Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં 7 HTAT મુખ્ય શિક્ષકોને બઢતી મળી:જિલ્લા કેળવણી નિરીક્ષક તરીકે નિમણૂક; મુન્દ્રામાં 2 અને પાંચ તાલુકામાં એક-એક જગ્યા ભરાઈ

    18 hours ago

    કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શૈક્ષણિક વહીવટ અને શાળાઓના મોનિટરિંગને વધુ અસરકારક બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં લાંબા સમયથી ખાલી પડેલી જિલ્લા કેળવણી નિરીક્ષક (A.E.I.)ની જગ્યાઓ ભરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી પ્રક્રિયા અંતર્ગત સાત HTAT મુખ્ય શિક્ષકોને બઢતી આપીને જિલ્લા કેળવણી નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકથી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગની વહીવટી કામગીરીને નવી મજબૂતી મળવાની સાથે શાળાઓના નિરીક્ષણ અને શૈક્ષણિક ગુણવત્તા પર પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાશે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, જિલ્લા કેળવણી નિરીક્ષક બનવા માટે કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા 50થી વધુ HTAT મુખ્ય શિક્ષકોએ રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત પરીક્ષા આપી હતી. પરીક્ષાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉપલબ્ધ સાત જગ્યાઓ માટે ત્રણ ગણા ઉમેદવારોને બોલાવી મેરિટના આધારે અંતિમ પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા સાત ઉમેદવારોને બઢતીના હુકમો એનાયત કરી જિલ્લામાં ફરજ પર હાજર કરવામાં આવ્યા છે. નવી નિમણૂકના ભાગરૂપે મુન્દ્રા તાલુકામાં બે, જ્યારે અબડાસા, માંડવી, ભચાઉ, ભુજ અને અંજાર તાલુકામાં એક-એક જિલ્લા કેળવણી નિરીક્ષકની જગ્યા ભરવામાં આવી છે. આમ, એકસાથે સાત અધિકારીઓની નિમણૂક થવાથી વિવિધ તાલુકાઓમાં પ્રાથમિક શાળાઓની વહીવટી દેખરેખ માટે માનવબળમાં વધારો થયો છે. નોંધનીય છે કે કચ્છ જિલ્લામાં જિલ્લા કેળવણી નિરીક્ષકની કુલ 28 જગ્યાઓ મંજૂર છે, જે પૈકી અગાઉ માત્ર આઠ જગ્યાઓ ભરાયેલી હતી. હવે સાત નવી નિમણૂકો થતાં કાર્યરત જગ્યાઓની સંખ્યા વધીને 15 થઈ છે. જોકે, હજુ પણ 13 જગ્યાઓ ખાલી છે. બાકીની ખાલી જગ્યાઓ પણ ટૂંક સમયમાં ભરવામાં આવશે તેવી આશા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ વ્યક્ત કરી હતી. નવા નિયુક્ત કેળવણી નિરીક્ષકોને ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોની શાળાઓની નિયમિત મુલાકાત લેવા, શૈક્ષણિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવા અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સઘન મોનિટરિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. આ પ્રસંગે શિક્ષણ સમિતિના સભ્ય રશ્મિકાંત ઠક્કર, ઉમેશભાઈ રૂગાણી, કિશોર વેકરિયા, નયનસિંહ જાડેજા અને યોગેશ જરદોશ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પનો ફુગ્ગો ફૂટ્યો, સંસદમાં ભૂંડી હાર:દાયકાઓ જૂના ગઢના કાંગરા ખર્યાં, છતાં 3 કારણે અનગોંઠેબલ, બાકીના 2 વર્ષ માટે પ્લાન Bનો તખ્તો તૈયાર
    Next Article
    હિંમતનગરમાં શિવ મહાપુરાણ કથા યોજાશે:કેશવ મહિલા મંડળે નડિયાદના ભગતજી મહારાજને શ્રીફળ અને શાલ આપી આમંત્રણ આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment