Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેસબુક પર મળેલી અજાણી મહિલાએ અમદાવાદના વકીલને છેતર્યો:70 વર્ષના વકીલને લગ્નની લાલચ આપીને USDTમાં રોકાણ કરાવ્યું, કુલ 57.90 લાખ પડાવ્યા

    6 days ago

    સાયબર ગઠિયાઓ રોજ અલગ અલગ રીતે નાગરિકોને ઠગી લાખો રૂપિયા પડાવે છે ત્યારે અમદાવાદના એક 70 વર્ષના વકીલ સાથે ફેસબુક પર મિત્રતા કેળવી વકીલને લગ્ન કરવાનું કહીને USDTમાં રોકાણ કરાવ્યું હતું. વકીલે 20 દિવસમાં 60 લાખનું રોકાણ કર્યું હતું જેની સામે વકીલને 2.10 લાખ પરત આપ્યા. જ્યારે બાકીના 57.90 લાખ પરત ન આપીને ઠગાઈ કરતા વકીલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ફેસબુક પર લક્ષ્મીદેવી રેડી નામની યુવતી સાથે સંપર્ક થયો શીલજમાં રહેતા 70 વર્ષીય વકીલ ઘરેથી લીગલ કન્સલ્ટિંગનું કામ કરે છે. નવેમ્બર 2025માં વકીલે ફેસબુક પર લક્ષ્મીદેવી રેડી નામના અજાણી યુવતી સાથે તેમનો સંપર્ક થયો હતો. આ યુવતીએ વકીલને કહ્યું હતું કે, તે IIM અમદાવાદમાંથી અભ્યાસ કરી ચૂકી છે અને અત્યારે હૈદરાબાદમાં રહે છે. યુવતી ખૂબ ધનિક અને સમૃદ્ધ પરિવારની હોવાની વાતો વકીલને કરી હતી. વકીલ સાથે નંબરની આપ લે કરીને રોજ વ્હોટ્સએપ પર મેસેજ અને વીડિયો કોલથી પણ યુવતી વાતચીત કરતી હતી. યુવતીએ વકીલને લગ્ન કરવાનું અને જીવનભર ઈટાલીમાં સ્થાયી થવાનું જણાવ્યું હતું. જેથી વકીલને યુવતી ઉપર વિશ્વાસ આવી ગયો હતો. મહિલાની વાતોમાં આવી એપ્લિકેશનમાં રોકાણ કરવાનું શરૂ કર્યું યુવતીએ વકીલને કહ્યું હતું કે, તેના કાકા યુએસની એક મોટી કંપનીમાંથી રીટાયર્ડ થયા છે અને ક્રિપ્ટો કરન્સી પર તેમની કંપનીના 70 નિષ્ણાંતોની ટીમ કામ કરી રહી છે. જેથી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરો જેનાથી મોટી કમાણી થશે. વકીલે યુવતીની વાતોમાં આવીને યુવતીએ મોકલેલી લીંક ખોલી એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં તમામ વિગતો પણ ભરી હતી. જે પ્રમાણેની સૂચના મળતી તે પ્રમાણે વકીલ રોકાણ કરતા હતા. શરૂઆતમાં 50,000નું રોકાણ કર્યું જેમાં 5,000નો નફો થયો હતો. શરૂઆતના પાંચ દિવસ વકીલને સારો એવો નફો બતાવતા હતા. જેમાંથી વકીલે 2.10 લાખ રૂપિયા ઉપાડ્યા પણ હતા. નફો અને મૂડીના પૈસા ન ઉપડતા છેતરપિંડીની જાણ થઈ 8 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી વકીલે 16 ટ્રાન્જેક્શન દ્વારા કુલ 60 લાખનું રોકાણ કર્યું હતું જેની સામે 2.10 લાખ રૂપિયા ઉપાડ્યા હતા, જ્યારે બાકીના 57.90 લાખ રૂપિયા ઉપાડ્યા નહોતા. વકીલે જ્યારે નફો અને મૂડી ઉપાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને ટેક્સ ભરવાનું જણાવ્યું હતું. આ અંગે વકીલને શંકા થતા તપાસ કરતાં તેમની સાથે છેતરપિંડી થઈ હતી, જેથી વકીલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    માનવતા શરમાઈ: 61 વર્ષીય વૃદ્ધે સગીર સાથે કરી જાતીય સતામણી,:વ્યારા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યો
    Next Article
    VIDEO: दिल्ली के पालम इलाके की पांच मंजिला इमारत में लगी भयानक आग, 6 लोगों की दर्दनाक मौत

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment