Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતની 7 શાળાઓમાં અત્યાધુનિક STEM લેબ શરૂ:દાતા મનોજ દેસાઈના સહયોગથી ગ્રામ્ય વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય શિક્ષણ

    1 day ago

    ભારતને વૈજ્ઞાનિક અને નવીનતાપ્રધાન રાષ્ટ્ર બનાવવાના વિઝન સાથે શાળાકક્ષાએ પ્રયોગાત્મક શિક્ષણને પ્રોત્સાહન આપવા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચારુસેટ રૂરલ એજ્યુકેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ (CREDP) અને બેંગલુરુની GyanPro Educational Innovation દ્વારા ગુજરાતની સાત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અત્યાધુનિક STEM (સાઇન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) લેબનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે અમેરિકા સ્થિત દાતા ડો. મનોજ દેસાઈએ તેમના માતા-પિતા લીલાવતીબેન દેસાઈ અને ચંદ્રસિંહજી દેસાઈની સ્મૃતિમાં આર્થિક સહયોગ પૂરો પાડ્યો છે. આ પહેલનો ઉદ્દેશ્ય ગ્રામ્ય વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય પ્રયોગાત્મક શિક્ષણ પૂરું પાડવાનો છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન પરંપરાગત દીપપ્રજ્વલનને બદલે એક રોચક વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા કરવામાં આવ્યું હતું, જે ટેકનોલોજી આધારિત શિક્ષણનો સંદેશ આપે છે. ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, CHRFના પ્રમુખ વિપુલ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલ અને રજિસ્ટ્રાર ડૉ. બિનિત પટેલના હસ્તે આ લેબનું વિધિવત્ લોકાર્પણ કરાયું હતું. આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પાટડીની સુરજમલજી હાઈસ્કૂલ, આણંદની ડી. એન. હાઈસ્કૂલ, કરમસદની સ્વામિનારાયણ વિદ્યાપીઠ, પેટલીની વી. કે. પટેલ હાઈસ્કૂલ, ચાંગાની બી. એ. પટેલ હાઈસ્કૂલ, રામોલની એ. બી. પટેલ હાઈસ્કૂલ અને આણંદની ડી. ઝેડ. પટેલ હાઈસ્કૂલ સહિત કુલ સાત શાળાઓમાં STEM લેબ સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવી છે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ દિવસભરની શિક્ષક તાલીમ શિબિર રહી હતી. GyanProના સહ-સ્થાપિકા કૃતિકા, CEO ડૉ. સુપ્રીથ, ટેક્નિકલ નિષ્ણાત વસુકી અને વિકાસ તિવારીના નેતૃત્વ હેઠળ 15 શાળાઓમાંથી આવેલા 32 ગણિત-વિજ્ઞાનના શિક્ષકો અને આચાર્યોને હેન્ડ્સ-ઓન તાલીમ આપવામાં આવી હતી. તેમણે નવીન શિક્ષણ પદ્ધતિઓની વ્યવહારુ જાણકારી મેળવી હતી. ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ગ્રામ્ય શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક પગલું સાબિત થશે. તે વિદ્યાર્થીઓમાં સંશોધનવૃત્તિ અને પ્રોબ્લેમ સોલ્વિંગ ક્ષમતા વિકસાવશે. ભવિષ્યમાં આ મોડેલ રાજ્યના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિસ્તૃત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    'તમારું બાંધકામ SMC પાસે તોડાવી નાખીશ':ધમકી આપી 4 લાખ માંગનાર પૂર્વ શિક્ષણ સમિતિના સભ્યનો વીડિયો ઉતારી બિલ્ડરે ફરિયાદ નોંધાવી, આરોપી લિંબાયત પો.સ્ટેશનની શાંતિ સમિતિમાં સભ્ય
    Next Article
    Telangana Government Teacher Suspended For Promoting Private School On Instagram Quits

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment