Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ચોમાસું લંબાશે-વરસાદની નવી આગાહી, રામમંદિરમાં 70 નહીં 105 વાર ચોરી, સુરતમાં માલિકને પાઠ ભણાવવા કર્મચારીએ 24 કરોડ રાખ કરી નાખ્યા, જુઓ CCTV

    17 hours ago

    નમસ્તે, રામ મંદિર દાન ચોરી કેસમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે સુપ્રીમ કોર્ટમાં પોતાની સ્ટેટસ રિપોર્ટ દાખલ કરી. IIT બોમ્બેમાં સ્ટુડન્ટ સુસાઈડ કેસમાં મોટી કાર્યવાહી થઈ છે. સિમ ખરીદવા અને પોતાના નામનું સિમ કોઈ બીજાને આપવાને લઈને દૂરસંચાર વિભાગે નવા નિયમો જારી કર્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે, પહેલીવાર નવી દિલ્હીથી બહાર આયોજન. 2. એશિયન ગેમ્સમાં આજે 10.30 વાગ્યે વિમેન્સ ક્રિકેટનો ફાઈનલ મુકાબલો ભારત અને શ્રીલંકા વચ્ચે થશે. 📰 કાલના મોટા સમાચારો 1. રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ખુલાસો:SITએ કહ્યું- CCTVમાં 70 નહીં 105 વખત ચોરીની ઘટના કેદ થઈ, 2 દિવસમાં ચાર્જશીટ દાખલ થશે અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ખુલાસો થયો છે. સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું કે મંદિરના CCTV ફૂટેજમાં દાન ચોરીની 70 નહીં, પરંતુ 105 ઘટનાઓ કેદ થઈ છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના સ્ટેટસ રિપોર્ટના આધારે કોર્ટને તપાસની માહિતી આપી. તેમણે કહ્યું કે, SITની તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. SITએ CCTV ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓની તપાસ કરીને આરોપીઓની ઓળખ કરી છે. દાન અને કિંમતી સામાનની રસીદો સોફ્ટવેર દ્વારા તૈયાર થાય છે અને સામાન SBIના લોકરમાં રાખવામાં આવે છે. કોર્ટે SITનો સ્ટેટસ રિપોર્ટ રેકોર્ડ પર લઈ લીધો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. IIT-બોમ્બે આત્મહત્યા કેસમાં પ્રોફેસરને ડીન પદેથી હટાવ્યા:સંસ્થાએ માફી માંગી, કહ્યું હતું- નકલ કરતા પકડ્યો હતો; 20 વર્ષમાં IITsમાં 160 આત્મહત્યા આઈઆઈટી બોમ્બેએ બીટેકના વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુના મામલે પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લાને ડીન પદેથી હટાવી દીધા છે. જોકે, તેઓ હજુ પ્રોફેસર પદે યથાવત રહેશે. આ સાથે સંસ્થાએ સાહિલના મૃત્યુ અંગે અગાઉ આપેલા નિવેદનો બદલ માફી પણ માંગી છે. સંસ્થાએ કહ્યું કે, સાહિલના મૃત્યુ પહેલાં શું થયું હતું, તેની તપાસ પૂર્ણ થાય તે પહેલાં કંઈ પણ કહેવું યોગ્ય નહોતું. 22 વર્ષીય સાહિલ આઈઆઈટી બોમ્બેના એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગમાં સેકન્ડ યરના વિદ્યાર્થી હતા. 18 સપ્ટેમ્બરની રાત્રે તેઓ પવઈ કેમ્પસ સ્થિત હોસ્ટેલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આઈઆઈટી બોમ્બેએ 19 સપ્ટેમ્બરે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ઘટનાના દિવસે સાહિલ મિડ-સેમેસ્ટર પરીક્ષામાં ફોનનો ઉપયોગ કરતા ઝડપાયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક:28 આતંકીઓ માર્યા ગયાનો દાવો; તાલિબાને કહ્યું- એક જ પરિવારના 3 લોકોનાં મોત, હુમલાનો જવાબ આપીશું પાકિસ્તાને સોમવારે અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં એર સ્ટ્રાઇક. પાકિસ્તાની અધિકારીઓએ દાવો કર્યો કે હુમલામાં 28 આતંકવાદીઓ માર્યા ગયા. બીજી તરફ, તાલિબાન સરકારે જણાવ્યું કે કુનારમાં 3 નાગરિકોના મોત થયા અને 4 લોકો ઘાયલ થયા. તાલિબાન સરકારના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું કે કુનારમાં એક ઘર પર થયેલા હુમલામાં એક મહિલા અને બે પુરુષો માર્યા ગયા. પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં પણ બે સ્થળોએ બોમ્બમારો થયો. અહીં એક ઘર અને દુકાનને નુકસાન થયું, પરંતુ કોઈના મૃત્યુની માહિતી નથી. મુજાહિદે કહ્યું કે અફઘાનિસ્તાન આ હુમલાનો યોગ્ય જવાબ આપશે. પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાનની ધરતી પરથી આતંકવાદીઓ તેની વિરુદ્ધ હુમલા કરી રહ્યા છે. જોકે તાલિબાન સરકાર આ આરોપોને નકારે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. તમારું સિમ-કાર્ડ બીજાને વાપરવા આપશો તો 50 લાખ રૂપિયાનો દંડ:3 વર્ષની જેલ પણ થશે, તમારા નામે કેટલા સિમ એક્ટિવ છે? આ રીતે ચેક કરો તમારા દસ્તાવેજો પર લેવામાં આવેલું સિમ કોઈ અન્યને આપવું ભારે પડી શકે છે. દૂરસંચાર વિભાગે 21 સપ્ટેમ્બરે નવી એડવાઈઝરી જાહેર કરીને જણાવ્યું છે કે નકલી IDથી સિમ ખરીદવા અથવા વેચવા પર કે મોબાઈલના IMEI નંબર સાથે છેડછાડ કરવા પર 3 વર્ષની જેલ અને ₹50 લાખ સુધીનો દંડ થઈ શકે છે. સરકારે સલાહ આપી છે કે તમામ નાગરિકો સંચાર સાથી પોર્ટલ અથવા એપ પર જઈને તરત જ તપાસ કરે કે તેમના ID પર તેમની જાણકારી વિના કોઈ અજાણ્યો મોબાઈલ નંબર સક્રિય તો નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ 1000 રૂપિયા પહોંચી શકે:PAK મંત્રીએ કહ્યું- પુરવઠો ઘટ્યો તો કિંમતો વધશે; અત્યાર સુધી 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ 1000 રૂપિયા પ્રતિ લીટર સુધી મોંઘો થઈ શકે છે. પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે રવિવારે કહ્યું કે જો દેશમાં પેટ્રોલની અછત ઊભી થશે તો કિંમત વધુ વધી શકે છે. મંત્રીના જણાવ્યા મુજબ, પાકિસ્તાનમાં પેટ્રોલ અત્યાર સુધીમાં લગભગ 50% મોંઘું થઈ ચૂક્યું છે. હાલમાં પેટ્રોલ 389.14 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 424.04 રૂપિયા પ્રતિ લીટર છે. મિડલ ઈસ્ટમાં લડાઈ વધવાથી દુનિયામાં ક્રૂડ ઓઇલનો ભાવ વધી રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી તેલની સપ્લાયને લઈને પણ ચિંતા વધી છે. તેની અસર પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત પર પડી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાતમાં 40 કિમીની ઝડપે ઠંડા પવન ફૂંકાશે, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ:અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વોલર્માક લો પ્રેશરની અસર, ક્યા જિલ્લામાં કેટલા ટકા વરસાદ રાજ્યમાં આજે 21 સપ્ટેમ્બરથી આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેલમાર્ક લો-પ્રેશરની અસર જોવા મળશે. ત્યારે ઠંડા પવન સાથે વરસાદી માહોલની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં હાલ 7 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. અત્યારની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં 633.6 મીમી(24.94 ઈંચ) વરસાદ થયો છે. અને જે સામાન્ય 682.9 મીમી (26.88 ઈંચ) હોવો જોઈએ. આગામી બે-ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસાની વિદાય થવાની શક્યતા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. માલિકને પાઠ ભણાવવા રૂ.150ના પેટ્રોલથી 14 દુકાન સળગાવી, CCTV:પગારના 10 હજાર બાકી રહેતા 24 કરોડ રાખ કર્યા, સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં એકાઉન્ટન્ટે આગ લગાવ્યાનો ઘટસ્ફોટ સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં 9 સપ્ટેમ્બરની રાત્રે લાગેલી ભીષણ આગ કોઈ અકસ્માત નહીં પરંતુ એક ષડયંત્ર હોવાનો ખુલાસો ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે. માર્કેટના છઠ્ઠા માળે આવેલી દુકાનના એકાઉન્ટન્ટ વિનોદ સાવલે માત્ર રૂ. 10 હજારના બાકી પગારની અદાવતમાં માલિકને પાઠ ભણાવવા માટે રૂ. 150ના પેટ્રોલથી 14 દુકાન સળગાવી દીધી હતી. તેના આ ગુસ્સાના કારણે અંદાજે રૂ. 24 કરોડનું કાપડ બળીને ખાખ થઈ ગયું હતું, જે આગ પર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડને 38 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આરોપી મોઢા પર સફેદ રૂમાલ બાંધીને અને ખભા પર બેગ લટકાવીને માર્કેટના છઠ્ઠા માળે પહોંચતો દેખાય છે. ત્યારબાદ તે પોતાની બેગમાંથી પેટ્રોલ ભરેલી બોટલ કાઢીને દુકાનની બહાર રાખેલા કાપડના બોક્સ પર ધ્યાનપૂર્વક છાંટીને આગ ચાંપી દે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : સોનિયા ગાંધીના મતદાર વિવાદમાં કોર્ટે ચુકાદો પલટ્યો:નવેસરથી ફરી સુનાવણી થશે; આરોપ- 1983માં નાગરિકતા મળી, 1980માં મતદાર બન્યાં (સંપૂર્ણ સમાચાર વાંચો) 2.ઈન્ટરનેશનલ : પનામાના કાર્ગો શિપે ચીની બોટને ટક્કર મારી:બોટમાં પાણી ભરાયું પછી આગ લાગી, માછલી ભરેલા બોક્સ દરિયામાં પડ્યા; ક્રૂના સભ્યોનો બચાવ (સંપૂર્ણ સમાચાર વાંચો) 3.નેશનલ : CEOએ 'Gemini'ને બનાવ્યો વકીલ:કારને ટક્કર મારી બાઇકરની દાદાગીરી, આવી રીતે માફી મગાવી અને નુકસાનનું વળતર પણ લીધું; રસપ્રદ ઘટના (સંપૂર્ણ સમાચાર વાંચો) 4.ઈન્ટરનેશનલ : ઝેલેન્સ્કીએ કહ્યું- આવતા અઠવાડિયે ન્યૂયોર્કમાં ટ્રમ્પ સાથે મુલાકાત:રશિયા સાથેનું યુદ્ધ સમાપ્ત કરવામાં આ મહત્વપૂર્ણ, તેનાથી ઘણું બદલાઈ શકે છે (સંપૂર્ણ સમાચાર વાંચો) 5.બિઝનેસ : સરકાર કોઈ ગેરંટી વગર આપી રહી છે 3,00,000 રૂપિયાની લોન:વ્યાજમાં પણ સબસિડી મળશે, જાણો કોણ અને કેવી રીતે લઈ શકશે લાભ (સંપૂર્ણ સમાચાર વાંચો) 6.સ્પોર્ટ્સ : ઝહીર ખાન ચેન્નઈ સુપર કિંગ્સના હેડ કોચ બન્યા:મુંબઈ અને લખનઉના કોચિંગ સેટઅપનો અનુભવ; 17 વર્ષ બાદ બદલાયો ચેન્નઈનો કોચિંગ ચહેરો (સંપૂર્ણ સમાચાર વાંચો) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 22 સપ્ટેમ્બરે ડોલ એકાદશી:દશમી તિથિની સાંજથી જ એકાદશી વ્રત શરૂ થઈ જાય છે, ભગવાન ગણેશ, વિષ્ણુજી અને મહાલક્ષ્મીનો અભિષેક કરો (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ રોબોટ અને માણસની ફાઈટ, એક કિકમાં પડ્યો શખ્સ અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં માણસ અને 6 ફૂટ લાંબા રોબોટ વચ્ચે ફાઈટ થઈ. શખ્સે પહેલાં રોબોટ પર મુક્કા વરસાવ્યા, પછી રોબોટે એટેક કર્યો. રોબોટની કિકથી શખ્સ રિંગથી દૂર જઈ પડ્યો. આ મુકાબલો અમેરિકી કંપની REK એ પોતાના વર્ચ્યુઅલ રિયાલિટી કોમ્બેટ ગેમ માટે આયોજિત કર્યો હતો. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર ઈન્ટરવ્યૂ : 'બેફામ થશો તો પરિણામ ભોગવવા પડશે': સેન્સર બોર્ડમાં પહોંચતા જ ડિરેક્ટર અભિષેક જૈનનો ધડાકો, કહ્યું- છમકલાં કરવાથી ઓડિયન્સ નથી આવતી 2. Editor's View : '7 શરતો માનો નહીં તો મહાયુદ્ધ': અમેરિકાને નવી ધમકીથી ટ્રમ્પ રાતોરાત ભાગ્યા, રિયાધમાં સાયરન વાગ્યાં-ઇરાનમાં CODE-100 લાગુ, ગલ્ફ દેશોમાં અંધાધૂંધી 3. પારકી પંચાત : કૂતરાએ રેતી ભરેલી ટ્રક ચલાવી!: પોલીસ સ્ટેશન બહારનો વીડિયો વાઇરલ; જીતુ વાઘાણીએ ફુલનો મુઠ્ઠો ભરી હવામાં ઉડાવ્યો, જુઓ VIDEO 4. આજનું એક્સપ્લેનર: 'છાત્રો કી ગૂંજ' દ્વારા રાહુલ ગાંધીનું ચૂંટણી ગણિત શું છે, તે કામ કરશે? BJP કેવી રીતે કાઉન્ટર કરી રહી છે 5. મંડે મેગા સ્ટોરી : ચોમાસું વિદાય લેવા લાગ્યું, 45% જિલ્લાઓમાં વરસાદનો ક્વોટા અધૂરો: 10 વર્ષ પહેલાં આવું થયું ત્યારે ટ્રેનથી પાણી પહોંચાડવું પડ્યું હતું, આ વખતે શું થશે 6. રડતા બાળકને મોબાઇલ આપ્યો, હવે થેરાપી માટે પરેશાન: મોબાઇલની લતથી બાળકો બેકાબૂ, ગુજરાત સહિત 7 રાજ્યોમાં તપાસ 7. મેનોપોઝ પછી શરીરનો સાથ છૂટી રહ્યો છે?: 50ની ઉંમરે થાક, વજન અને સાંધાના દુખાવાથી બચવા માટે 'વેઇટ ટ્રેનિંગ' છે સંજીવની સમાન; ડોક્ટર પાસેથી જાણો ફાયદા 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ:મેષ, કર્ક, તુલા અને ધન રાશિના લોકોને આજે મળશે ભાગ્યનો સાથ; વૃષભ અને સિંહ જાતકોનું વધી શકે છે ટેન્શન વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    बुल्ले शाह की कविता पर बना था माधुरी दीक्षित का ये गाना, सूफी कलाम को बनाया डांस नंबर, आज भी डांस के लिए लड़कियों की पहली पसंद, 18वीं सदी से है कनेक्शन
    Next Article
    India vs Japan LIVE Score, One-Off T20I: Huge Weather Drama Expected In Historic Indo-Japan Match

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment