન નહીં થાય':P.P. સવાણી હોસ્ટેલમાં 100થી વધુને ફૂડ પોઈઝનિંગ બાદ આવતીકાલથી રાજ્યની તમામ હોસ્ટેલોના કિચન તપાસવા આરોગ્યમંત્રીનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment