Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અષાઢી બીજે 70થી વધુ તાલુકામાં મેઘમહેર:રાજકોટ, બોટાદ અને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, સૌથી વધુ કામરેજમાં 2 ઈંચ

    18 hours ago

    રાજ્યમાં એકસાથે ચાર વેધર સિસ્ટમ (લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ) સક્રિય થતાં અષાઢી બીજના પવિત્ર અવસરે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આજે અષાઢી બીજના પાવન દિવસે જ સૌરાષ્ટ-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. બપોર સુધીના રાજ્યના 70 કરતા વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના કામરેજમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજકોટ, જામનગર, અને કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે, આજે રથયાત્રાના દિવસે અમદાવાદમાં થન્ડરસ્ટોર્મ અને તેજ પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની ખાસ સંભાવના દર્શાવી છે. ગુજરાતના વરસાદની તસવીરો… રાજકોટના પડધરી તાલુકામાં એકાએક વાતાવરણ પલટાયું રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ સરપદળ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અષાઢી બીજના પવિત્ર દિવસે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ખંભાળા, કેરાળા, મેટોડા, રંગપર અને બોડી ઘોડી સહિતના 5થી 7 ગામોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ટૂંકા સમયમાં જ ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ મુશળધાર વરસાદને પગલે આજુબાજુની સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ હતી. પડધરી તાલુકાના અનેક ગામડાઓમાં લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે હજી સુધી અહીં પૂરતો વાવણી લાયક વરસાદ થયો ન હતો. એવામાં અષાઢી બીજના મુહૂર્તમાં જ આ વિસ્તારોમાં વરસાદ વરસતા સમગ્ર પંથકના ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેતીકામની જોરશોરથી શરૂઆત થઈ ગઈ છે. જામનગરના ધ્રોલમાં અષાઢી બીજના દિવસે ધીમીધારે વરસાદનું આગમન જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના ઈટાળા, જાયવા અને નાના ગરેડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અષાઢી બીજના પવિત્ર દિવસે ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી અને ભારે ઉકળાટ સહન કરી રહેલા લોકોને આ વરસાદી ઝાપટાંથી મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ​ બીજી તરફ, લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાની પધરામણી થતાં સ્થાનિક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદથી ખેતી પાકને નવું જીવન મળશે તેવી આશા બંધાતા ધરતીપુત્રોના ચહેરા ખીલી ઉઠ્યા છે. સૌરાષ્ટ્રમાં અષાઢી બીજે મેઘમહેર, જૂનાગઢ અને ગીર સોમનાથ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ સૌરાષ્ટ્ર પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું વિધિવત અને ધમાકેદાર આગમન થયું છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ અને વંથલી પંથકમાં સવારથી જ સર્જાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે જોરદાર વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. બીજી તરફ, ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાએ જમાવટ કરી છે, જેમાં ઉના- તાલાલા શહેર સહિત જંગલ સરહદે આવેલા છેવાડાના ગામો જેવા કે જાવંત્રી, પાણીકોઠા, વડાલા અને ઉના પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભગવાન જગન્નાથની રથયાત્રાના પાવન પર્વે જાણે કુદરત જળાભિષેક કરી રહી હોય તેમ વરસાદનો આ બીજો રાઉન્ડ શરૂ થતાં સમગ્ર સૌરાષ્ટ્રમાં અદભુત ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાય દિવસોની અસહ્ય ગરમી અને બફારાથી અકળાયેલા સ્થાનિક લોકોને આનાથી મોટી રાહત મળી છે, જ્યારે મુહૂર્ત સાચવીને વરસેલો આ વરસાદ ખેતી માટે 'કાચા સોના' સમાન સાબિત થતાં ગીર અને જૂનાગઢ પંથકના ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે. અમરેલી અને બગસરામાં ધોધમાર વરસાદ અષાઢી બીજના પવિત્ર પર્વે અમરેલી અને બગસરા પંથકમાં મેઘરાજાએ શુકન સાચવતા ધમાકેદાર એન્ટ્રી કરી છે. અમરેલી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે વડેરા અને રંગપુર સહિતના ગામોમાં જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા છે. ખેતી માટે આ વરસાદ ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો હોવાથી સમગ્ર પંથકના ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે. મોડીરાત્રે પાટણામાં 1 ઇંચ સુધીનો વરસાદ પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શરૂઆતના વરસાદ બાદ છેલ્લા બે સપ્તાહથી વરસાદ ખેંચાતા અસહ્ય ઉકળાટનો માહોલ સર્જાયો હતો. લાંબા વિરામ બાદ ગત મોડીરાત્રે એકાએક વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં આનંદની લાગણી છવાઈ છે. વરસાદના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને સૂકાઈ રહેલા પાકોને નવું જીવનદાન મળ્યું છે. પાટણ રાત્રે 2થી 6 વાગ્યા સુધીમાં 17 મિમી, સરસ્વતી તાલુકામાં રાત્રે 2થી 4 વાગ્યામાં 25 મિમી, હારીજમાં 2 મિમી, સમીમાં 4 મિમી, ચાણસ્મામાં 1 મિમી વરસાદ વરસયો છે. સિઝનના વરસાદમાં હજુ 28 ટકાની મોટી ઘટ વરસાદના સત્તાવાર આંકડાકીય વિશ્લેષણ તરફ નજર કરીએ તો ચાલુ સિઝનમાં હજુ પણ ચિંતાજનક ચિત્ર સામે આવી રહ્યું છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં સરેરાશ માત્ર 162.8 મિમી (6.42 ઇંચ) વરસાદ જ નોંધાયો છે. હવામાન વિભાગના લાંબાગાળાના રેકોર્ડ મુજબ, સામાન્ય પરિસ્થિતિમાં આ સમયગાળા દરમિયાન રાજ્યમાં સરેરાશ 226.1 મિમી વરસાદ વરસી જવો જોઈતો હતો. આ ગણતરીએ જોતાં ગુજરાતમાં ચાલુ વર્ષે સરેરાશ કરતાં અંદાજે 28 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે, જેથી ખેડૂતો અને વહીવટી તંત્ર આગામી દિવસોમાં સારો વરસાદ વરસે તેની આશા રાખી રહ્યા છે. રાજકોટમાં ધીમીધાર, ખેડાના હાઈ-વે પર વિઝિબ્લિટી ઘટી અને અરવલ્લીમાં પાકને મળ્યું નવજીવન 15 જુલાઈના રોજ ગુજરાતના વિવિધ ભાગોમાં મેઘરાજાની સાર્વત્રિક મહેર જોવા મળી છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો, જેના પગલે સિઝનનો કુલ વરસાદ 5 ઇંચે પહોંચ્યો છે. બીજી તરફ, મધ્ય ગુજરાતના ખેડા જિલ્લા અને નેશનલ હાઈ-વે 48 પર પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ ખાબકતાં વાહનોની વિઝિબ્લિટી તદ્દન ઘટી ગઈ હતી. લાંબા વિરામ બાદ અરવલ્લીના મોડાસા અને માલપુર પંથકમાં પણ મેઘગર્જના સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જે સુકાતા પાક માટે અમૃત સમાન સાબિત થતાં રાજ્યભરના ખેડૂતોમાં ભારે આનંદની લહેર વ્યાપી ગઈ છે. 15 જુલાઈના વરસાદની અપડેટ માટે ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Delimitation Bill 2026: खरगे ने पीएम मोदी को लिखा पत्र, की ये बड़ी मांग। Parliament Monsoon Session
    Next Article
    રામાપીરના દર્શને જતાં યુવકને કાળ ભરખી ગયો!:વડોદરાના જરોદ-સાવલી રોડ પર KTM બાઈક પિકઅપ ટેન્કર પાછળ ઘૂસી, પાછળ બેઠેલા યુવાનનું મોત; બાઈકચાલક ગંભીર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment