Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં 7 હજારથી વધુ શિક્ષકોનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ:જૂની પેન્શન યોજના અને TET મુદ્દે 'બ્લેક ડે' મનાવી સરકાર સામે નારાજગી

    7 hours ago

    આજે શિક્ષક દિનની ઉજવણીના દિવસે પંચમહાલ જિલ્લામાં શિક્ષકોએ વિરોધ કર્યો. જિલ્લાના આશરે 7,000 જેટલા પ્રાથમિક શિક્ષકોએ પોતાના શૈક્ષણિક કાર્યને નુકસાન પહોંચાડ્યા વિના કાળી પટ્ટી ધારણ કરીને પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો. શિક્ષકોએ પોતાની માંગણીઓ માટે 'બ્લેક ડે' મનાવી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી. જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા તેમની મુખ્ય માંગણીઓને લઈને રાજ્યભરના આદેશના ભાગરૂપે આ કાળી પટ્ટી ધારણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શિક્ષકોએ શાળામાં બાળકોનું શિક્ષણ કાર્ય ચાલુ રાખીને કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો. મુખ્યત્વે બે મુદ્દા છે: વર્ષ 2010 પછી ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકો માટે TET પરીક્ષા ફરજિયાત કરવા અંગે સર્વોચ્ચ અદાલતના આદેશને કારણે શિક્ષકોમાં નારાજગી છે. બીજો મુદ્દો જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવાની માંગણી છે. શિક્ષકોના કહેવા મુજબ, "2010 પછી જે પ્રાથમિક શિક્ષકોની ભરતી થઈ છે, તે ભરતીમાં TET પરીક્ષા ફરજિયાત પાસ કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા માટેના આ બે મુદ્દાઓને લઈને આજે 'બ્લેક ડે' મનાવવામાં આવ્યો છે." શિક્ષક મંડળનું કહેવું છે કે જો તેમની માંગણીઓ પર જલ્દી નિર્ણય નહીં લેવાય, તો આગામી સમયમાં વિરોધના કાર્યક્રમો વધુ ઉગ્ર બનશે.
    Click here to Read More
    Previous Article
    A POCSO case involving a mining baron that Chennai police tried to close
    Next Article
    Accept Or Make Own Arrangements: Athletes' Body Draws Line On BCCI's Asian Games Concern

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment