Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર મ્યુ.ની ફૂડ શાખાનો 71 પેઢીઓ પર સપાટો:45 કિલો અખાદ્ય તેલ, 15 કિલો પ્રિન્ટેડ પસ્તી અને 25 કિલો વાસી ખોરાકનો નાશ કરાયો, ₹19 હજારનો દંડ વસૂલાયો

    1 week ago

    જામનગર શહેરીજનોના આરોગ્યની જાળવણી માટે મહાનગરપાલિકાના કમિશનર દિપેશ કેડિયાની સૂચનાથી ફૂડ શાખા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૂડ સેફ્ટી ઓફિસર્સની ટીમે પાણાખાણ, શરુ સેક્શન અને મુલ્લા મેડી સહિતના વિસ્તારોમાં આવેલી 71થી વધુ હોટલ, રેસ્ટોરાં, ફરસાણ અને ફાસ્ટફૂડની રેકડીઓ પર વ્યાપક દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. આ ઝુંબેશ દરમિયાન ગંદકી અને એક્સપાયરી ડેટના માલ-સામાન બદલ વેપારીઓ પાસેથી કુલ 19,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. 95 કિલો અખાદ્ય-વાસી જથ્થાનો નાશ કરાયો તપાસ દરમિયાન ફૂડ શાખાની ટીમે કુલ 71થી વધુ પેઢીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ફાસ્ટફૂડ અને ફરસાણના વેપારીઓને ત્યાં વપરાતા ખાદ્યતેલની ગુણવત્તા (TPC) માપવામાં આવી હતી. તપાસ દરમિયાન માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક એવું 45 કિલો અખાદ્ય તેલ, 15 કિલો પ્રિન્ટેડ પસ્તી (જેનો ઉપયોગ ફૂડ પેકિંગમાં થતો હતો) તેમજ અતિશય ગંદકી વચ્ચે રાખેલો 25 કિલો વાસી ખોરાક સ્થળ પર જ જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય એક ઓપરેશનમાં હોટલ, રેસ્ટોરાં અને નોનવેજ શોપ સહિતની 13 પેઢીઓ તપાસીને વધુ 50 કિલો વાસી જથ્થો કચરાભેગો કરાયો હતો. શહેરમાં કાર્યરત 4 આઈસ ફેક્ટરીઓમાં પણ કલોરીનેશન રૂટીન જાળવવા અને હાઇજીનિક કન્ડિશન મેઇન્ટેન કરવા કડક તાકીદ કરાઈ છે. પાણાખાણમાં 7 પેઢીઓને 14,000નો દંડ પાણાખાણ વિસ્તારની 7 પેઢીઓમાં સોલિડ વેસ્ટ શાખાને સાથે રાખી કરાયેલા ઇન્સ્પેક્શનમાં ગંદકી અને ન્યુસન્સ બદલ વેપારીઓને 14,000 નો દંડ ફટકારાયો હતો. તેમજ દુકાનોમાં સાફ-સફાઈ રાખવા અને લાલ પડદો લગાવવા સૂચના અપાઈ છે. એક્સપાયરી ડેટનો માલ રાખનાર બેકરીને 5,000નો દંડ ઓનલાઈન ફરિયાદના આધારે શરુ સેક્શન રોડ પર આવેલી 'શ્રી સાંઈ બેકર્સ' નામની પેઢીમાં તપાસ કરતા એક્સપાયરી ડેટ વાળા 24 પેકેટ મળી આવ્યા હતા. ફૂડ શાખાએ આ જથ્થાનો નાશ કરી ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા બાબતે 5,000 નો દંડ વસૂલ્યો હતો. જ્યારે મુલ્લા મેડી પર આવેલ 'ન્યુ બહાર પાન હાઉસ'માં તપાસ દરમિયાન હાઇજીનિક કન્ડિશન ન જણાતા નોટિસ પાઠવવામાં આવી છે, તેમજ પાન ચટણી અને કાથાના સેમ્પલ લઈ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલાયા છે.
    Click here to Read More
    Previous Article
    છારીયા ગામે પશુ આરોગ્ય મેળો યોજાયો:ભારત વિકાસ પરિષદ ગોધરા દ્વારા આયોજન, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ ઉપસ્થિત રહ્યાં
    Next Article
    પાંડેસરામાં મહિલા અધિકારીએ સફાઈ કર્મચારીઓને આકરા ટોણા માર્યાનો આક્ષેપ:આશા પટેલે કહ્યું-તમને ઘરે ખાવાનું નથી મળતું?;'રોજના 200 કમાઈએ છીએ, ભીખ નથી માંગતા'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment