Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રિયંકા ગાંધીના દીકરાના પ્રદર્શનમાંથી 70 ફોટા હટાવ્યાનો દાવો:તેમાં દિલ્હી પ્રોટેસ્ટના પણ ફોટા હતા; રેહાન વાડ્રાએ કહ્યું- કલાકારોને સેન્સર કરવામાં આવી રહ્યા છે

    1 day ago

    દિલ્હીના બીકાનેર હાઉસમાં પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાન વાડ્રાના ફોટો પ્રદર્શનમાંથી 70થી વધુ તસવીરો હટાવી દેવામાં આવી. તેમાં દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શનોની તસવીરો પણ સામેલ હતી. રેહાને સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેમની સોલો એક્ઝિબિશન ‘નો આઇડિયા ઇઝ ફાઇનલ’ શરૂ થવાના થોડા કલાકો પહેલાં તસવીરો હટાવવામાં આવી. પ્રદર્શનમાં પહેલાં 100થી વધુ તસવીરો હતી. હવે આશરે 40 તસવીરો રહી છે. રેહાને આરોપ લગાવ્યો કે તેમને રાજકીય વાતાવરણનું કારણ આપવામાં આવ્યું, જ્યારે તસવીરોમાં કોઈ રાજકીય સંદેશ નહોતો. તેમણે કહ્યું- કલાકારોના કામને સેન્સર કરવામાં આવી રહ્યું છે. આ મામલે બીકાનેર હાઉસ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. રેહાને કહ્યું- પ્રદર્શનનું લેઆઉટ મેનેજમેન્ટને પહેલેથી જ જણાવ્યું હતું રેહાને કહ્યું- પ્રદર્શનનું લેઆઉટ મેનેજમેન્ટને પહેલેથી જ જણાવ્યું હતું રેહાને જણાવ્યું કે બુધવારે તેમને બપોરે 3:30 વાગ્યે કહેવામાં આવ્યું હતું કે સાંજે 5 વાગ્યા સુધીમાં ફોટા નહીં હટાવવામાં આવે તો પ્રદર્શન રદ કરી દેવામાં આવશે. રેહાનના જણાવ્યા અનુસાર, વહીવટીતંત્રે વર્તમાન રાજકીય વાતાવરણનો હવાલો આપીને પ્રદર્શનો સાથે જોડાયેલી તસવીરો સામે વાંધો ઉઠાવ્યો. તેમના જણાવ્યા મુજબ, પ્રદર્શનનો પ્રસ્તાવ અને લેઆઉટ અગાઉથી જ મેનેજમેન્ટને આપી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે તસવીરો છેલ્લા 6 મહિનામાં થયેલા પ્રદર્શનોના દસ્તાવેજ હતા. રેહાને કહ્યું- મને ખબર નથી કે તેઓ શેનાથી ડરેલા છે અને તિરંગાની તસવીર સુધી હટાવવાની હદે પહોંચી ગયા, પરંતુ હું તિરંગાની તસવીરો નહીં હટાવું. પ્રદર્શન રવિવાર સુધી નક્કી કાર્યક્રમ મુજબ ચાલુ રહેશે. પ્રિયંકાએ કહ્યું- આજે તેનો, કાલે બીજા કોઈનો વારો રેહાનની માતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ પગલાને હાસ્યાસ્પદ ગણાવ્યું. તેમણે તેને દેશભરના યુવાનોનો અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવ્યો. પ્રિયંકાએ કહ્યું- તેની તસવીરો પ્રદર્શનોની હતી. તેમાં કોઈ ટિપ્પણી નહોતી. કોઈની વિરુદ્ધ અપમાનજનક વાત નહોતી. તે માત્ર પ્રદર્શનના દૃશ્ય દસ્તાવેજો હતાં. રેહાન વાડ્રાએ દિલ્હીના વિરોધ પ્રદર્શનોની તસવીરો ખેંચી, રાહુલ ગાંધી પણ નજરે પડ્યા રેહાન વાડ્રાની ફોટો સિરીઝમાં દિલ્હીમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનોનાં દૃશ્યો નોંધાયેલા છે. તસવીરોમાં પોલીસકર્મીઓ દ્વારા પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લેતા અને પ્રદર્શન દરમિયાન સર્જાયેલા તણાવપૂર્ણ વાતાવરણને દર્શાવવામાં આવ્યું છે. એક તસવીરમાં રાહુલ ગાંધી પણ પ્રદર્શનકારીઓ વચ્ચે નજરે પડી રહ્યા છે. આ પ્રદર્શનો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામા અને મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR)ના વિરોધમાં થયા હતા. વિપક્ષી પક્ષોએ ચૂંટણી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ પર સવાલ ઉઠાવતાં SIRમાં કરાયેલા ફેરફારો પાછા ખેંચવાની માંગ કરી હતી. કલાકારો અને સંસ્થાઓના કયા અધિકારો છે, 4 મુદ્દામાં સમજો
    Click here to Read More
    Previous Article
    अरिजीत सिंह के कॉन्सर्ट में एक टेबल की कीमत 11.80 लाख रुपये, दिलजीत दोसांझ के टिकट भी हजारों में, भारतीय सिंगर्स के कॉन्सर्ट के रेट उड़ा देंगे होश
    Next Article
    CJP નેતા સૌરવ-આશુતોષને ફરી દિલ્હી પોલીસનું સમન્સ:આજે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે બોલાવ્યા; ગઈકાલે સાંજે તિહારથી મુક્ત થયા, દીપકે કહ્યું- બંને મારા કરતાં મોટા નેતા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment